KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નોકરી આપવામાં સુરત નંબર-1, મહિલાઓની ભાગીદારી વધી

NSOના જિલ્લાવાર આંકડા મુજબ ગુજરાતનું સુરત મહિલા શ્રમબળ ભાગીદારી દર (LFPR) અને વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR)માં દેશના 100 જિલ્લાઓમાં આગળ રહ્યું છે. સુરતમાં મહિલા LFPR 68.6% નોંધાયો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
job
નારી શક્તિથી મજબૂત બનતું રોજગાર બજાર, NSOના આંકડામાં સુરતનો દબદબોAI Generated Image

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)ના જિલ્લાવાર આંકડા મુજબ ભારતમાં કામકાજ કરતી મહિલાઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે. સર્વેમાં સામેલ 100 જિલ્લાઓમાં ગુજરાતનું સુરત જિલ્લા મહિલા શ્રમબળ ભાગીદારી દર (LFPR) અને વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR)ના આધારે દેશના અગ્રણી જિલ્લાઓમાં રહ્યું છે. રિપોર્ટ મુજબ સુરતમાં મહિલા LFPR 68.6% નોંધાયો છે, જે સર્વેમાં સામેલ જિલ્લાઓમાં સૌથી વધુ છે. જ્યારે રોજગારમાં રહેલી મહિલાઓના પ્રમાણને દર્શાવતો WPR પણ સૂરતમાં 67.8% રહ્યો છે.


દેશના 57.8% જિલ્લાઓમાં મહિલા LFPR 40%થી વધુ

NSOના આંકડા મુજબ દેશના 57.8% જિલ્લાઓમાં મહિલા શ્રમબળ ભાગીદારી દર 40% અથવા તેનાથી વધુ નોંધાયો છે. આ આંકડા મહિલાઓની રોજગાર ક્ષેત્રે વધતી ભાગીદારી તરફ સંકેત આપે છે.


સુરત પછી આ જિલ્લાઓ આગળ

મહિલા LFPRના મામલે સૂરત બાદ બિહારનું અરરિયા જિલ્લા 68% સાથે અને તમિલનાડુનું સેલમ જિલ્લા 67.8% સાથે આગળ રહ્યા છે. WPRના મામલે પણ સૂરત 67.8% સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. બિહારનું અરરિયા 67.4% સાથે બીજા અને ગુજરાતનું બનાસકાંઠા 66.6% સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.


યુવાનોના રોજગાર સંદર્ભમાં પણ આંકડા જાહેર

રિપોર્ટમાં 15થી 29 વર્ષની ઉંમરના યુવાનોમાં NEET (ન તો શિક્ષણમાં, ન રોજગારમાં અને ન તાલીમમાં સામેલ) દર અંગે પણ માહિતી આપવામાં આવી છે. કેરળનું એર્નાકુલમ, તમિલનાડુનું કોયમ્બતુર અને કર્ણાટકનું બેંગલુરુ (શહેરી) આ કેટેગરીમાં ઓછા NEET દર ધરાવતા જિલ્લાઓમાં સામેલ રહ્યા છે.


આ પણ વાંચો : ભાદરવી પૂનમના મેળા નિમિત્તે રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ


આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23,600 પર ટકવું પડશે
  2. 33 હજાર કરોડ રૂપિયાના ટેક્સ્ટાઇલ્સ રિસાઇકલિંગ સેક્ટરના બે ઝળહળતા સિતારા
  3. સોમવારે બજાર પર આ બે સ્ટોક્સ પર રાખો ચાંપતી નજર
  4. Motilal Oswal Top Stock Picks: મોતીલાલ ઓસવાલની પસંદગીના 3 શેર, 25% સુધી અપસાઇડની શક્યતા

Economy

See more
  1. FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે
  2. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  3. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  4. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM