KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Children’s Day પર બાળકને આપો નાણાકીય શિક્ષણ અને ભવિષ્યનો પાયો મજબૂત કરો

આ બાળદિને બાળકોને પૈસાનું મૂલ્ય સમજાવવાની શરૂઆત કરો. પોકેટ મની, બચતનાં લક્ષ્યો અને મનોરંજક રમતો દ્વારા બજેટ બનાવતાં તથા જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો તફાવત ઓળખતાં શીખવો. નાની ઉંમરની આ ટેવો ભવિષ્યમાં સમજદારીપૂર્વક નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.

kuberanow deskPublished On : 14 Nov 2026
Children's Day
Children’s DayAI Image

Children’s Day: આ બાળદિન પર, શા માટે એવી કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરો જે તમારા બાળકના ભવિષ્યને અસર કરી શકે? નાણાકીય વ્યવસ્થાપન એટલે કે રૂપિયાનું મેનેજમેન્ટ એ ફક્ત એક કૌશલ્ય (Skill) નથી; પરંતુ એક શક્તિશાળી સાધન છે જે તમારા બાળકોને જીવનમાં અણધાર્યા નાણાકીય પડકારોનો સામનો કરવા માટે સશક્ત બનાવે છે. છતાં, નાણાકીય શિક્ષણ વિશે શાળાઓમાં ભાગ્યે જ શીખવવામાં આવે છે. તમે તમારા બાળકને બજેટ બનાવવું, બચત અને રોકાણ કરવા જેવી ટેવોને નાની ઉંમરથી જ પ્રોત્સાહન આપીને આજીવન નાણાકીય શિક્ષણ આપીને સશક્ત બનાવી શકો છો. ચાલો આજનાં સમયમાં અનિવાર્ય એવી સ્કિલ વિકસાવવા માટે કેટલીક મનોરંજક અને ઇન્ટરેક્ટિવ રીતો શોધીએ.

 

બાળકો માટે નાણાકીય શિક્ષણ શા માટે?

 

બાળકો કન્ઝ્યુમર કલ્ચર એટલે ખરીદી અને વપરાશને પ્રાધાન્ય આપતી સંસ્કૃતિથી ઘેરાઈ મોટા થાય છે અને એ પણ ઘણીવાર પૈસાનું મૂલ્ય અથવા તેનું સંચાલન કેવી રીતે કરવું તે સમજ્યા વિના. બાળકોને નાણાકીય વ્યવસ્થાપન વિશે શીખવવાથી તેમને જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે તફાવત કરવા માટે વ્યવહારુ જ્ઞાન પણ મળે છે. કાચી વયનાં બાળકો માટે પૈસાનું વ્યવહારૂ જ્ઞાન કેવી રીતે આપવું એ માતા-પિતા માટે પડકારરૂપ બની જાય છે ત્યારે જાણો તેમને કેવી રીતે પ્રેક્ટિકલ નોલેજ આપી શકાય.

 

નાણાકીય શિક્ષણ શરૂ કરવા માટેની વ્યવહારુ ટિપ્સ

પોકેટ મની અને બજેટિંગ

પોકેટ મની બાળકોને પૈસાનું વ્યવસ્થાપન (Money Management) અને સ્માર્ટ બની ખર્ચ કરતા વિશે શીખવે છે. એક નાનું સાપ્તાહિક અથવા માસિક પોકેટ મની પણ આપવું એ એક શાનદાર શરૂઆત હોઈ શકે છે. બાળકોને રમકડું ખરીદવા જેવી જરૂરિયાત માટે કેટલી બચત કરવી, ખર્ચ કરવી અથવા કેટલી રકમ ખર્ચવી તેનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરો.

 

તેમના ખિસ્સાના પૈસા કમાવવા

પોકેટ મની આપવા ઉપરાંત, બાળકો માટે નાના કાર્યો દ્વારા કમાણી કરવાની તકો ઊભી કરો. જેમ કે ઘરકામ અથવા કામકાજ પૂર્ણ કરવામાં મદદ કરવા પ્રોત્સહન આપવું. આ કમાણી તેમને કામના મૂલ્યનું વ્યવહારુ જ્ઞાન આપે છે, જે તેમને ઇચ્છાઓને પ્રાથમિકતા આપવામાં અને ખર્ચનું આયોજન કરવામાં મદદ કરે છે.

 

બચત કરીને લક્ષ્યો નક્કી કરવા

બચત એ બાળકો કે યુવાનોનાં મન માટે પડકારજનક બની શકે છે, પરંતુ ધ્યેય-લક્ષી બચત ભવિષ્યમાં મહત્વનો ફાળો ભજવી દે છે. ઉદાહરણ તરીકે, જો તમારા બાળકને રમકડું જોઈએ છે, તો સમજાવો કે તેમને નિર્ધારિત સમયમર્યાદામાં તે લક્ષ્ય સુધી પહોંચવા માટે દર અઠવાડિયે કેટલી બચત કરવાની જરૂર પડશે. બાળકોને સરળ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે શીખવવાથી તેમજ તેને સમલક્ષ ઉદાહરણો આપી શિસ્તબદ્ધ બચતને પ્રોત્સાહન મળી શકે છે.

