KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતના સ્ટાર્ટઅપ MiCoBને મળ્યું ₹30 કરોડનું રેકોર્ડબ્રેક રોકાણ

વંદે ભારતમની વર્તમાન સિઝનનું સમાપન ભારતની સૌથી વિશાળ સ્ટાર્ટઅપ ટીવી ડીલ સહિત સિઝનમાં રૂ.50 કરોડની ઇન્વેસ્ટમેન્ટ ઑફર્સ રજૂ કરવામાં આવી

KuberaNow
desk@kuberanowPublished On : 22 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Adani
AI Generated Image

ભારતના છેવાડાના વિસ્તારોમાં રહેલા ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને શોધવા માટે ગૌતમ અદાણી દ્વારા હાથ ધરવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમે તેની ગ્રાન્ડ ફિનાલે સાથે 19 સપ્ટેમ્બરે પ્રારંભિક સિઝન પૂર્ણ કરી હતી. ફૂલ સ્ટેક 3ડી કોન્ક્રિટ પ્રિન્ટિંગ પ્લેટફોર્મ પાછળ રહેલા ગુજરાત સ્થિત કન્સ્ટ્રક્શન-ટેક્નોલોજી સ્ટાર્ટઅપ MiCoBને આ સિઝનના વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં હતાં. આ સ્ટાર્ટઅપે ફ્લિપકાર્ટના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તી અને રેની કોસ્મેટિક ફાઉન્ડર આશુતોષ વાલાણી પાસેથી રૂ.110 કરોડના પ્રી-મની વેલ્યુએશન પર રૂ.30 કરોડનું ભારતીય ટીવી ઇતિહાસનું સૌથી મોટું સિંગલ ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ મેળવ્યું હતું.


સિઝનના નોંધપાત્ર આંકડાઓ


સમગ્ર 10 એપિસોડ્સ દરમિયાન 54 ફાઇનાલિસ્ટે ઇન્વેસ્ટર્સ, ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગના નામાંકિત વ્યક્તિઓની પેનલ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમાંથી, 44 સ્ટાર્ટઅપ્સને રોકાણ, મેન્ટરશિપ, નેટવર્ક એક્સેસ, પાઇલટ અવસરો અથવા શોની 'વંદે વિંગ્સ' સ્વીકૃતિના સ્વરૂપમાં પુરસ્કાર મળ્યાં હતાં.


નાણાકીય દૃષ્ટિએ, સમગ્ર સિઝનના સમયગાળા દરમિયાન 12 જેટલા સ્ટાર્ટઅપ્સને એકંદરે રૂ.50 કરોડના મેન્ટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. મૂડી ઉપરાંત, 19 સ્ટાર્ટઅપ્સને શોની પ્રતિષ્ઠિત સ્વીકૃતિ 'વંદે વિંગ્સ' એનાયત કરવામાં આવી હતી, જ્યારે ફાઇનાલિસ્ટ પૂલને મેન્ટરશિપ, નેટવર્કિંગ ઇન્ટ્રોડક્શન્સ અને પાઇલટ અવસરો મોટા પાયા પર પુરા પાડવામાં આવ્યાં હતાં, જે એકાદ ફંડના બદલે લાંબા ગાળાની સહાયતા માટે સિઝનમાં આપવામાં આવેલા ભારનું પ્રતિબિંબ રજૂ કરે છે. ગ્રાન્ડ ફિનાલેમાં દસ જેટલા સ્ટાર્ટઅપ્સને રૂ.1.95 કરોડની કુલ ઇનામી રકમ સાથે પાંચ જેટલી રેન્ક્સ અને પાંચ વિશેષ કેટેગરીઝમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


પાંચ વિશેષ શ્રેણીઓમાં દિવ્યાંગતા સમાવેશન, મહિલા કેન્દ્રિત ઉદ્યમિતા સાહસો, ટકાઉપણું અને ગ્રામીણ આજીવિકા જેવા ક્ષેત્રોમાં પ્રભાવ ઊભો કરતાં સ્ટાર્ટઅપ્સ હતાં, જે દરેકને સ્પર્ધાત્મક રેન્કના બદલે તેમની શ્રેણીના આધારે સન્માનિત કરાયાં હતાં.


સિઝનની સમાપ્તિ પ્રસંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "વંદે ભારતમ કોઈ એકાદ વિજેતા પૂરતું સિમિત નથી. તે એ વાત સાબિત કરવા માટે છે કે ભારતના નિર્માણની આગામી પેઢી માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ દેશના દરેક ખુણામાં અસ્તિત્વ ધરાવે છે. દસથી વધુ એપિસોડ્સ દરમિયાન, 54થી વધુ વખત આ વાત સાબિત થઈ છે. MiCoBનો વિજય અને આ સિઝનમાં આપવામાં આવેલી રૂ.50 કરોડની કમિટમેન્ટ અંત નથી પરંતુ માત્ર એક શરૂઆત છે. મને આશા છે કે દરેક ફાઉન્ડર જે સ્ટેજ ઉપર ઊભા રહ્યાં હતાં, તે ભલે તેમની સાથે કોઈ ડીલ સાથે ગયા છે કે નહીં, પરંતુ તે સારી રીતે જાણે છે કે ભારત તેમને જોઈ રહ્યું છે, અને ભારત તેમનું સમર્થન કરવા તૈયાર છે."


આ પણ વાંચો: આગામી 10 વર્ષમાં ભારતનું અર્થતંત્ર ત્રણ ગણું થઈ શકે: JPMorgan's CEO Jamie Dimon


આ પણ જુઓ:

 

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  2. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  3. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો
  4. મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM