રાજકોટમાં 11 થી 13 ફેબ્રુઆરીએ યોજાશે 'મીની વેપાર કુંભ મેળો': 30થી વધુ દેશોના 200 ડેલિગેટ્સ લેશે ભાગ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય 'એસ.વી.યુ.એમ. 2027 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. સતત 13મી વખત યોજાઈ રહેલા આ મેળામાં 30થી વધુ દેશોના 200 જેટલા વિદેશી ડેલિગેટ્સ અને 10 હજારથી વધુ સ્થાનિક મુલાકાતીઓ જોડાશે, જેમાં ઉત્પાદકોને સરકારની નવી નીતિ મુજબ 1 થી 2 લાખ સુધીની સબસીડીનો લાભ પણ મળશે.

SVUM 2027 Rajkot: રાજકોટના આંગણે ફરી એકવાર વેપાર અને ઉદ્યોગ જગતનો મહાકુંભ જામવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત 13મી વખત આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન 'એસ.વી.યુ.એમ. 2027 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ત્રિદિવસીય મેળામાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળશે, જેના કારણે તેને 'મીની વેપાર કુંભ મેળો' પણ કહેવામાં આવી રહ્યો છે.
વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાતી મંત્રીઓની ઉપસ્થિતિ
આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં 30 કરતા વધુ દેશોમાંથી લગભગ 200 જેટલા વિદેશી બિઝનેસમેન અને બિઝનેસવુમન ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત, યુગાન્ડાના કોમર્સ મિનિસ્ટર શ્રી સંજય તન્ના અને ઝિમ્બાબ્વેના કોમર્સ મિનિસ્ટર શ્રી આર. કે. મોદી કે જેઓ મૂળ ગુજરાતી છે, તેઓ પણ આ મેળામાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મેળો પૂર્ણ થયા બાદ તારીખ 14, 15 અને 16 ફેબ્રુઆરી દરમિયાન આ વિદેશી ડેલિગેટ્સ સ્થાનિક સ્તરે આવેલી વિવિધ ફેક્ટરીઓની પ્રત્યક્ષ મુલાકાત પણ લેશે.
ઉત્પાદકો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમીઓને મોટી તક
આ એક્ઝિબિશનમાં 100થી વધુ ઉત્પાદકો અને નિકાસકારો પોતાના ઉત્પાદનો રજૂ કરશે. ખાસ વાત એ છે કે નવા સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમીઓને પણ અહીં સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. નાનામાં નાનો ઉત્પાદક કે વેપારી પણ ઓછામાં ઓછા ખર્ચે દેશ-વિદેશમાં પોતાનો વેપાર વિકસાવી શકે તે માટે સરકારની નવી ઔદ્યોગિક નીતિ અનુસાર ઉત્પાદકોને એમડીએ (MDA) સ્કીમ હેઠળ 1 થી 2 લાખ રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર રહેશે.
કયા ક્ષેત્રના ઉત્પાદકો ભાગ લઈ શકશે?
આ મેળામાં વિવિધ ક્ષેત્રોના ઉત્પાદકો જોડાઈ શકશે, જેમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર ઈક્વિપમેન્ટ્સ અને ઈમ્પ્લિમેન્ટ્સ, સબમર્સિબલ પમ્પ્સ, ફૂડ પ્રોસેસિંગ મશીનરી, ઓટો અને એન્જિન પાર્ટ્સ, બિલ્ડિંગ મટીરીયલ અને મશીનરી, કેમિકલ, કન્ફેક્શનરી, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર, હર્બલ પ્રોડક્ટ્સ, હોસ્પિટલ ઈક્વિપમેન્ટ્સ, હાઉસહોલ્ડ આઈટમ્સ, ઈરીગેશન અને વોટર સિસ્ટમ, જ્વેલરી અને લાઈફસ્ટાઈલ, કિચનવેર અને વાસણો, મેડિકલ ટુરિઝમ, માઈનિંગ અને ડ્રિલિંગ, પેકેજિંગ, પેઈન્ટ્સ એન્ડ હાર્ડવેર, પરફ્યુમ્સ, ફાર્મા અને હેલ્થકેર, પ્લમ્બિંગ, રિન્યુએબલ એનર્જી, મસાલા (સ્પાઈસીસ), સ્ટેશનરી, સર્જિકલ ઈક્વિપમેન્ટ્સ, ટેક્સટાઈલ્સ અને ગાર્મેન્ટ્સ, સોલાર અને પાવર, ફિશિંગ, હેન્ડીક્રાફ્ટ્સ તેમજ ફેશન બુટીક્સ વગેરેનો સમાવેશ થાય છે.
મુલાકાતીઓ માટે સમય અને પ્રવેશની વિગત
ત્રણ દિવસ સુધી ચાલનારા આ વેપાર મેળામાં 10 હજારથી વધુ સ્થાનિક મુલાકાતીઓ ભાગ લેશે તેવો અંદાજ છે. મુલાકાતીઓ માટે મેળાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે મુલાકાતીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: બેંગલુરુ રોડ-શોમાં સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટરમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને અપાયું ખાસ આમંત્રણ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: બેંગલુરુ રોડ-શોમાં સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટરમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને અપાયું ખાસ આમંત્રણ

અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા જવું મોંઘું થશે: ટિકિટના દરમાં ₹40થી ₹50ના વધારાની દરખાસ્ત, જાણો નવા ભાવ

ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ખરીફ મગની ટેકાના ભાવે ખરીદીની તારીખ જાહેર, જાણો કેટલો મળશે ભાવ અને શું છે નિયમ

સુમુલ ડેરીએ પશુપાલકોને આપ્યા ખુશખબર: ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો

સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રાહકોને PGVCL એ આપ્યો મોટો ઝટકો, યુનિટ દીઠ પૈસા અને 5 ચાર્જમાં કર્યો વધારો, જાણો કેટલું વધશે બિલ?

ભારતની પહેલી Bullet Train માટે કાઉન્ટડાઉન શરૂ, મે 2027માં સુરત-બિલિમોરા વચ્ચે થશે ટ્રાયલ

દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક





