કેન્સરની 137 દવાઓ થશે સસ્તી, 9 નવેમ્બરથી નવા ભાવ લાગુ
કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો માટે દવાઓના ભાવ અંગે મોટા સમાચાર છે. કેન્સરની 137 દવા પર 30 ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરાઈ છે. નવા ભાવ 9 નવેમ્બર 2026થી લાગુ થશે અને દવાઓના ભાવ 70 ટકા સુધી ઘટવાની આશા છે.

કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો માટે દવાઓના ભાવ અંગે મોટા સમાચાર છે. કેન્સરની 137 દવા પર 30 ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરાઈ છે. નવા ભાવ 9 નવેમ્બર 2026થી લાગુ થશે અને દવાઓના ભાવ 70 ટકા સુધી ઘટવાની આશા છે. નવા ભાવ 9 નવેમ્બર 2026થી લાગુ થશે. દવા કંપનીઓએ 7 દિવસમાં નવા ભાવની માહિતી આપવાની રહેશે અને દવાઓના નવા ભાવનું લિસ્ટ પણ જાહેર કરવાનું રહેશે. હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર પર પણ નવા રેટ લાગુ થશે. તેનાથી દર્દીઓને દવાના નવા ભાવની માહિતી મળી શકશે.
હોસ્પિટલોએ વેબસાઈટ પર નવા ભાવ બતાવવા પડશે
મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો પર પણ નવા ભાવ લાગુ પડશે. દવા કંપનીઓએ દવાઓના નવા ભાવની યાદી જાહેર કરવાની રહેશે. દવાઓનો સપ્લાય જાળવી રાખવો પણ કંપનીઓ માટે ખૂબ જરૂરી થશે. એટલે કે કંપનીઓએ નવા ભાવની સાથે દવાઓનો સપ્લાય ચાલુ રાખવો પડશે. નવા ભાવ લાગુ થયા પછી હોસ્પિટલોએ તેમની વેબસાઈટ્સ પર પણ દવાઓના નવા રેટ બતાવવા પડશે.
દવાઓના અતિશય Trade Mark-upને નિયંત્રિત કરવાનો કેન્દ્રનો આશય
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ 137 નોન શેડ્યુલ્ડ એન્ટી કેન્સર ડ્રગના ટ્રેડ માર્જિન પર 30%ની મહત્તમ મર્યાદા મૂકવાનો આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર 2013ના પેરાગ્રાફ 19 હેઠળ લેવામાં આવ્યો છે. તેનો હેતુ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી સંબંધિત દવાઓના અતિશય Trade Mark-upને નિયંત્રિત કરવાનો છે. ટ્રેડ માર્જિનનો અર્થ દવાની ખરીદ કિંમત અને તેને વેચવાની કિંમત વચ્ચેનું અંતર છે.
શું કેન્સરની દવાઓ 30% સસ્તી થશે?
સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના આ નિર્ણયથી કેન્સરની દવાઓના ભાવ 70 ટકા સુધી ઘટવાની આશા છે, પરંતુ તે જરૂરી નથી કે ભાવમાં ઘટાડો આવે જ. કેન્સરની દવાઓ પર 30% ટ્રેડ માર્જિન કેપનો અર્થ તમામ દવાઓના ભાવમાં સીધો 30% ઘટાડો નથી. નવા નિયમ મુજબ ઉત્પાદકથી ડિસ્ટ્રીબ્યુર સુધીની કિંમતના આધારે મહત્તમ MRPની ગણતરી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, કોઈ દવાની ડિસ્ટ્રીબ્યુટર પ્રાઈસ ₹70 અને વર્તમાન MRP ₹300 હોય, તો નોટિફિકેશન મુજબ નવી મહત્તમ MRP ₹100 ઉપરાંત લાગુ GST થઈ શકે છે. આ એક ઉદાહરણ છે. વાસ્તવિક ઘટાડો દરેક દવાની હાલની કિંમત પર આધારિત રહેશે.
કઈ દવાઓને અસર થશે?
નોટિફિકેશનમાં Pembrolizumab, Nivolumab, Osimertinib, Bevacizumab, Olaparib, Palbociclib અને અન્ય દવાઓ સહિત કુલ 137 દવાઓનો સમાવેશ થાય છે. નિર્ધારિત દવાઓ ધરાવતી સંબંધિત ફોર્મ્યુલેશન્સ પર આ આદેશ લાગુ પડશે, તેમાં કેટલીક પેટન્ટેડ ડ્રગ્સનો પણ સમાવેશ થઈ શકે છે. ઉત્પાદકોએ નોટિફિકેશન પ્રકાશિત થયાના સાત દિવસની અંદર સંબંધિત ભાવની માહિતી NPPA અને રાજ્ય ડ્રગ કંટ્રોલર્સને આપવાની રહેશે.
કયા બિઝનેસ અને લોકોને અસર થશે?
કેન્સરની 137 દવાઓ ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદકોથી લઈને રિટેલ દવાની દુકાન સુધીની સપ્લાય ચેઈન પર અસર થશે. ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ, દવાની આયાત કરનારા, વિતરકો, હોસ્પિટલ્સ, અને રિટેલ દવાની દુકાનો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે. દવાઓના નવા ભાવના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેના પર રાજ્યના ડ્રગ ક્ટ્રોલર નજર રાખશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

પ્રિયાગોલ્ડ બિસ્કિટમાં આ શું? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો!

FSSAIનો મોટો પ્રસ્તાવ: 6 મહિના સુધીનાં બાળકોના ફૂડમાં ઉમેરેલી ખાંડ પર પ્રતિબંધની તૈયારી

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ, iPhone 17ને બદલે આ મોડલ્સના બોલબાલા

દિવાળી પહેલાં ટપાલ કર્મચારીઓને મોટી ભેટ! 60 દિવસના બોનસની જાહેરાત

EPSમાં ₹15,000 Wage Limit અંગે નવી સ્પષ્ટતા, સરકારી યોગદાનના નિયમોમાં ફેરફાર

Jailer 2 Box Office: રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી! એડવાન્સ બુકિંગ ₹41.48 કરોડ

Indian Passport Ranking: ભારતીય પાસપોર્ટનો વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો





