મૃત્યુ બાદ અંતિમવિધિની ચિંતા નહીં!, ચાર કાંધથી લઈને અસ્થિવિસર્જન સુધીની તમામ વ્યવસ્થા કરશે આ કંપની, 300થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન
મોટાં શહેરોમાં બદલાતી જીવનશૈલી અને એકલવાયા જીવન વચ્ચે અંતિમ સંસ્કારની વ્યવસ્થા માટે પણ હવે પ્રોફેશનલ સર્વિસ ઉપલબ્ધ થઈ રહી છે. દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા 45મા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં મોક્ષ વોયેજ (Moksha Voyage) નામની કંપની ચર્ચાનું કેન્દ્ર બની છે.

Moksha Voyage Funeral Services: લગ્ન, જન્મદિવસ કે અન્ય પ્રસંગો માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની સેવાઓ લેવાનું સામાન્ય બની ગયું છે. પરંતુ હવે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેની અંતિમવિધિથી લઈને શ્રાદ્ધકર્મ સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની સર્વિસ પણ શરૂ થઈ છે. દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા 45મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં મોક્ષ વોયેજ નામની કંપનીએ આવી સેવા રજૂ કરી છે. ખાસ વાત એ છે કે અંતિમયાત્રામાં પાર્થિવ દેહને ચાર કાંધ આપવા માટે લોકોની વ્યવસ્થા પણ કંપની કરે છે.
ભારત મંડપમના ટ્રેડ ફેરમાં અનોખી સર્વિસ
દિલ્હીના ભારત મંડપમ ખાતે 14મીથી 27મી નવેમ્બર, 2026 દરમિયાન 45મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક પ્રકારની કંપનીઓ અને વ્યવસાયોએ ભાગ લીધો છે. તેમાંથી મોક્ષ વોયેજનો સ્ટોલ પોતાની અનોખી સેવાઓને કારણે ચર્ચામાં આવ્યો છે. આ સર્વિસ નમો ગંગે વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી છે. કંનીનોનો ઉદ્દેશ્ય પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અંતિમ સંસ્કારની વ્યવસ્થાઓ માટે સ્વજનોને ભાગદોડ ન કરવી પડે તેવો છે.
અંતિમયાત્રા માટે ચાર કાંધ આપનારા લોકો પણ મળશે
મોક્ષ વોયેજ દ્વારા પાર્થિવ દેહને ઘરેથી સ્મશાન સુધી લઈ જવાથી લઈને અંતિમવિધિ અને ત્યારબાદની ધાર્મિક વિધિઓ સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે.
•અંતિમયાત્રા માટે વાહનની વ્યવસ્થા.
•પાર્થિવ દેહને કાંધ આપવા માટે ચાર વ્યક્તિઓની વ્યવસ્થા.
•અંતિમ સંસ્કાર માટે પંડિત અને પૂજાસામગ્રી.
•સ્મશાન સુધી પાર્થિવ દેહ પહોંચાડવાની વ્યવસ્થા.
•અસ્થિસંચય અને અસ્થિવિસર્જનની વ્યવસ્થા.
•શ્રાદ્ધકર્મ તથા અન્ય જરૂરી ધાર્મિક વિધિઓ.
કંપનીનું કહેવું છે કે પરિવારજનોને મુશ્કેલ સમયમાં અલગ-અલગ સ્થળે જઈને વ્યવસ્થા કરવાની જરૂર ન પડે તે માટે આ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
₹6,000થી ₹1.5 લાખ સુધીનાં પેકેજ
કંપનીના ડિરેક્ટર વિશ્વ કંદર્પનું કહેવું છે કે 'કેટલાક લોકોએ તો જીવતેજીવ અમારી પાસે તેમની અંતિમ યાત્રાની વ્યવસ્થા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એનું કારણ એ છે કે વૃદ્ધોને લાગે છે કે તેમના ગયા પછી સંતાનો પૂરું ધ્યાન નહીં આપે. અમે કોઈ પણ સંજોગોમાં કે દેશવિદેશમાં મૃત્યુ થવા પર પાર્થિવ દેહને ભારત લાવવાની સર્વિસ પણ પ્રોવાઇડ કરીએ છીએ.' વિવિધ પ્રકારનાં પેકેજમાં 6000 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનું પેકેજ આ કંપનીએ લોન્ચ કરેલું છે.
300થી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
આ સર્વિસ માટે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ખાસ વાત એ છે કે નોંધણી કરાવનારા કેટલાક લોકો એવા પણ છે, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાની અંતિમયાત્રાની વ્યવસ્થા માટે બુકિંગ કરાવ્યું છે. અર્થાત્ તેઓ પોતાના મૃત્યુ બાદ અંતિમવિધિની વ્યવસ્થા અગાઉથી નક્કી કરવા માગે છે. આ પ્રકારની નોંધણી પાછળ પારિવારિક પરિસ્થિતિ, એકલવાયું જીવન અને મૃત્યુ બાદ વ્યવસ્થા કોણ કરશે તેવી ચિંતા કારણભૂત હોવાનું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો: WhatsAppમાં મેસેજ શેડ્યૂલ કરવાની મળશે સુવિધા, જાણો શું છે નવું ફીચર
Also Read

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર! 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર, મળશે 17 ફરજિયાત રજાઓ

BSNL અને MTNLને આર્થિક સંકટમાંથી ઉગારવા સરકાર એક્શનમાં, જાણો શું છે પ્લાન

Black Friday Sale 2026: Flipkart થી લઈને Croma સુધી મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ક્યાં કેટલો ફાયદો થશે

ઓફિસમાં AIના ઉપયોગમાં ભારત પહેલા નંબરે, કર્મચારીઓ દર અઠવાડિયે બચાવે છે 15 કલાક

ખાતરની આયાત ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, ₹54,000 કરોડના ખર્ચે બનશે 6 યુરિયા પ્લાન્ટ

સોનું ગીરવે મૂકીને લોન લેવાનું ચલણ વધ્યું, છેલ્લા 2 વર્ષમાં બજાર બમણાથી વધુ થઈ ₹23.3 લાખ કરોડને પાર

ભારતના યુવાનોની વિચારસરણી બદલાઈ: 85% લોકો પોતાનો બિઝનેસ કરવા માગે છે, સર્વેમાં ઘટસ્ફોટ




