KuberaNowLogo
Sunday, 20/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold ETFમાં એક વર્ષમાં 35 ટકાનું રિટર્ન મળ્યું, ઓછા રૂપિયાથી સોનામાં રોકાણની તક

ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં 2,596કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે જુલાઈમાં 1,558 કરોડ કરતાં વધુ હતું, ગોલ્ડ ETFમાં એક વર્ષમાં 35 ટકાથી વધુનું રિટર્ન

KuberaNow
desk@kuberanowPublished On : 20 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold ETF 19
AI Generated Image

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન, હુથી બળવાખોરો-સાઉદી અરબ વચ્ચે યુદ્ધ, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી ભૂ-રાજકીય તણાવપૂર્ણ સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જેવી પરિસ્થિતિઓના કારણે રોકાણકારો માટે ક્યાં રોકાણ કરવું તે મુંઝણવરૂપ બન્યું છે. જોકે, આવા સમયમાં સોનું રોકાણકારોને આકર્ષી રહ્યું છે. સોનાનો રોકાણ તરીકે ઉપયોગ કરનારા રોકાણકારો ફિઝિકલ ગોલ્ડના બદલે ડિજિટલ ગોલ્ડમાં રોકાણને વધુ પ્રાથમિક્તા આપે છે. ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં 2,596કરોડ રૂપિયાનું રોકાણ આ બાબતનો પુરાવો છે. ગોલ્ડ ETFમાં જુલાઈમાં 1,558 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું હતું. ગોલ્ડ ETFમાં એક વર્ષમાં 35 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે.


જેફરિઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વૂડનું માનવું છે કે સોનાના ભાવમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે. એવામાં તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો ગોલ્ડ ETF મારફત રોકાણ કરી શકો છો.


એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ પર આધારિત હોય છે. ગોલ્ડ ETFના ખરીદી-વેચાણ શૅરોની સમાન BSE અને NSE પર કરી શકાય છે. જોકે, તેમાં આપને ફિઝિકલ સ્વરૂપમાં સોનું મળતું નથી. તમને તે ડિજિટલ સ્વરૂપમાં મળે છે. તમે ગોલ્ડ ETFમાંથી રોકાણ પાછું ખેંચવા માગો ત્યારે તમને જે-તે સમયે સોનાના ભાવ જેટલા રૂપિયા મળી જાય છે.


ગોલ્ડ ETFમાં ઘણા ઓછા રૂપિયામાં કરી શકાય છે રોકાણ

સ્ટોક માર્કેટમાં શૅર્સની જેમ ગોલ્ડ ETF યુનિટ્સ ખરીદી શકે છે. તેમાં ફિઝિકલ ગોલ્ડ ખરીદવા અને તેને મેઈન્ટેન કરવાની કોઈ ઝંઝટ નથી હોતી. તેમાં SIP મારફત રોકાણની સુવિધા મળે છે. શેરબજારમાં રોકાણની સરખામણીએ ગોલ્ડ ETFમાં રોકાણ ઓછું વોલેટાઈલ હોય છે. ગોલ્ડ ETFને ડીમેટ એકાઉન્ટ મારફત ઓનલાઈન ખરીદી શકાય છે. સોનામાં હાઈ લિક્વિડિટી જોવા મળે છે એટલે કે તમે ઈચ્છો ત્યારે તેને ખરીદી અને વેચી શકો છો. ગોલ્ડ ETFની શરૂઆત તમે ઘણા ઓછા રૂપિયાથી કરી શકો છો. ગોલ્ડ ETFનો લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ફિઝિકલ સોના પર તમને મેકિંગ ચાર્જ ચૂકવવાનો હોય છે, પરંતુ ગોલ્ડ ETFમાં એવું નથી હોતું.


ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે બ્રોકરના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું રહે છે. તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમે ડીમેટ એકાઉન્ટ સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તમારા ડીમેટ એકાઉન્ટમાં ઓર્ડર કર્યાના બે દિવસ પછી ગોલ્ડ ETF તમારા એકાઉન્ટમાં ડિપોઝીટ થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા મારફત જ ગોલ્ડ ETF વેચી શકાય છે.


સોનામાં મર્યાદિત રોકાણ લાભદાયક

નિષ્ણાતો મુજબ તમને સોનામાં રોકાણ કરવું પસંદ હોય તો પણ તમારે ગોલ્ડ ETFમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15 ટકા જ સોનામાં રોકાણ કરવું જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Brokerage Picks: Sharekhanએ આ શેરમાં આપ્યો 30% રિટર્નનો ટાર્ગેટ
  2. ભારતની ફેમિલી ઓફિસને હેલ્થકેરમાં દેખાઈ રહી છે મોટી તક
  3. Infosys Q2 પરિણામ 23 ઓક્ટોબરે જાહેર થશે, રોકાણકારોને મળી શકે છે ડિવિડન્ડ
  4. બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23,600 પર ટકવું પડશે

Economy

See more
  1. ભારતનું વેલ્થ મેનેજમેન્ટ બજાર 2.5 ઘણુ વધીને 436 અબજ ડોલરે પહોંચી જશે
  2. FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે
  3. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  4. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. EPF Interest Rule: નોકરી છોડ્યા બાદ પણ PF પર મળશે વ્યાજ? જાણો 55 વર્ષ પહેલાં અને પછીના નિયમો
  2. Gold ETFમાં એક વર્ષમાં 35 ટકાનું રિટર્ન મળ્યું, ઓછા રૂપિયાથી સોનામાં રોકાણની તક
  3. સેલેરી બંધ છતાં PFમાં વધતા રહેશે પૈસા! આ નિયમ જાણવો જરૂરી
  4. EPF Salary Limit ₹25,000: કોના માટે કવરેજ ફરજિયાત

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM