ઓફિસમાં AIના ઉપયોગમાં ભારત પહેલા નંબરે, કર્મચારીઓ દર અઠવાડિયે બચાવે છે 15 કલાક
ભારતના કર્મચારીઓ ઓફિસના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં એશિયા-પેસિફિકના નવ દેશોમાં સૌથી આગળ છે. Boston Consulting Group (BCG)ના રિપોર્ટ મુજબ, સર્વેમાં સામેલ 96% ભારતીય કર્મચારીઓ નિયમિત AI વાપરે છે.

AI Adoption India: ઓફિસમાં ઈમેલ લખવા, ડેટાનું વિશ્લેષણ કરવા અને રિસર્ચ માટે AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના Asia-Pacific, Strategic Clarity Is the Key to Value રિપોર્ટ અનુસાર, ભારત કામકાજમાં AI અપનાવવામાં એશિયા-પેસિફિકના નવ દેશોમાં પહેલા સ્થાને છે.
દર અઠવાડિયે 15 કલાકની બચત
BCGના રિપોર્ટ અનુસાર, ભારતમાં 96 ટકા કર્મચારીઓ દરરોજ અથવા અઠવાડિયામાં બેથી ત્રણ વખત AIનો ઉપયોગ કરે છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આ પ્રમાણ 85 ટકા છે. ભારતીય કર્મચારીઓ AIથી દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચાવે છે, જ્યારે પ્રાદેશિક સરેરાશ 9.4 કલાક છે. ભારતમાં 61 ટકા કર્મચારીઓ AIથી બચેલા સમયનો ઉપયોગ અન્ય મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કાર્યો માટે કરે છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રમાણ 60 ટકા અને ચીનમાં 37 ટાકા છે.
તાલીમ અને માર્ગદર્શનમાં મોટી ખામી
AIનો ઉપયોગ વધવા છતાં માત્ર 42 ટકા ભારતીય કર્મચારીઓ માને છે કે, તેમને પૂરતી તાલીમ મળી છે. 59 ટકા કર્મચારીઓના જણાવ્યાનુસાર, ઓફિસમાં માણસો અને AI સાથે મળીને કેવી રીતે કામ કરશે તેના સ્પષ્ટ નિયમો છે. જોકે, માત્ર 38 ટકા કર્મચારીઓ પોતાની કંપનીની AI વ્યૂહરચના અને તેમાં પોતાની ભૂમિકા સમજે છે.
કંપનીઓને BCGની સલાહ
BCG Xના ઇન્ડિયા હેડ નિપુણ કાલરાના જણાવ્યાનુસાર, AI માત્ર કામની ઝડપ વધારતું નથી, પરંતુ કર્મચારીઓને વધુ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળવાની તક પણ આપે છે. કંપનીઓને કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા, કર્મચારીઓની કુશળતા વધારવા અને AIના ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવાની સલાહ આપી છે.આમ, AIના ઉપયોગમાં ભારત આગળ હોવા છતાં તેનો સંપૂર્ણ વ્યવસાયિક લાભ મેળવવા માટે તાલીમ, આયોજન અને યોગ્ય કાર્યપદ્ધતિ જરૂરી છે.
આ પણ વાંચો: સરકારી ગોદામોમાં ચોખાનો રેકોર્ડ સ્ટોક, છતાં બજારમાં મોંઘા ચોખા! જાણો ભાવવધારાનું કારણ
Also Read

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર! 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર, મળશે 17 ફરજિયાત રજાઓ

BSNL અને MTNLને આર્થિક સંકટમાંથી ઉગારવા સરકાર એક્શનમાં, જાણો શું છે પ્લાન

Black Friday Sale 2026: Flipkart થી લઈને Croma સુધી મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ક્યાં કેટલો ફાયદો થશે

ખાતરની આયાત ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, ₹54,000 કરોડના ખર્ચે બનશે 6 યુરિયા પ્લાન્ટ

સોનું ગીરવે મૂકીને લોન લેવાનું ચલણ વધ્યું, છેલ્લા 2 વર્ષમાં બજાર બમણાથી વધુ થઈ ₹23.3 લાખ કરોડને પાર

મૃત્યુ બાદ અંતિમવિધિની ચિંતા નહીં!, ચાર કાંધથી લઈને અસ્થિવિસર્જન સુધીની તમામ વ્યવસ્થા કરશે આ કંપની, 300થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન

ભારતના યુવાનોની વિચારસરણી બદલાઈ: 85% લોકો પોતાનો બિઝનેસ કરવા માગે છે, સર્વેમાં ઘટસ્ફોટ




