KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના-જયનગર વચ્ચે 4 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેનો સુરત, ભરૂચ અને વડોદરા સહિતના અનેક મહત્વના સ્ટેશનો પરથી પસાર થશે.

desk@kuberanowPublished On : 12 Oct 2026
surat
Festival Special TrainAI Generated Image

દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન વતન જતા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા ગુજરાત અને બિહાર વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે ઉધના અને જયનગર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સાપ્તાહિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જેનો લાભ તહેવારો દરમિયાન મુસાફરી કરતા લોકોને મળશે.


ઉધના-જયનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09071/09072 ઉધના-જયનગર-ઉધના સ્પેશિયલ 18 અને 25 ઑક્ટોબર 2026ના રોજ ઉધના સ્ટેશનથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે અને મંગળવારે સવારે 11:30 વાગ્યે જયનગર પહોંચશે. પરત મુસાફરીમાં ટ્રેન 20 અને 27 ઑક્ટોબર 2026ના રોજ જયનગરથી બપોરે 1:30 વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે 8:30 વાગ્યે ઉધના પહોંચશે.


બીજી સ્પેશિયલ ટ્રેનનું પણ સંચાલન

ટ્રેન નંબર 09073 ઉધના-જયનગર સ્પેશિયલ 18 અને 25 ઑક્ટોબરે સવારે 9:50 વાગ્યે ઉધનાથી ઉપડશે અને મંગળવારે સવારે 5:30 વાગ્યે જયનગર પહોંચશે. તેની પરત મુસાફરી માટે ટ્રેન નંબર 09074 જયનગર-ઉધના સ્પેશિયલ 20 અને 27 ઑક્ટોબરે સવારે 9:00 વાગ્યે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે 7:30 વાગ્યે ઉધના પહોંચશે.


સુરત, ભરૂચ અને વડોદરા સહિત આ સ્ટેશનો પર સ્ટોપ

આ સ્પેશિયલ ટ્રેનો સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, ઉજ્જૈન, ઝાંસી, ગોવિંદપુરી, સુબેદારગંજ, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, દાનાપુર, મુઝફ્ફરપુર, દરભંગા અને મધુબની સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત રેલવે કચેરી પાસેથી સમયપત્રક, ભાડું અને ટિકિટ સંબંધિત વિગતોની ખાતરી કરી લેવી જોઈએ.


આ પણ વાંચો : Zetwerk Manufacturing IPO 15 ઑક્ટોબરે ખુલશે, ₹5,012 કરોડનો ઇશ્યૂ

આ પણ જુઓ:


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Autosales

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

Navaratri Festival Economy

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

Govt

સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી

nps

NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ

NAVRATRI

ગુજરાતના 5 યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, સરકારે ₹2.90 કરોડ મંજૂર કર્યા

giftcity

GIFT Cityમાં હવે ડોલર, યુરો અને પાઉન્ડમાં રોકાણ સાથે મળશે જીવન વીમો

MSME

Gujarat MSME Policy: નાના ઉદ્યોગકારો થશે માલામાલ! સરકાર આપશે મૂડી સહાય, AI ટ્રેનિંગ અને સબસિડી