
ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, Kubera Nowને સંગ નવરાત્રીનો રંગ, અમદાવાદમાં ગૂંજશે ‘પરાશક્તિ’ના ગરબા
અમદાવાદના કઠવાડા વિસ્તારમાં યોજાશે પરાશક્તિ નવરાત્રી 2026. 11 દિવસના માતાજીના ઉત્સવમાં જાણીતા કલાકારો, ભવ્ય સ્ટેજ, લાઇટિંગ, ગુજરાતના પ્રખ્યાત ઢોલી સતીશ એન્ડ ગ્રુપ અને વિશેષ આકર્ષણો રહેશે. ઓનલાઇન પાસ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ગરબા મહોત્સવ સાથે Kubera Now Digital Partner તરીકે જોડાયું છે અને ઇવેન્ટની ખાસ પળો તથા અપડેટ્સનું ડિજિટલ કવરેજ કરશે.

અમદાવાદના કઠવાડા વિસ્તારમાં યોજાશે પરાશક્તિ નવરાત્રી 2026. 11 દિવસના માતાજીના ઉત્સવમાં જાણીતા કલાકારો, ભવ્ય સ્ટેજ, લાઇટિંગ, ગુજરાતના પ્રખ્યાત ઢોલી સતીશ એન્ડ ગ્રુપ અને વિશેષ આકર્ષણો રહેશે. ઓનલાઇન પાસ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ગરબા મહોત્સવ સાથે Kubera Now Digital Partner તરીકે જોડાયું છે અને ઇવેન્ટની ખાસ પળો તથા અપડેટ્સનું ડિજિટલ કવરેજ કરશે.
અમદાવાદમાં નવરાત્રીના ઉત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે ‘પરાશક્તિ નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવ 10થી 20 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાવાનો છે. પરંપરાગત ગરબા, આધુનિક ટેક્નોલોજી, ભવ્ય સ્ટેજ અને જાણીતા કલાકારોની રજૂઆતો સાથે આ ઇવેન્ટ ગરબાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પરાશક્તિ નવરાત્રીનું આયોજન અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા રાસલીલા પાર્ટી પ્લોટ, ભક્તિ સર્કલ રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગરબા રમવા ઉપરાંત સંગીત, કલાકારોની રજૂઆતો, ફૂડ કોર્ટ અને ખાસ ડિઝાઇન કરાયેલા વિવિધ ઝોનનો અનુભવ પણ માણી શકાશે.
સહદેવ કોટડિયા સહિત અનેક કલાકારો કરશે જમાવટ
સહદેવ કોટડિયા, ભુપેન્દ્ર શાસ્ત્રી, અર્ચના શાસ્ત્રી, જાનવી પંચાલ, ધ્રુવિન ત્રિવેદી અને કીર્તિ મિશ્રા સહિતના કલાકારો નવ દિવસ સુધી રંગ જમાવશે, જેમના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. નવરાત્રીના અલગ-અલગ દિવસોમાં કલાકારો પોતાની રજૂઆતો દ્વારા ઉત્સવમાં રંગ પૂરશે.
પરાશક્તિ નવરાત્રી 2026ના કલાકારો
10 ઓક્ટોબર – પ્રી-નવરાત્રી: હર્ષિલ દરજી
11 ઓક્ટોબર – પહેલુ નોરતું : નિક્કી મેવાડા
12 ઓક્ટોબર – બીજુ નોરતું: સહદેવ કોટડી
13 ઓક્ટોબર – ત્રીજુ નોરતું: ભુપેન્દ્ર શાસ્ત્રી અને અર્ચના શાસ્ત્રી
14 ઓક્ટોબર – ચોથું નોરતું: જાનવી પંચાલ
16 ઓક્ટોબર – છઠ્ઠુ નોરતું: ધ્રુવમ ત્રિવેદી
17 ઓક્ટોબર – સાતમું નોરતું : નરેન્દ્ર રાવ અને કિર્તિ રાવ
18 ઓક્ટોબર – આઠમું નોરતું: કીર્તિ મિશ્રા
ગુજરાતના પ્રખ્યાત ઢોલી સતીશ એન્ડ ગ્રુપનું ખાસ આકર્ષણ
પરાશક્તિ નવરાત્રી 2026માં ગુજરાતના પ્રખ્યાત ઢોલી સતીશ એન્ડ ગ્રુપને વિશેષ આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ગરબાની રમઝટમાં ઢોલનું વિશેષ સ્થાન છે અને ઢોલના તાલ સાથે ગરબાની મજા વધુ ઉત્સાહભરી બની જાય છે.
