KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કાર્બન ઘટાડામાં ગુજરાતનો રેકોર્ડ, 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું

ગુજરાતમાં renewable energyના વધતા ઉપયોગથી 2025-26 દરમિયાન 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં રાજ્યએ 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન કર્યું.

desk@kuberanowPublished On : 25 Aug 2026
 કાર્બન ઉત્સર્જન
ગુજરાતે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નોંધાવ્યો રેકોર્ડAI GENERATED IMAGE

ગુજરાતમાં renewable energyના વિસ્તરણને કારણે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. આ જ સમયગાળામાં રાજ્યમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવ્યું છે.


રાજ્યમાં Renewable Energy ક્ષમતા 52 GW

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ આશરે 52 GW renewable energy ક્ષમતા છે.સોલાર અને વિન્ડ એનર્જીના સતત વિસ્તરણ સાથે ગુજરાતે 2030 સુધી renewable energy ક્ષમતા 100 GW સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.


Rooftop Solar અને Solar Pump પર ભાર

રાજ્યમાં ઘરેલુ છત પરના સોલર પેનલ્સ વધારવા PM Surya Ghar Muft Bijli Yojana અને ખેડૂતો માટે સોલર પંપને પ્રોત્સાહન આપતી PM-KUSUM યોજના અમલમાં છે.આ યોજનાઓ દ્વારા પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા સાથે ગ્રાહકો અને ખેડૂતોના વીજળી ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Green Hydrogen સહિતના ક્ષેત્રોમાં પણ કામગીરી

Renewable energy સાથે રાજ્ય ગ્રીન હાઇડ્રોજન અને અન્ય clean energy ક્ષેત્રોમાં પણ ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. GUVNL, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી અને ગુજરાત પાવર કોર્પોરેશન જેવી સંસ્થાઓ દ્વારા વિવિધ clean energy projects અને નીતિઓના અમલ પર કામ કરવામાં આવી રહ્યું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Autosales

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

Navaratri Festival Economy

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

Govt

સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી

surat

સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

nps

NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ

NAVRATRI

ગુજરાતના 5 યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, સરકારે ₹2.90 કરોડ મંજૂર કર્યા

giftcity

GIFT Cityમાં હવે ડોલર, યુરો અને પાઉન્ડમાં રોકાણ સાથે મળશે જીવન વીમો