બજેટ પહેલાં પહેલીવાર યુવાનો સાથે નાણામંત્રીની બેઠક, શું યુવા પેઢી માટે થશે મોટી જાહેરાત?
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે 26મી નવેમ્બરે નવી દિલ્હીમાં યુવાનો સાથે બેઠક યોજી હતી. બજેટ પહેલાં યુવા પ્રતિનિધિઓ સાથે આ પ્રકારની સીધી ચર્ચા પહેલી વખત કરવામાં આવી છે.

Union Budget 2027: આગામી કેન્દ્રીય બજેટમાં યુવાનોની અપેક્ષાઓને મહત્ત્વ આપવા સરકાર નવી પહેલ કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ ગુરુવારે (26 નવેમ્બર) દિલ્હીમાં યુવા પ્રતિનિધિઓ સાથે બજેટ પૂર્વ પરામર્શ બેઠક યોજી હતી. આ પહેલી વખત છે, જ્યારે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં યુવાનો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
13મી અને અંતિમ બેઠક યોજાઈ
નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2027-28 માટેની 13મી અને અંતિમ બજેટ પૂર્વ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ચર્ચામાં નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ, શિક્ષણ મંત્રાલય તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સચિવો હાજર રહ્યા હતા.
અત્યાર સુધી બજેટ પૂર્વ ચર્ચાઓમાં મુખ્યત્વે અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓના સૂચનો લેવામાં આવતા હતા. આ વખતે યુવા પ્રતિનિધિઓને પણ અલગ બેઠક દ્વારા પોતાના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવી છે. નોંધનીય છે કે,ભારતની આશરે 65% વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. તેથી આ વર્ગની જરૂરિયાતો અને અપેક્ષાઓ નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ બની શકે છે.
છેલ્લા 12 વર્ષમાં યુવાનો પર વિશેષ ધ્યાન
અહેવાલો અનુસાર, છેલ્લા 12 વર્ષ દરમિયાન સરકારે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, રમતગમત અને જનભાગીદારી સંબંધિત અનેક નીતિગત નિર્ણયો લીધા છે.આગામી બજેટમાં પણ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા સુધારાઓ આગળ વધારવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
યુવાનો માટે શું જાહેરાત થશે?
યુવાનો સાથે યોજાયેલી બેઠક આગામી બજેટની દિશા સમજવા માટે મહત્વપૂર્ણ છે. જોકે, બેઠકમાં રજૂ થયેલી ચોક્કસ માગણીઓ અથવા સરકારે સ્વીકારેલા સૂચનોની વિગતો જાહેર કરવામાં આવી નથી. તેથી રોજગારી, શિક્ષણ કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી યોજનાઓ જાહેર થશે એવું અત્યારે નિશ્ચિત કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, બજેટ 2027-28 પહેલાં યુવાનો સાથે સીધો સંવાદ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ પહેલ છે. હવે તેમના સૂચનો આગામી બજેટમાં કેટલા પ્રતિબિંબિત થાય છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ
Also Read

સંસદનું સત્ર ફરી થશે શરૂ: 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાની કાર્યવાહી; સીમાંકન અને મહિલા અનામત મુદ્દે ગરમાશે રાજકારણ

ભારતના આ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારો માટે ખુલશે નવા દરવાજા, અબજો રૂપિયાના રોકાણની શક્યતા

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર! 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર, મળશે 17 ફરજિયાત રજાઓ

BSNL અને MTNLને આર્થિક સંકટમાંથી ઉગારવા સરકાર એક્શનમાં, જાણો શું છે પ્લાન

Black Friday Sale 2026: Flipkart થી લઈને Croma સુધી મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ક્યાં કેટલો ફાયદો થશે

ઓફિસમાં AIના ઉપયોગમાં ભારત પહેલા નંબરે, કર્મચારીઓ દર અઠવાડિયે બચાવે છે 15 કલાક

ખાતરની આયાત ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, ₹54,000 કરોડના ખર્ચે બનશે 6 યુરિયા પ્લાન્ટ




