UPI પેમેન્ટ પર MDR ચાર્જ વૈશ્વિક સ્તરે લાગુ પડશે? જાણો શું કહે છે સરકાર
UPIથી 11 દેશોમાં ત્વરિત પેમેન્ટ થઈ શકે છે ત્યારે શું આ બધા જ દેશોમાં પેમેન્ટ કરવા પર MDR ચાર્જ લાગુ પડશે?

નવી દિલ્હી : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વિકસાવેલી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર MDR ચાર્જની જાહેરાત કરાઈ છે ત્યારથી ભારતમાં આ અંગે ભારે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, NPCIએ UPIની સેવાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધાર્યો છે. હાલમાં દુનિયાના 11 દેશોમાં UPI મારફત રીયલ ટાઈમમાં પેમેન્ટ્સ કરી શકાય છે. ગ્રીસ અને માલદિવ્સ બે લેટેસ્ટ દેશો છે જેમણએ UPIથી પેમેન્ટ સ્વીકારવાને મંજૂરી આપી છે. UPIથી પેમેન્ટ સ્વીકારતા અન્ય દેશોમાં કમ્બોડિયા, ભૂતાન, નેપાળ, સિંગાપોર, યુએઈ, ફ્રાન્સ, શ્રીલંકા, મોરેશિયસ અને કતારનો સમાવેશ થાય છે. સરકાર 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર MDR ચાર્જ લગાવવા જઈ રહી છે ત્યારે આ દેશોમાં રૂ. 2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જ લાગશે કે નહીં તે મોટો સવાલ છે.
UPI ટ્રાન્ઝેક્શન માટે નવું MDR માળખુ UPIથી પેમેન્ટ સ્વીકારવામાં આવતા બધા જ 11 દેશોમાં પણ લાગુ પડશે તેમ નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, સરકારે આ મહિનાની શરૂઆતમાં MDR અંગે જાહેર કરેલા FAQમાં બધા જ 11 દેશોમાં આ ચાર્જીસ લાગશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેથી આ બાબતે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.
MDR 0.4 ટકાથી રૂ. 300 સુધી મર્યાદિત
નવા માળખા હેઠળ ભારતમાં રૂ. 2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકા MDR ચાર્જ લાગુ પડશે. જોકે, રૂ. 75,000થી વધુના UPI પેમેન્ટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન આ ચાર્જ પર રૂ. 300ની મર્યાદા લાગુ કરાઈ છે. એટલે કે UPIથી કરવામાં આવેલા રૂ. 75,000થી વધુના પેમેન્ટ પર રૂ. 300થી વધુ ચાર્જ વસૂલી શકાશે નહીં. આ ચાર્જ ગ્રાહક નહીં વેપારીએ ચૂકવવાનો રહેશે. વધુમાં રેલવે, ટેલિકોમ્યુનિકેશન્સ, વીમા, ઈંધણ અને કૃષિ વસ્તુઓ જેવા આવશ્યક અને બહુ ઓછું માર્જિન હોય તેવા સેક્ટર્સમાં રૂ. 2,000થી વધુના પ્રત્યેક ટ્રાન્ઝેક્શન્સ પર રૂ. 5નો ફ્લેટ MDR લાગુ પડશે.
આ સિવાય મૂડી બજાર આધારિત UPI પેમેન્ટ્સ પર 0.02 ટકા MDR લાગુ પડશે. તેમાં પણ મહત્તમ રૂ. 300ની મર્યાદા લાગુ કરાઈ છે. આ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, સિક્યોરિટીઝ, સ્ટોક બ્રોકર્સ અને ડીલર્સ સાથેના ટ્રાન્ઝેક્શન્સનો સમાવેશ થાય છે.
વ્યક્તિથી વ્યક્તિ UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત
સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે વ્યક્તિથી વ્યક્તિ થતા UPI ટ્રાન્ઝેક્શન્સ હજુ પણ સંપૂર્ણપણે મફત છે. એટલે કે UPIથી વ્યક્તિથી વ્યક્તિને નાણાં મોકલવા અથવા મેળવવા પર ગમે તેટલી મોટી રકમ હોય તો પણ કોઈ ટ્રાન્ઝેક્શન ફી, પ્લેટફોર્મ ફી અથવા અન્ય ચાર્જ લાગુ નહીં પડે. સરકારના 15 સપ્ટેમ્બરના રોજ કરાયેલા નિવેદન મુજબ MDR ચાર્જ મર્ચન્ટ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં લાગુ કરાયો છે. તેથી UPI પેમેન્ટ કરતા ગ્રાહકો પર તે લાગુ પડશે નહીં.
વેપારીઓ ગ્રાહકો પાસેથી MDR ના વસૂલે તેની ખાતરી રાખવાનું કામ બેન્કોને સોંપાયું છે. સરકારે UPI એપ્લિકેશન પ્રોવાઈડર્સને પણ પ્લેટફોર્મ ફી લાદવા અથવા છુપાયેલા ચાર્જીસ લાગુ કરવા સામે આકરી ચેતવણી આપી છે.
નાના વેપારીઓ માટે UPI પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત
UPI પેમેન્ટ સેવા સમગ્ર દેશમાં વ્યાપક પણે સ્વીકૃત બની છે ત્યારે સરકારે MDR લાગુ કરતી વખતે નાના વેપારીઓ પર તેની વિપરિત અસર ના પડે તેનું વિશેષ ધ્યાન રાખ્યું છે. સ્ટ્રીટ વેન્ડર્સ સહિત નાના વેપારીઓ કે જેઓ માસિક રૂ. 1 લાખથી ઓછું ટર્નઓવર ધરાવે છે અને UPI અથવા ક્યુઆર કોડ મારફત વ્યક્તિથી-વ્યક્તિ-મર્ચન્ટ કેટેગરીમાં આવે છે તેમણે MDR ચાર્જ ન ભરવો પડે તેની ખાતરી કરવામાં આવી છે. તેમના માટે દરેક પ્રકારના UPI ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણ મફત રખાયા છે. વધુમાં નાના વેપારીઓમાં UPIનું ચલણ વધે તે માટે સરકારે એક સમર્પિત ફંડ બનાવવાની તૈયારી શરૂ કરી છે. સરકારના જણાવ્યા મુજબ MDRથી એકત્ર થનારા કુલ ભંડોળના પાંચ ટકા રકમનો ઉપયોગ નાના વેપારીઓમાં UPIને લોકપ્રિય બનાવવા કરાશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
