KuberaNowLogo
Friday, 02/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી કેબ પિક-અપ હવે મોંઘું, મુસાફરોના ખિસ્સા પર સીધો ₹200નો ડામ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓલા, ઉબેર, રેપિડો સહિતની કોમર્શિયલ ટેક્સીથી મુસાફરી હવે મોંઘી બની શકે છે.નવા નિયમ મુજબ યલો-પ્લેટ ધરાવતા વાહનો માટે ડ્રોપ-ઓફ પર ₹50 અને પિક-અપ માટે ₹200નો ચાર્જ લાગશે.

desk@kuberanowPublished On : 2 Oct 2026
airport
Airport Taxi Charges AI Generated Image

અમદાવાદ એરપોર્ટથી ઓલા, ઉબેર, રેપિડો અથવા અન્ય કોમર્શિયલ ટેક્સી દ્વારા મુસાફરી કરતા લોકો માટે ખર્ચ વધી શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના નવા નિયમ મુજબ યલો-પ્લેટ ધરાવતા કોમર્શિયલ વાહનો માટે ડ્રોપ-ઓફ અને પિક-અપ માટે અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.


ડ્રોપ-ઓફ અને પિક-અપ માટે અલગ ચાર્જ

નવા નિયમ અનુસાર યલો-પ્લેટ ધરાવતા કોમર્શિયલ વાહનોને એરપોર્ટ પર મુસાફરને ડ્રોપ કરવા માટે ₹50 અને પિક-અપ કરવા માટે ₹200નો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ કોમર્શિયલ ટેક્સી ઓપરેટરો માટે લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે એરપોર્ટ સુધી અથવા એરપોર્ટથી ટેક્સી દ્વારા મુસાફરી કરવાના કુલ ખર્ચમાં વધારો થઈ શકે છે.


વધારાનો ખર્ચ મુસાફરો પાસેથી વસૂલાશે

અહેવાલ મુજબ આ નવો ચાર્જ કંપનીઓના એપ આધારિત ભાડામાં ઉમેરાયેલો નથી. તેથી ડ્રાઈવરો આ વધારાની રકમ સીધી મુસાફરો પાસેથી વસૂલશે. પરિણામે ઓલા, ઉબેર, રેપિડો અથવા અન્ય કોમર્શિયલ ટેક્સી દ્વારા એરપોર્ટ જતાં કે ત્યાંથી પિક-અપ લેતાં મુસાફરોના કુલ મુસાફરી ખર્ચમાં આ ચાર્જનો સમાવેશ થશે.


કોમર્શિયલ ટેક્સીઓના પાર્કિંગમાં પણ ફેરફાર

નવા ચાર્જની સાથે એરપોર્ટ તંત્રએ કોમર્શિયલ ટેક્સીઓના પાર્કિંગની વ્યવસ્થામાં પણ ફેરફાર કર્યો છે. અહેવાલ મુજબ અત્યાર સુધી કોમર્શિયલ ટેક્સીઓને ઈન્ટરનેશનલ ટર્મિનલ-2ની નજીક પાર્ક કરવાની મંજૂરી હતી. હવે તમામ ટેક્સી ઓપરેટરોએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરવાના રહેશે.


આ પણ વાંચો : અનૂપ બાગચીને સોંપાઈ HDFC Bankના MD-CEOની કમાન, 27 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારી

આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM