ખાતરની આયાત ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, ₹54,000 કરોડના ખર્ચે બનશે 6 યુરિયા પ્લાન્ટ
દેશમાં યુરિયાનું ઉત્પાદન વધારવા કેન્દ્ર સરકારે ₹54,000 કરોડના અંદાજિત રોકાણ સાથે છ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખાતરની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતો માટે સ્થાનિક પુરવઠો મજબૂત બનાવવામાં મદદ મળશે.

India Urea Production: દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવા અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા (NIPU-2026) હેઠળ 6 નવા બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાઓમાં અંદાજે 54,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાની શક્યતા છે. દરેક એકમની વાર્ષિક સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 12.7 લાખ ટન રાખવામાં આવશે. આ પગલાથી સ્થાનિક પુરવઠો મજબૂત બનવાની સાથે જૂના કારખાનાઓનું આધુનિકીકરણ અને રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
કયા રાજ્યોમાં બનશે પ્લાન્ટ?
કેન્દ્ર સરકારને મળેલી 18 દરખાસ્તોમાંથી છની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ તમિલનાડુ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં વિકસાવવામાં આવશે. તેમાં ચેન્નઈની Madras Fertilizers, નાંગલની National Fertilizers, શાહજહાંપુરની KRIBHCO Fertilizers, પાનાગઢની Matix Fertilisers, કોટાની Chambal Fertilisers અને જગદીશપુરની Indorama Indiaનો સમાવેશ થાય છે.
ઉત્પાદન ક્ષમતા કેટલી વધશે?
દરેક એકમની વાર્ષિક સ્થાપિત ક્ષમતા 12.7 લાખ ટન રહેશે. છ પ્રોજેક્ટની સંયુક્ત ક્ષમતા 76.2 લાખ ટન થશે. જોકે, કેટલાક સ્થળોએ જૂના કારખાનાઓની જગ્યાએ નવા એકમ બનવાના હોવાથી આ સમગ્ર ક્ષમતા ચોખ્ખો વધારાનો ભાગ નહીં હોય. એક પ્રોજેક્ટ પાછળ આશરે 9,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
આયાત ઘટાડવામાં મળશે મદદ
ભારતમાં યુરિયાની વાર્ષિક માંગ આશરે ચાર કરોડ ટન છે, જ્યારે 2025-26માં સ્થાનિક ઉત્પાદન લગભગ 2.93 કરોડ ટન રહ્યું હતું.આ તફાવત ઘટાડવા સરકાર નવા કારખાનાઓ અને આધુનિક ટેક્નોલોજી પર ધ્યાન આપી રહી છે. ચેન્નઈ અને નાંગલના જૂના પ્લાન્ટના આધુનિકીકરણથી ઊર્જા કાર્યક્ષમતા સુધવારની અપેક્ષા છે.
ખેડૂતોને શું થશે ફાયદો?
નવા એકમો કાર્યરત થયા બાદ સ્થાનિક ઉત્પાદન અને ખાતરની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. ઉપરાંત રોજગારીની તકો ઊભી થઈ શકે છે. આ નિર્ણયથી યુરિયાના છૂટક ભાવમાં તાત્કાલિક ઘટાડો થશે તેવી જાહેરાત કરવામાં આવી નથી. આમ, છ પ્રોજેક્ટ ભારતને ખાતર ઉત્પાદનમાં વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: સરકારી ગોદામોમાં ચોખાનો રેકોર્ડ સ્ટોક, છતાં બજારમાં મોંઘા ચોખા! જાણો ભાવવધારાનું કારણ
Also Read

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર! 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર, મળશે 17 ફરજિયાત રજાઓ

BSNL અને MTNLને આર્થિક સંકટમાંથી ઉગારવા સરકાર એક્શનમાં, જાણો શું છે પ્લાન

Black Friday Sale 2026: Flipkart થી લઈને Croma સુધી મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ક્યાં કેટલો ફાયદો થશે

ઓફિસમાં AIના ઉપયોગમાં ભારત પહેલા નંબરે, કર્મચારીઓ દર અઠવાડિયે બચાવે છે 15 કલાક

સોનું ગીરવે મૂકીને લોન લેવાનું ચલણ વધ્યું, છેલ્લા 2 વર્ષમાં બજાર બમણાથી વધુ થઈ ₹23.3 લાખ કરોડને પાર

મૃત્યુ બાદ અંતિમવિધિની ચિંતા નહીં!, ચાર કાંધથી લઈને અસ્થિવિસર્જન સુધીની તમામ વ્યવસ્થા કરશે આ કંપની, 300થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન

ભારતના યુવાનોની વિચારસરણી બદલાઈ: 85% લોકો પોતાનો બિઝનેસ કરવા માગે છે, સર્વેમાં ઘટસ્ફોટ




