ભારતીય શેરબજારમાં અનોખો દિવસઃ એક સાથે છ કંપનીઓનું લિસ્ટિંગ, ચારનું પોઝિટિવ એકનું ફ્લેટ
ભારતીય શેરબજારમાં ગુરુવારનો દિવસ અત્યંત મહત્વનો હતો. એક સાથે છ આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. તેમા ચાર પોઝિટિવ, એક ફ્લેટ અને એક માઇનસમાં ખૂલ્યો હતો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં ગુરુવારનો દિવસ અત્યંત મહત્વનો રહ્યો છે. 17મી સપ્ટેમ્બરે એક સાથે છ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. તેમા રેન્ટોમોજો, એસેટ રિકન્સ્ટ્રકશન કંપની (ઇન્ડિયા), મણિપાલ પેમેન્ટ એન્ડ એન્ટિટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઇન્ડિયા, એલસીસી પ્રોજેક્ટ્સ અને કરમતારા એન્જિનિયરિંગ સામેલ છે. આ છ આઇપીઓમાં રોકાણકારોની અલગ-અલગ સ્તરે માંગ જોવા મળી હતી. છમાંથી ચાર કંપનીઓના શેર પ્રીમિયમે લિસ્ટ થયા છે. એક લિસ્ટિંગ ફ્લેટ થયું અને બીજા લિસ્ટિંગમાં ત્રણ ટકા વધારો થયો છે.
Rentomojo Ltd
Rentomojoનો શેર 19.3 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો છે. સ્ટોકનું લિસ્ટિંગ આઇપીઓ પ્રાઇસ રૂ. 404ની સામે 482 રૂપિયાએ થયું છે. આઇપીઓ 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. આ આઇપીઓ 72.88 ગણો ભરાયો હતો. કંપનીએ આઇપીઓ માટે રૂ. 384થી રૂ. 404નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. ઇશ્યુનું કદ લગભગ રૂ. 1,255.57 કરોડ છે. કંપની ટેકનોલોજી આધારિત રેન્ટલ અને સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ છે. તે ગ્રાહક ફર્નિચર, ઘરેલું ઉપકરણ, ઇલેક્ટ્રોનિક્સ અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનો ભાડે આપે છે.
Asset Reconstruction Company India LTD (Arcil)
Arcilનું લિસ્ટિંગ ફ્લેટ રહ્યું છે. સ્ટોકનો ઇશ્યૂ પ્રાઇસ રૂ. 139 હતો. આ આઇપીઓ પણ 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન ખૂલ્યો હતો. કંપનીએ 132થી 139ના પ્રાઇસ બેન્ડ પર રૂ. 733 કરોડ એકત્રિત કર્યા હતા. આઇપીઓને 20.10 ગણુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. કંપની બેન્કો અને નાણા સંસ્થાઓ પાસે ફસાયેલી સ્ટ્રેસ્ડ એસેટ્સ ખરીદે છે. રિસ્ટ્રકચરિંગ, સેટલમેન્ટ અને સિક્યોરિટી એન્ફોર્સમેન્ટ જેવી પદ્ધતિઓ દ્વારા આ સંપત્તિઓની વસૂલાત અને સમાધાનનું કામ કરે છે.
Manipal Payment and Identity Solutions LTD
Manipal Payment and Identity Solutions LTDનો શેર 339ના ઇશ્યૂ પ્રાઇસની તુલનાએ 330 રૂપિયાએ લિસ્ટ થયો છે. આમ શેર આઇપીઓ પ્રાઇસથી ત્રણ ટકાના ડિસ્કાઉન્ટે લિસ્ટ થયો છે. આમ ઇશ્યૂ પ્રાઇસથી નીચે લિસ્ટ થનારો એકમાત્ર શેર રહ્યો છે. કંપનીએ રૂ. 322થી 339ના પ્રાઇસ બેન્ડે રૂ. 805 કરોડ એકત્રિત કર્યા હતા. કંપની બેન્કો, ફિનટેક કંપનીઓ, એનબીએફસી અને સરકારી સંસ્થાઓ માટે પેમેન્ટ કાર્ડ, ઓળખ દસ્તાવેજ, સુરક્ષિત પ્રિન્ટિંગ, સ્માર્ટ ટેગિંગ અને IoT સાથે જોડાયેલી સેવા અને સમાધાન પૂરાં પાડે છે.
Steamhouse India LTD
Steamhouse India LTDનું લિસ્ટિંગ 94.5 રૂપિયા પર પ્રીમિયમે થયું છે. જ્યારે ઇશ્યૂ પ્રાઇસ 77-81 રૂપિયા હતો. આમ તેનું લિસ્ટિંગ 17 ટકા પ્રીમિયમે થયું છે. આ આઇપીઓ 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન ખૂલ્યો હતો. કંપનીને રૂ. 414 કરોડ ભંડોળ પેટે મળ્યા હતા. અંતિમ દિવસે તેને 30.49 ગણુ સબસ્ક્રીપ્શન મળ્યું હતું. કંપની ઔદ્યોગિક ગેસ, ખાસ કરીને સ્ટીમ અને નાઇટ્રોજનના ઉત્પાદન પાઇપલાઇન નેટવર્ક દ્વારા કેન્દ્રીકૃત સપ્લાયના કારોબારમાં છે. કંપની આઇપીઓ પેટે મેળવેલી રકમનો ઉપયોગ ઋણ ચૂકવવા અને ક્ષમતા વિસ્તાર માટે કરવામાં આવ્યો છે.
LCC Projects
બીએસઈ પર એલસીસી પ્રોજેક્ટ્સનો શેર 191.9 પર પ્રીમિયમે લિસ્ટ થયો છે. એલસીસી પ્રોજેક્ટ્સ આઈપીઓ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખૂલ્યો હતો અને તેનો 48.51 ગણો ભરાયો હતો. કંપનીએ ઇશ્યૂ માટે પ્રતિ શેર ₹139 થી ₹146નો પ્રાઈસ બૅન્ડ નક્કી કર્યો અને ઈશ્યૂનું કદ ₹427.14 કરોડ હતો. LCC Projects એક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન યાની ઇપીસી કંપની છે, જે મુખ્ય રૂપે સિંચાઈ અને જળ પુરવઠાથી પ્રોજેક્ટ પર કામ કરે છે.
Karamtara Engineering
Karamtara Engg ની લિસ્ટની નજીક 26% પ્રીમિયમ પર છે અને 254 રૂપિયા ઈશ્યુ પ્રાઈસના મુકાબલે 320 રૂપિયા પર લિસ્ટ થયો છે. કંપનીનો ₹875 કરોડનું આઈપીઓ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી આવ્યો હતો અને તેને 66.01 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. કંપનીએ ₹241 થી ₹254 પ્રતિ શેરનો પ્રાઈસ બૅન્ડ ગોઠવ્યો હતો. કરમતારા એન્જિનિયરિંગ રિન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સફર સેક્ટર માટે ઉત્પાદન બનાવે છે. તેના ઉત્પાદનોમાં સોલર મૉડ્યુલ મૅન્ડિંટિંગ સ્ટ્રક્ચર, સોલર ટ્રેકર કંપોનેંટ, ટ્રાન્સમિશન લીન ટાવર અને અન્ય ટ્રાન્સમિશન હાર્ડવેર સામેલ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

