
ખુશખબર! સુરતથી ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું એલાન
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેન 4 ઓક્ટોબર 2026થી નિયમિત સેવા શરૂ કરશે. 690 કિલોમીટરનું અંતર આ સેમી હાઇ-સ્પીડ ટ્રેન લગભગ 7 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરશે અને બંને રાજ્યોના વેપાર તથા પ્રવાસનને લાભ મળશે.

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી વધુ ઝડપી અને સરળ બનવા જઈ રહી છે. રેલવે બોર્ડે સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નવી સેમી-હાઇ-સ્પીડ ટ્રેનથી બંને રાજ્યો વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને મુસાફરોને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે.
2 ઓક્ટોબરે ઉદ્ઘાટન, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા
પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું ઔપચારિક ઉદ્ઘાટન 2 ઓક્ટોબર 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો માટે આ ટ્રેનની નિયમિત સેવા 4 ઓક્ટોબર 2026થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે મંગળવારે મેન્ટેનન્સના કારણે સેવા બંધ રહેશે.
690 કિમીનું અંતર 7.5 કલાકમાં પૂર્ણ કરશે
સુરતથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 26903 તરીકે સવારે 6:10 વાગ્યે સુરતથી રવાના થશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન લગભગ 690 કિલોમીટરનું અંતર 7 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરશે.
આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસના મુખ્ય સ્ટોપેજમાં નીચેના સ્ટેશનો સામેલ છે:-
- સુરત
- ભરૂચ
- વડોદરા
- આણંદ
- મણિનગર (અમદાવાદ)
- અસારવા (અમદાવાદ)
- હિમતનગર
- શામળાજી રોડ
- ડુંગરપુર
- જાવર
- ઉદયપુર સિટી
વેપાર અને પ્રવાસનને મળશે લાભ
આ નવી વંદે ભારત સેવા સુરત અને ઉદયપુર વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. ટેક્સટાઇલ વેપારીઓ, ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને પ્રવાસીઓને ઝડપી મુસાફરીનો લાભ મળી શકે છે. આ અગાઉ ચાલતી ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેનનો સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, જેના કારણે ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે સીધો રેલ સંપર્ક બનશે.
આ પણ વાંચો : IPO News: 4 IPOનું એકસાથે લિસ્ટિંગ, 86% સુધી નફો; આ શેરે મારી બાજી
આ પણ જુઓ:

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