 

રોકાણનો પરિચય

મોટા બાળકો અથવા યુવાનો માટે બચત ખાતાઓ, ચિલ્ડ્રન સ્પેશિયલ બેંક ખાતાઓ અથવા તો જુનિયર રોકાણ યોજનાઓ જેવા સરળ રોકાણ વિકલ્પોની ચર્ચા કરવાથી નાની ઉંમરથી રોકાણ પ્રત્યે સજાગ થઈ શકે છે.

 

પૈસાની રમતો રમવી

મોનોપોલી અથવા વર્ચ્યુઅલ સિમ્યુલેટર જેવી નાણાકીય થીમ આધારિત રમતો બજેટિંગ, રોકાણ અને નાણાકીય વ્યવસ્થાપન વિશે શીખવાનું મનોરંજક બનાવી શકે છે. આ રમતો વાસ્તવિક નાણાં સંભાળવાના દબાણ વિના વ્યૂહાત્મક વિચારસરણી અને જોખમ વ્યવસ્થાપન જેવી આવશ્યક કુશળતા શીખવે છે.

 

Children's Day


બાળકો માટે રોકાણના રસ્તાઓ શોધવા

માતાપિતા તરીકે, તમે તમારા બાળકનું નાણાકીય ભવિષ્ય સુનિશ્ચિત કરવા માંગતા હોવ છો. ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો એક રસ્તો એ છે કે તેમના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રારંભિક રોકાણનાં વિકલ્પો શોધો. લાંબા ગાળાના ધ્યેયો માટે, બાળકને તેના સપના પૂરા કરવામાં મદદ કરવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને ચાઇલ્ડ સેવિંગ્સ પ્લાનનો વિચાર કરી શકો છો.

 

જેમ જેમ તમારું બાળક મોટું થાય છે, તેમ તેમ તમે તેમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની વિભાવનાથી પરિચિત કરાવી શકો છો, તે કેવી રીતે કાર્ય કરે છે અને ઉચ્ચ વળતર (હાઈ રિટર્ન)ની સંભાવના સમજાવી શકો છો. દીકરીઓના માતાપિતા માટે, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક આકર્ષક વિકલ્પ છે. આ સરકાર-સમર્થિત યોજના કર લાભો અને વિશ્વસનીય વળતર પ્રદાન કરે છે, જે તેને ભવિષ્યના શિક્ષણ અથવા લગ્ન ભંડોળ માટે એક સમજદાર પસંદગી બનાવે છે.

 

મની મેનેજમેન્ટ શીખવા માટે વ્યવહારુ સંસાધનો

 

1. બાળકો માટે નાણાકીય પુસ્તકો

ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન અથવા રિચ ડેડ પુઅર ડેડ જેવા પુસ્તકો યુવાન વાચકો માટે તથા મનીબની સિરીઝ, મની નિન્જા, ધ બર્ન્સ્ટેઈન બિયર્સ ટ્રબલ વીથ મની, એલેક્ઝાન્ડર્સ-હુ યુઝ્ડ ટુ બી રિચ લાસ્ટ સન્ડે, ફાઈનાન્સ 101 ફોર કિડ્સ, લિટલ ઈકોનોમિસ્ટ-મની મેટર્સ, ફાઈનાન્સ લિટરસી હેન્ડબૂક જેવા પુસ્તકો નાના બાળકોની નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ સંસાધનો છે.

 

2. નાણાકીય સાક્ષરતા એપ્લિકેશન્સ

 

બાળકો માટે રચાયેલ એપ્લિકેશન્સનો વિચાર કરો જે વર્ચ્યુઅલ મની મેનેજમેન્ટની એક્સરસાઈઝ આપે છે. તેઓ વાસ્તવિક જીવનના નાણાંના નિર્ણયોને ફોલો કરી શકે છે, બાળકોને બજેટિંગ, બચત અને રોકાણ સમજવામાં મદદ કરે છે.

 

3. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ

 

ઘણી વેબસાઇટ્સ હવે બાળકો માટે ઇન્ટરેક્ટિવ ફાઈનાન્શિયલ લિટરેસી મોડ્યુલ પ્રદાન કરે છે. મની મેનેજમેન્ટ બેઝિક્સ પર ફોકસ કરતા અનુકૂળ પ્લેટફોર્મ શોધો.

 

નાણાકીય જ્ઞાન આપવું એ તમારા બાળકને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટોમાંની એક છે. આ કુશળતાથી સજ્જ બાળકો પૈસા પ્રત્યે સ્વસ્થ અભિગમ સાથે મોટા થાય છે, સમજી-વિચારીને નિર્ણયો લે છે જે તેમની ભાવિ નાણાકીય સુરક્ષામાં ફાળો આપે છે. આ બાળ દિવસે, તમારા બાળકને નાણાકીય સાક્ષરતાની ભેટ સાથે જીવનભરનો લાભ આપો.


આ પણ વાંચો: શેરબજારમાં પહેલી વાર રોકાણ કરો છો? SEBIના 7 મફત મોડ્યુલથી મળશે સમજ


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn