KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

નવરાત્રિમાં ખર્ચો હવે માત્ર એન્ટ્રી પાસ પૂરતો રહ્યો નથી. પારંપરિક પહેરવેશ, ખાણીપીણી, મુસાફરી અને આયોજનની સેવાઓ મળીને અનેક નાના-મોટા વ્યવસાયો માટે મોસમી માંગ ઊભી કરે છે.

desk@kuberanowPublished On : 12 Oct 2026
Navaratri Festival Economy
Navratri Festival EconomyAI Image

ગુજરાતનો ગરબો હવે સાંસ્કૃતિક ઉજવણી સાથે મોટો સિઝનલ બિઝનેસ ઇકોસિસ્ટમ પણ બન્યો છે. શેરી થી લઈ પાર્ટીપ્લોટ સુધી ગરબાપ્રેમીઓનાં પગ થિરકતા જોવા મળે છે. માતાની આરાધના અને ગરબે ઘૂમવા ખેલૈયાઓનાં ઉત્સાહથી રાજ્યમાં કરોડો રૂપિયાનાં બિઝનેસને વૃદ્ધિ મળે છે. પ્રીમિયમ પાસ, થીમ આધારિત આયોજન અને સેલિબ્રિટી પર્ફોર્મન્સની સાથે ફેશન, ખાણીપીણી અને પ્રવાસનની વધતી માંગને વેગ મળે છે. ગરબાના મેદાનમાં વાગતી તાળીનો આર્થિક પડઘો હવે કપડાંની દુકાનથી હોટેલ અને ડાન્સ ક્લાસ સુધી પહોંચી ગયો છે. નવરાત્રિમાં ખર્ચો હવે માત્ર એન્ટ્રી પાસ પૂરતો રહ્યો નથી. પારંપરિક પહેરવેશ, ખાણીપીણી, મુસાફરી અને આયોજનની સેવાઓ મળીને અનેક નાના-મોટા વ્યવસાયો માટે મોસમી માંગ ઊભી કરે છે.


2025ના એક મીડિયા અહેવાલમાં ગુજરાતના વ્યાપક નવરાત્રિ અર્થતંત્રનું કદ ₹15,000 કરોડથી વધુ આંકવામાં આવ્યું હતું. આ અંદાજ સમગ્ર તહેવાર સાથે જોડાયેલા કારોબારનો છે, માત્ર ગરબાની ટિકિટો (પાસ)ની આવકનો નહીં. જ્યારે 2024ના અન્ય એક મીડિયા અહેવાલમાં અમદાવાદ–ગાંધીનગરનું કોમર્શિયલ નવરાત્રિ બજાર ₹2,500 કરોડને પાર જવાની શક્યતા દર્શાવાઈ હતી. કેટલાક સ્થળે પ્રીમિયમ સીઝન પાસ ₹35,000 અને એક રાતના પાસ ₹14,000 સુધી પહોંચ્યા હતા. લોકપ્રિય મેદાનોનું ભાડું 20%થી 50% વધતાં કેટલાક આયોજકો શહેરની બહાર અને SP રિંગ રોડ તરફ વળ્યા હતા. છેલ્લા થોડા વર્ષોમાં નવરાત્રિનું કોમર્શિયલાઈઝેશન થતાં માર્કેટનું કદ પણ વધ્યું છે. GSTની આવકમાં પણ વધારો થાય છે.


Navratri Festival Economy


એક રાત માટે ચણિયાચોળી, કેડિયાં, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, ભરતકામવાળા જેકેટ્સ અને કેડિયાં, ગરબાના પ્રોફેશનલ ક્લાસ અને દાંડિયાથી લઈને સલૂન, કેબ, કેટરિંગ, સુરક્ષા તથા સાઉન્ડ–લાઇટિંગ સુધી માંગમાં જબરદસ્ત વધારો જોવા મળે છે. થીમ, લાઉન્જ અને ફોટોગ્રાફી જેવી સુવિધાઓવાળા આયોજનમાં ગ્રાહક સમગ્ર સાંજના અનુભવ માટે ખર્ચ કરે છે. આ બદલાવ ભારતના અનુભવ આધારિત મનોરંજન બજાર સાથે જોડાય છે. એક એજન્સીનાં અહેવાલમાં નવરાત્રિ દેશનું લાઇવ ઇવેન્ટ બજાર 2025માં આશરે ₹13,000 કરોડનું આંકવામાં આવ્યું છે. સર્વેમાં 78% ગ્રાહકોએ વસ્તુઓ કરતાં અનુભવોને પ્રાધાન્ય આપ્યું છે; 59% ઇવેન્ટ પાર્ટનર્સને સ્થળ પર કોન્ટેક્ટમાં આવેલી બ્રાન્ડ યાદ રહી હતી.


યાદ રહે, 2023માં UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage)ની યાદીમાં સ્થાન પામેલા ગરબા હંમેશા માત્ર એક નૃત્ય કરતાં વિશેષ રહ્યા છે. તે એક સામાજિક મેળાવડો, સામુદાયિક વિધિ અને સાંસ્કૃતિક વારસાના હસ્તાંતરણનું માધ્યમ બન્યું છે. ગરબાની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે શરૂઆત એક વ્યક્તિથી થાય છે, બાદમાં અન્ય વ્યક્તિઓ ગરબાનાં વર્તુળમાં જોડાઈ સાંક્કૃતિક વારસાને આગળ ધપાવે છે.


નૃત્ય એક ઇવેન્ટ બની જાય છે. ઇવેન્ટ પરંપરાગત પોષાકની માંગ ઊભી કરે છે. ભીડ ફૂડ, પરિવહન અને સુરક્ષાની માંગ સર્જે છે. સંગીત કલાકારો અને પ્રોડક્શન કંપનીઓ માટે કામનું સર્જન થાય છે. સોશિયલ મીડિયા વિઝ્યુલાઈઝેશનનું એક નવું સ્તર બનાવે છે અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ એવી વસ્તુ બની જાય છે જેના માટે લોકો મુસાફરી કરવા અને ખર્ચ કરવા તૈયાર હોય છે.


આ પણ વાંચો: Sugar Stock Limit: તહેવારો પહેલાં ખાંડના સંગ્રહ પર કડક નિયમ! 15 ઑક્ટોબરથી શું બદલાશે?


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn