ભારતમાં લોન્ચ થઈ રોયલ એનફિલ્ડની સૌથી પાવરફુલ બાઇક 'Himalayan 750'
રોયલ એનફિલ્ડે ભારતમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ Himalayan 750 લોન્ચ કરી છે. આ એડવેન્ચર બાઇકની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹4.89 લાખ છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹6.29 લાખ છે. બાઇક ત્રણ વેરિઅન્ટ અને પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.

Royal Enfield Himalayan 750: રોયલ એનફિલ્ડે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની નવી એડવેન્ચર મોટરસાઇકલ Himalayan 750 લોન્ચ કરી છે. EICMA 2026માં ગ્લોબલ ડેબ્યૂ બાદ કંપનીએ Motoverse ઇવેન્ટના પ્રથમ દિવસે ભારતમાં આ બાઇક રજૂ કરી હતી. નવા પાવરફુલ એન્જિન, આધુનિક સેફ્ટી ફીચર્સ અને ટૂરિંગ એક્સેસરીઝ સાથે કંપનીએ પ્રીમિયમ એડવેન્ચર બાઇક સેગમેન્ટમાં પોતાની હાજરી મજબૂત કરવાની તૈયારી કરી છે.
743ccનું પાવરફુલ એન્જિન
Himalayan 750માં કંપનીએ નવું 743cc પેરેલલ-ટ્વિન એન્જિન આપ્યું છે, જે હાલના 648cc એન્જિનનું અપગ્રેડેડ વર્ઝન છે. આ એન્જિન 7,000 RPM પર 55 હોર્સપાવર અને 5,000 RPM પર 63 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, 3,500 RPMથી જ મહત્તમ ટોર્કનો લગભગ 90% હિસ્સો ઉપલબ્ધ થશે.
ત્રણ વેરિઅન્ટમાં મળશે Himalayan 750
Himalayan 750 ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. એલોય વ્હીલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹4.89 લાખ રહેશે, જે Aztec Green અને Tectonic Black કલરમાં મળશે. ક્રોસ-સ્પોક વ્હીલ વેરિઅન્ટની કિંમત ₹5.14 લાખ હશે અને તે Viking Bronze તથા Siberia White કલરમાં ઉપલબ્ધ થશે. જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹6.29 લાખ રહેશે અને તે Antarctic Silver કલર ઓપ્શનમાં મળશે. બાઇકના ટોપ વેરિઅન્ટમાં GIVIની ખાસ એક્સેસરીઝ આપવામાં આવી છે, જેમાં ટોપ બોક્સ, પેનિયર્સ, હીટેડ ગ્રિપ્સ, હેન્ડગાર્ડ અને એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટનો સમાવેશ થાય છે. અન્ય વેરિઅન્ટના ગ્રાહકો પણ આ એક્સેસરીઝ અલગથી લગાવી શકશે.
ક્રૂઝ કંટ્રોલ સહિત મળશે એડવાન્સ્ડ ફીચર્સ
- ક્રૂઝ કંટ્રોલ
- કોર્નરિંગ સેન્સિટિવ ABS
- ટ્રેક્શન કંટ્રોલ
- નવી LED હેડલાઇટ
- ડ્યુઅલ ફ્રન્ટ ડિસ્ક બ્રેક
- એડજસ્ટેબલ Showa સસ્પેન્શન
- 19 ઇંચનું ફ્રન્ટ અને 17 ઇંચનું રિયર વ્હીલ
એલોય વ્હીલ વેરિઅન્ટમાં CEAT Crossrad AT ટાયર આપવામાં આવ્યા છે, જ્યારે ક્રોસ-સ્પોક વ્હીલ વેરિઅન્ટમાં Vredestein Centauro XR ટાયર મળશે.
ક્યારથી શરૂ થશે બુકિંગ?
Motoverse ઇવેન્ટમાં ભાગ લેનારા ગ્રાહકો માટે 28 નવેમ્બરથી બુકિંગ શરૂ થવાનું છે. જ્યારે અન્ય ગ્રાહકો 1 ડિસેમ્બર, 2026થી Himalayan 750નું બુકિંગ કરાવી શકશે. કંપનીએ ત્રણેય વેરિઅન્ટની કિંમતો ઇન્ટ્રોડક્ટરી એક્સ-શોરૂમ કિંમત તરીકે જાહેર કરી છે.
આ પણ વાંચો : વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

₹5.75 લાખની શરૂઆતની કિંમત, 26.99 કિમી સુધીની માઇલેજ, 5-સ્ટાર સેફ્ટી સાથે બેસ્ટ છે આ SUV

Toyotaએ દેશની પહેલી ફ્લેક્સ હાઇબ્રિડ કાર 'Toyota Innova HyCross' લોન્ચ કરી

ડિસેમ્બરમાં ઓટો માર્કેટમાં નવા મોડેલ્સની ધમાલ! ફોર્ચ્યુનરથી KTM સુધી આ કાર-બાઇક પર રહેશે નજર

70 કિમી/કલાકના માઇલેજ, કિંમત ₹78,912 થી શરૂ, હીરોની આ બાઈકની બોલબાલા, નંબર વન બની

Maruti અને Hyundai બાદ હવે ટાટા મોટર્સે પણ કરી ભાવવધારાની જાહેરાત

લક્ઝરી EV માર્કેટમાં Bentleyની એન્ટ્રી, 2027માં ભારતીય બજારમાં થશે લોન્ચ

નવા વર્ષે Audi થશે મોંઘી? જાન્યુઆરી 2027થી ભાવમાં થશે જંગી વધારો





