KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSE IPOમાં રોકાણ કરવું કે નહીં? 8માંથી 4 બ્રોકરેજની ‘Apply’ સલાહ

NSEના અત્યંત રાહ જોવાતા IPO અંગે બ્રોકરેજ અને સંશોધન સંસ્થાઓનો અભિપ્રાય એકંદરે સકારાત્મક છે.

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NSE

અમદાવાદઃ NSEના અત્યંત રાહ જોવાતા IPO અંગે બ્રોકરેજ અને સંશોધન સંસ્થાઓનો અભિપ્રાય એકંદરે સકારાત્મક છે. ઉપલબ્ધ 8 અહેવાલોમાંથી 4એ ‘Apply’, એકે ‘May Apply’ અને 3એ કોઈ રેટિંગ આપ્યું નથી. એકપણ બ્રોકરેજે IPOથી દૂર રહેવાની સલાહ આપી નથી. જોકે ઊંચું મૂલ્યાંકન, ડેરિવેટિવ્સ કારોબાર પર નિર્ભરતા અને નિયમનકારી ફેરફારો મુખ્ય જોખમ છે.


મોટાભાગના રેટેડ અહેવાલોમાં ‘Apply’ની સલાહ

Choice Equity Broking, Sushil Financial Services, Swastika Investmart અને Ventura Securitiesએ NSE IPOમાં અરજી કરવાની સલાહ આપી છે. Capital Marketએ ‘May Apply’ અભિપ્રાય આપ્યો છે. એટલે સ્પષ્ટ રેટિંગ આપનારી 5માંથી 4 સંસ્થાઓનો અભિપ્રાય સકારાત્મક છે.

JM Financial Services, Motilal Oswal Financial Services અને SBICAP Securitiesએ IPO અંગે માહિતી અને વિશ્લેષણ આપ્યું છે, પરંતુ કોઈ રોકાણ રેટિંગ આપ્યું નથી. ‘Not Rated’નો અર્થ નકારાત્મક અભિપ્રાય કે ‘Avoid’ થતો નથી.



NSEની મજબૂત બજારહિસ્સેદારી સૌથી મોટું આકર્ષણ

નાણાકીય વર્ષ 2025-26માં NSEનો રોકડ બજારમાં 92.99%, ઇક્વિટી ફ્યુચર્સમાં 99.79% અને ઇક્વિટી ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવરમાં 74.71% હિસ્સો હતો. મજબૂત નફાકારકતા, દેવુંમુક્ત બેલેન્સશીટ, ટેક્નોલોજી માળખું અને ટ્રેડિંગથી લઈને ક્લિયરિંગ સુધીનું સંકલિત વ્યવસાયિક મોડેલ NSEના મુખ્ય સકારાત્મક પાસાં છે. SAMCO Securitiesએ પણ NSEની બજાર આગેવાની, ઊંચા નફાના માર્જિન, દેવુંમુક્ત સ્થિતિ અને લાંબા ગાળાની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ‘લાંબા ગાળા માટે Subscribe’ની સલાહ આપી છે.

 

મૂલ્યાંકન અને નિયમનકારી ફેરફારો મુખ્ય જોખમ

₹1,785ના ઉપલા ભાવે NSEનું મૂલ્યાંકન નાણાકીય વર્ષ 2025-26ની કમાણીના લગભગ 43 ગણા થાય છે. તેથી IPO સસ્તો છે એવું સીધું કહી શકાય નહીં. ડેરિવેટિવ્સ ટ્રેડિંગ પર વધુ નિર્ભરતા, SEBIના નિયમોમાં ફેરફાર અને BSE તરફથી વધતી સ્પર્ધા કંપનીની આવક તથા વૃદ્ધિને અસર કરી શકે છે. આ IPO સંપૂર્ણપણે Offer for Sale છે. NSEને IPOમાંથી કોઈ નવી મૂડી નહીં મળે અને મળતી રકમ વેચાણ કરનારા હાલના શેરધારકોને જશે.

એકંદર મત: NSE IPO ‘Avoid’ શ્રેણીમાં દેખાતો નથી. લાંબા ગાળાના રોકાણકારો મૂલ્યાંકન અને જોખમોને ધ્યાનમાં રાખીને અરજી કરી શકે છે. માત્ર લિસ્ટિંગ ગેઇન અથવા ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે જ ઝંપલાવી શકાય નહીં.

8માંથી 4 બ્રોકરેજે ‘Apply’ અને એકે ‘May Apply’ની સલાહ આપી છે; કોઈએ ‘Avoid’ કહ્યું નથી. NSEનું બજાર પર વર્ચસ્વ, દેવામુક્ત બેલેન્સ શીટ અને ઊંચી નફાકારકતા IPOનાં મુખ્ય સકારાત્મક પાસાં છે. ડેરિવેટિવ્ઝ પર નિર્ભરતા, નિયમનકારી જોખમ, ઊંચું મૂલ્યાંકન અને સંપૂર્ણ OFS હોવું મુખ્ય ચિંતાઓ છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM