લક્ઝરી EV માર્કેટમાં Bentleyની એન્ટ્રી, 2027માં ભારતીય બજારમાં થશે લોન્ચ
બ્રિટનની લક્ઝરી કાર કંપની Bentley ભારતમાં પોતાની પહેલી સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર Torcal લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ કારને 2027ના બીજા છમાસિક ગાળામાં ભારતમાં રજૂ કરશે. જોકે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરવા છતાં કંપની દેશમાં તેની કારનું મેન્યુફેક્ચરિંગ કે એસેમ્બલી નહીં કરે. Bentleyના તમામ મોડલ બ્રિટનના Crewe સ્થિત પ્લાન્ટમાંથી ભારતમાં આવશે.

Bentley First Electric Car India Launch : Bentley ભારતીય બજારમાં પોતાની પહેલી સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર Torcal લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની યોજના મુજબ Torcalનું ઉત્પાદન 2027ના મધ્યમાં શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે શરૂઆતની ડિલિવરી 2027ના ઉનાળાથી શરૂ થઈ શકે છે. કારને શરૂઆતમાં બ્રિટન, યુરોપ અને અમેરિકાના બજારોમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ચીન અને ભારત સહિતના અન્ય બજારોમાં તેનું વેચાણ શરૂ થશે. ભારતમાં Torcalની એન્ટ્રી 2027ના બીજા છમાસિક ગાળામાં થવાની છે.
ભારતમાં Bentleyનું મેન્યુફેક્ચરિંગ નહીં થાય
ભારતમાં EV લોન્ચ કરવાની તૈયારી વચ્ચે Bentleyએ દેશમાં મેન્યુફેક્ચરિંગ અથવા એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવાની શક્યતાને નકારી છે. કંપનીના CEO Frank-Steffen Walliserના જણાવ્યા મુજબ, ભારતમાં ઇમ્પોર્ટ ડ્યૂટી કેટલી પણ ઘટે, Bentley પોતાની કારનું સ્થાનિક ઉત્પાદન કે એસેમ્બલી શરૂ કરવાની યોજના ધરાવતી નથી. કંપનીનું કહેવું છે કે Bentleyની કારમાં વિશિષ્ટ એન્જિનિયરિંગ, કારીગરી અને ખાસ કુશળતાની જરૂર પડે છે. તેથી કંપની માને છે કે આ કારનું ઉત્પાદન બ્રિટનના Crewe સ્થિત હેડક્વાર્ટર ખાતે જ કરવું યોગ્ય છે.
બ્રિટિશ લક્ઝરી કારની ઓળખ જાળવવા પર ભાર
Bentleyના CEOએ કંપનીની કારની સરખામણી સ્વિસ ઘડિયાળો સાથે કરી છે. જેમ સ્વિસ ઘડિયાળની ઓળખ તેના સ્વિટ્ઝર્લેન્ડમાં બનવા સાથે જોડાયેલી છે, તેમ Bentley માને છે કે બ્રિટિશ લક્ઝરી કારની ઓળખ પણ તેના બ્રિટિશ મૂળ સાથે જોડાયેલી છે. એટલે ભારત જેવા મોટા બજારમાં પ્રવેશ છતાં કંપની સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કરતાં બ્રિટનથી જ કારની આયાત કરવાનો માર્ગ અપનાવશે.
India-UK FTAથી કંપનીને શું ફાયદો?
ભારત અને બ્રિટન વચ્ચેના Free Trade Agreementને Bentley ભારતીય બજાર માટે મહત્વપૂર્ણ તક તરીકે જોઈ રહી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ કરારથી બિઝનેસ માટે વધુ સ્પષ્ટતા મળશે અને આગામી વર્ષોની વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. FTA હેઠળ બ્રિટનમાં બનેલી કેટલીક પાત્ર કાર પર ભારતમાં લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી પાંચ વર્ષમાં તબક્કાવાર ઘટાડવાની જોગવાઈ છે. જોકે, હાલની FTA રાહત પેટ્રોલ અને ડીઝલ એટલે કે ICE કાર માટે લાગુ પડે છે. હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક કારને આ વર્તમાન રાહતનો લાભ મળતો નથી.
Torcal EVમાં શું ખાસ હશે?
Bentleyની પહેલી ઓલ-ઇલેક્ટ્રિક SUV Torcalનું એક ખાસ બ્લેક-આઉટ વર્ઝન પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ખાસ વેરિઅન્ટની વિશ્વભરમાં માત્ર 20 યુનિટ્સ બનાવવામાં આવશે. લગભગ 2,700 કિલોગ્રામ વજન હોવા છતાં તેનું S વર્ઝન માત્ર 2.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે. 400kW DC ફાસ્ટ ચાર્જિંગની મદદથી તેની બેટરીને 20 મિનિટથી ઓછા સમયમાં 10%થી 80% સુધી ચાર્જ કરી શકાય છે. Bentley માટે Torcal માત્ર નવી ઇલેક્ટ્રિક કાર નથી, પરંતુ લક્ઝરી અને ઇલેક્ટ્રિક મોબિલિટીને એકસાથે આગળ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ પણ વાંચો: Steel Industry: ભારતમાં સ્ટીલની વધતી માંગ ખોલશે રોકાણના નવા દ્વાર
આ પણ જુઓ:
Also Read

નવા વર્ષે Audi થશે મોંઘી? જાન્યુઆરી 2027થી ભાવમાં થશે જંગી વધારો

ભારતમાં ચીનની ઇલેક્ટ્રિક કાર કંપનીનો દબદબો! માત્ર 14 મહિનામાં વધુ 10,000 કારની ડિલિવરી, કુલ આંકડો 20,000ને પાર

Maruti Suzuki Price Hike: મારુતિની કાર ખરીદવી હવે મોંઘી, જાણો કેટલા વધ્યા ભાવ

પેટ્રોલ-ડીઝલની ચિંતા થશે દૂર? 100% ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ થવા જઈ રહી છે!

5-સ્ટાર સેફ્ટી રેટેડ ઇલેક્ટ્રિક કાર: પરિવારની સુરક્ષા માટે ભારતની 5 સૌથી સુરક્ષિત EV

Hero Splendor Plusની કિંમતમાં વધારો, હવે સસ્તું વેરિઅન્ટ પણ પડશે આટલામાં

સેફ્ટીમાં Tataનો દબદબો યથાવત, તો Hyundai Vernaએ પણ રચ્યો ઇતિહાસ





