ન્યૂઝીલેન્ડે ભારત સાથેના વેપારને આપી મંજૂરી! નિકાસના 95% માલ પર ટેરિફ નાબૂદ
ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકતા કાયદાને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. કરાર લાગુ થયા બાદ ભારતથી ન્યૂઝીલેન્ડમાં નિકાસ થતા તમામ માલને 100% ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે.

ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકતા કાયદાને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. કરાર લાગુ થયા બાદ ભારતથી ન્યૂઝીલેન્ડમાં નિકાસ થતા તમામ માલને 100% ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે. બીજી તરફ, ભારત મોકલવામાં આવતા ન્યૂઝીલેન્ડના લગભગ 95% માલ પરની ઈમ્પોર્ટ ટેરિફ નાબૂદ અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટીએ પણ દેશના આર્થિક હિત અને ભારત સાથેના વેપારી સંબંધોને ધ્યાનમાં રાખીને કરારને સમર્થન આપ્યું હતું.
ન્યૂઝીલેન્ડના 95% માલને ટેરિફમાં રાહત
કરાર હેઠળ ભારત નિકાસ થતા ન્યૂઝીલેન્ડના લગભગ 95% માલ પર લાગતી આયાત ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. કરાર અમલમાં આવતાં જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ્સ ડ્યૂટી શૂન્ય થઈ જશે. આ પગલાથી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને ભારતીય બજારમાં પ્રવેશ સરળ બનશે અને બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો થવાની શક્યતા છે.
ભારતીય નિકાસકારોને મળશે રાહત
ન્યૂઝીલેન્ડે ભારત માટે પોતાનું માલ બજાર સંપૂર્ણપણે ખોલવાની તૈયારી દર્શાવી છે. ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ માલને 100% ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે. તેનાથી ભારતીય નિકાસકારોના ઉત્પાદનો ન્યૂઝીલેન્ડના બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે છે. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં $20 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ રોકાણથી બંને દેશો વચ્ચે વેપારની સાથે મૂડીપ્રવાહ અને આર્થિક ભાગીદારી પણ મજબૂત થઈ શકે છે.
દ્વિપક્ષીય વેપાર $2.29 બિલિયન
ભારત અને ન્યૂઝીલેન્ડે એપ્રિલ 2026માં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જૂન 2026 સુધીના આંકડા પ્રમાણે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) 3.99 બિલિયન ન્યૂઝીલેન્ડ ડૉલર એટલે કે આશરે $2.29 બિલિયન સુધી પહોંચ્યો હતો. ભારત હાલમાં ન્યૂઝીલેન્ડનું નવમું સૌથી મોટું નિકાસ બજાર છે. આ કરાર ભારતીય નિકાસકારોને નવા બજારની તક આપવાની સાથે બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો: UPIના નવા નિયમ બાદ PAYTM-MOBIKWIKમાં 4%થી વધુનો ઉછાળો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