ભવ્ય સ્ટેજ, લાઇટિંગ અને શાહી પ્રવેશદ્વાર
પરાશક્તિ નવરાત્રીની મુખ્ય ખાસિયતોમાં ભવ્ય સ્ટેજ ડિઝાઇન, થીમ આધારિત પ્રવેશદ્વાર, આકર્ષક ડેકોરેશન અને ઇમર્સિવ લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. શાહી મહેલ જેવી ડિઝાઇન ધરાવતા સ્ટેજ અને પ્રવેશદ્વારનું વિઝ્યુઅલ રજૂ કરવામાં આવ્યું છે. આયોજકોનો ઉદ્દેશ પરંપરાગત ગરબાની સંસ્કૃતિને આધુનિક ટેક્નોલોજી અને ભવ્ય આયોજન સાથે જોડવાનો છે. આ ઉપરાંત, કાર્યક્રમ સ્થળે ફોટો બૂથ, બ્રાન્ડિંગ ઝોન અને અન્ય ઇન્ટરેક્ટિવ વિસ્તારો છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર પળોને કેમેરામાં કેદ કરી શકશે.
ફૂડ કોર્ટથી VIP લૉન્જ સુધીની સુવિધાઓ
પરાશક્તિ નવરાત્રી 2026માં મુલાકાતીઓની સુવિધા માટે અનેક વ્યવસ્થાઓ છે. તેમાં વિશાળ પાર્કિંગ, ફૂડ કોર્ટ, VIP અને VVIP લૉન્જ, આરામદાયક બેઠક વ્યવસ્થા, બોક્સ ઓફિસ અને ટિકિટ સંબંધિત સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇવેન્ટ સ્થળે ફર્સ્ટ એઇડ અને ઇમરજન્સી સહાય માટેની વ્યવસ્થા, સેન્ટ્રલ હેલ્પ ડેસ્ક, ખોવાયેલી વસ્તુઓ માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ બૂથ તથા સુરક્ષા વ્યવસ્થાની પણ રૂપરેખા આપવામાં આવી છે. આ સુવિધાઓનો હેતુ મુલાકાતીઓને વધુ સુવ્યવસ્થિત અને આરામદાયક અનુભવ આપવાનો છે.
ક્યાં અને કેવી રીતે બુક કરાવશો પાસ?
પરાશક્તિ નવરાત્રી 2026માં ભાગ લેવા ઇચ્છતા ગરબાપ્રેમીઓ ઓનલાઇન બુકિંગ લિંક્સ પરથી કરી શકશે.
BookMyShow: https://in.bookmyshow.com/activities/parashakt/ET00517989
સંપર્ક નંબર: 7016759532 / 9824057744
Instagram: @parashakti.Navratri
ખેલૈયાઓ ઝૂમવા રહેજો તૈયાર
પરાશક્તિ નવરાત્રી 2026
તારીખ: 10થી 20 ઓક્ટોબર, 2026
સ્થળ: રાસલીલા પાર્ટી પ્લોટ, ભક્તિ સર્કલ રોડ, કઠવાડા, અમદાવાદ
પરાશક્તિ નવરાત્રીમાં ગરબાની યાદગાર રાતો માણવાની તક
નવરાત્રી ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. ત્યારે પરંપરાગત મંડળી ગરબા, આધુનિક સ્ટેજ પ્રોડક્શન, કલાકારોની રજૂઆતો અને વિવિધ સુવિધાઓના સમન્વય સાથે પરાશક્તિ નવરાત્રી 2026 અમદાવાદના ગરબાપ્રેમીઓ માટે એક આકર્ષક ઇવેન્ટ બની શકે છે. જો તમે આ નવરાત્રીમાં મિત્રો, પરિવારજનો અને તમારી ગરબા મંડળી સાથે ભવ્ય ઉત્સવનો અનુભવ મેળવવા ઇચ્છતા હોવ તો આજે જ પાસ બુક કરો અને આવી જાવ પરાશક્તિ નવરાત્રી 2026માં.

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
