
પશ્ચિમ અમદાવાદવાસીઓ માટે ખુશખબર: 9 નવા રૂટ અને 43 સ્ટેશનો પર દોડશે મેટ્રો
અમદાવાદ મેટ્રો રેલના ફેઝ-3 હેઠળ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડવાની યોજના છે.આ પ્રોજેક્ટમાં કુલ 58 કિમીના નેટવર્કમાં 9 નવા રૂટ અને 43 જેટલા એલિવેટેડ સ્ટેશન બનાવવાની વાત છે.

અમદાવાદમાં મેટ્રો રેલનું નેટવર્ક હવે પશ્ચિમ અમદાવાદના વધુ વિસ્તારો સુધી પહોંચાડવાની તૈયારી છે. મેટ્રો રેલ ફેઝ-3 હેઠળ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડવા માટે 58 કિલોમીટરના નેટવર્કમાં 9 નવા રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂટ પર 43 જેટલા એલિવેટેડ સ્ટેશન બનાવવાની પણ વાત કરવામાં આવી છે.
પશ્ચિમ અમદાવાદને મેટ્રો નેટવર્ક સાથે જોડાશે
અમદાવાદ શહેરમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરીના વિસ્તરણ બાદ હવે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોને મેટ્રો રેલ સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફેઝ-3ની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ થલતેજથી ગોધાવી, શીલજ, વાડજ સહિતના પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોને મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે.
58 કિમીના નેટવર્ક માટે કામગીરી
ફેઝ-3 હેઠળના 58 કિલોમીટરના નેટવર્ક માટે ડિઝાઇન અને સર્વે સહિતની કામગીરી માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. પ્રોજેક્ટમાં વિવિધ રૂટ પર એલિવેટેડ મેટ્રો સ્ટેશન બનાવવાની યોજના છે. અહેવાલ મુજબ, પ્રોજેક્ટમાં થલતેજ ગામ-ગોધાવી, શીલજ સર્કલ-બદ્રાબાદ, એપીએમસી-ન્યૂ ફેસલનગર, વિશાલનગર વેસ્ટ-બાપુનગર નોર્થ, નારણપુરા-નહેરુનગર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-અરિહંતનગર અને દુધેશ્વર-વાડજ જેવા કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કયા વિસ્તારોને મળશે કનેક્ટિવિટી?
અહેવાલમાં દર્શાવાયેલા રૂટ મુજબ થલતેજ ગામથી ગોધાવી વચ્ચે 10.25 કિમીનો રૂટ અને 8 નવા સ્ટેશન, શીલજ સર્કલથી બદ્રાબાદ વચ્ચે 12.43 કિમીનો રૂટ અને 7 સ્ટેશન, જ્યારે એપીએમસીથી ન્યૂ ફેસલનગર વચ્ચે 6.56 કિમીના રૂટ પર 5 સ્ટેશનની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત વિશાલનગર વેસ્ટથી બાપુનગર નોર્થ વચ્ચે 11.04 કિમીના રૂટ પર 10, નારણપુરાથી નહેરુનગર વચ્ચે 8.58 કિમીના રૂટ પર 4, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી અરિહંતનગર વચ્ચે 4.44 કિમીના રૂટ પર 4 અને દુધેશ્વરથી વાડજ વચ્ચે 4.62 કિમીના રૂટ પર 3 નવા સ્ટેશનની વિગતો દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ આનંદો! 8મા પગાર પંચ પહેલાં DAમાં વધારાની થઇ શકે જાહેરાત
આ પણ જુઓ :

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

