Michelin Key 2026: ભારતની 47 હોટેલને માન્યતા, સાસણ ગીરની Woods at Sasanને One Key
ભારતની હોટેલ ઇન્ડસ્ટ્રીને Michelin Guideની 2026ની Key પસંદગીમાં મહત્વનું સ્થાન મળ્યું છે. દેશભરની 47 હોટેલને તેમના અનુભવ અને આતિથ્ય માટે માન્યતા આપવામાં આવી છે.

ભારતની હોટેલ ઇન્ડસ્ટ્રીને Michelin Guideની 2026ની Key પસંદગીમાં મહત્વનું સ્થાન મળ્યું છે. દેશભરની 47 હોટેલને તેમના અનુભવ અને આતિથ્ય માટે માન્યતા આપવામાં આવી છે. રેસ્ટોરાં માટેના Michelin Starની જેમ હોટેલ માટે Michelin Key આપવામાં આવે છે. હોટેલનું મૂલ્યાંકન તેની ડિઝાઇન, સેવા, આગવી ઓળખ, કિંમત સામે મળતા અનુભવ અને સ્થાનિક સ્થળ સાથેના જોડાણને આધારે થાય છે.
ભારતની પસંદ થયેલી 47 હોટેલમાંથી 30ને One Key, 15ને Two Keys અને બે હોટેલને Three Keys મળ્યાં છે. One Key ખાસ રોકાણનો અનુભવ આપતી હોટેલ માટે છે. Two Keys એવી હોટેલને મળે છે જે તેની ઓળખ, સ્થાપત્ય અને સેવા માટે વિશેષ સ્થાન ધરાવે છે. Three Keys આ પસંદગીનું સર્વોચ્ચ સન્માન છે; તેમાં હોટેલનો અનુભવ જ પ્રવાસનું મુખ્ય આકર્ષણ બને છે.
Three Keys
ભારતમાં આ Three Keys મેળવનારી એટલે કે સર્વોચ્ચ માન્યતા હૈદરાબાદની Taj Falaknuma Palace અને ઉદયપુરની Taj Lake Palaceને મળી છે. બંને ઐતિહાસિક હોટેલ તેમની આગવી ઇમારત અને મહેમાનગતિ માટે જાણીતી છે.
Two Keys
Two Keys મેળવનારી હોટેલોમાં ઉદયપુરની The Oberoi Udaivilas અને Raffles Udaipur, જયપુરની Raffles Jaipur અને The Leela Palace, આગ્રાની The Oberoi Amarvilas તથા નવી દિલ્હીની The Imperial અને The Leela Palaceનો સમાવેશ થાય છે. આ યાદીમાં રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના પ્રકૃતિ તથા વન્યજીવ પ્રવાસ સાથે જોડાયેલા રિસોર્ટ પણ છે.
One Key
One Keyની યાદીમાં મુંબઈની Taj Mahal Palace, Taj Mahal Tower, Four Seasons Hotel અને The St. Regis જેવી હોટેલ છે. જયપુર, વારાણસી, ચેન્નઈ, પુણે અને લદ્દાખની પ્રોપર્ટીને પણ સ્થાન મળ્યું છે. ગુજરાત માટે નોંધપાત્ર બાબત એ છે કે સાસણ ગીરની Woods at Sasan હોટેલ One Keyની યાદીમાં સામેલ છે.
Michelinની માન્યતા માત્ર હોટેલની વૈભવી સુવિધાઓ (Luxurious lifestyle) સુધી મર્યાદિત નથી. પ્રવાસીને મળતો સમગ્ર રોકાણનો અનુભવ, સ્થળની ઓળખ અને સેવાની ગુણવત્તા પણ તેમાં મહત્વ ધરાવે છે. ભારતની 47 હોટેલની પસંદગી શહેરની ઐતિહાસિક હોટેલોથી લઈને પ્રકૃતિની નજીક આવેલા રિસોર્ટ સુધી દેશની આતિથ્ય સેવાઓની વિવિધતા દર્શાવે છે.
આ પણ વાંચો: Tourism: ભારતીયો ક્યાં અને કેટલો ખર્ચ કરે છે? ધાર્મિક પ્રવાસ ટોચ પર, મેડિકલ ટ્રાવેલ સૌથી ખર્ચાળ
આ પણ જુઓ:

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

