હવે દાવા વગર મળશે ESIC લાભ: જાણો બેંક ખાતામાં સીધા પૈસા મેળવવાની 3 શરતો
કેન્દ્ર સરકારે 21 નવેમ્બર, 2026 થી 'ESIC (જનરલ) રેગ્યુલેશન્સ, 2026' લાગુ કર્યા છે, જે 1950 ના જૂના નિયમોનું સ્થાન લેશે. આ નવા ફેરફારો મુજબ, પાત્ર કર્મચારીઓને હવે માંદગી, પ્રસૂતિ અને કામ પર થતી ઈજાના લાભો મેળવવા માટે અલગ દાવા ફોર્મ ભરવાની જરૂર નહીં પડે અને રકમ સીધી બેંક ખાતામાં જમા થશે.


ESIC New Rules 2026: નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકારે એક અત્યંત રાહતરૂપ નિર્ણય લેતા 'ESIC (જનરલ) રેગ્યુલેશન્સ, 2026' લાગુ કરી દીધા છે. 21 નવેમ્બર, 2026 થી અમલમાં આવેલા આ નવા નિયમો હેઠળ કર્મચારી રાજ્ય વીમા (ESIC) ની પ્રક્રિયાને ઘણી સરળ બનાવવામાં આવી છે. હવે પાત્ર કર્મચારીઓને માંદગી અને પ્રસૂતિ જેવા મહત્વના લાભો મેળવવા માટે અલગથી ક્લેમ ફોર્મ ફાઇલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
1950 ના જૂના નિયમોની જગ્યાએ નવા રેગ્યુલેશન્સ
કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) નિયમનો, 2026 ને સૂચિત કર્યા છે, જે વર્ષ 1950 થી ચાલતા જૂના નિયમોને બદલે છે. અગાઉ જુલાઈમાં તેનો ડ્રાફ્ટ જાહેર કરીને લોકોના વાંધા-સૂચનો માટે 45 દિવસનો સમય અપાયો હતો. ત્યારબાદ 20 નવેમ્બર, 2026 ના રોજ નિયમોને અંતિમ રૂપ આપીને 21 નવેમ્બરે ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
અલગ દાવા વિના સીધા ખાતામાં પૈસા મેળવવાની 3 શરતો
નવા નિયમનો હેઠળ પાત્ર કર્મચારીઓના બેંક ખાતામાં સીધા જ માંદગી અને પ્રસૂતિ લાભની ચુકવણી કરવામાં આવશે. જોકે, આ માટે નીચેની 3 શરતો પૂરી કરવી ફરજિયાત છે:
કર્મચારી પાસે ESIC માહિતી પ્રણાલી દ્વારા જારી કરાયેલું તબીબી પ્રમાણપત્ર (મેડિકલ સર્ટિફિકેટ) હોવું જોઈએ.
નોકરીદાતાએ એમ્પ્લોયર પોર્ટલ પર ફોર્મ 8B દ્વારા સંબંધિત સમયગાળાનું રિટર્ન સબમિટ કરેલું હોવું જોઈએ.
કર્મચારીનો આધાર નંબર તેમના વીમા નંબર સાથે લિંક હોવો જોઈએ અને આધાર સાથે જોડાયેલું બેંક ખાતું હોવું જરૂરી છે.
કામ પર ઈજા થવાના કિસ્સામાં પણ પ્રક્રિયા સરળ
નિયમન 29B મુજબ, જો કોઈ કર્મચારીને નોકરી દરમિયાન ઈજા થાય, તો નોકરીદાતા દ્વારા સબમિટ કરાયેલા ઈજા રિપોર્ટને જ સંબંધિત લાભો માટેનો દાવો ગણી લેવામાં આવશે. આમાં કાયમી અપંગતા લાભ, કામચલાઉ અપંગતા લાભ અને આશ્રિતોના લાભનો સમાવેશ થાય છે. એટલે કે કર્મચારી કે તેમના પરિવારજનોએ અલગથી દાવો દાખલ કરવાની જરૂર રહેશે નહીં.
પગાર મર્યાદા અને ફાળાના નિયમોનવા નિયમોમાં ESIC સભ્યપદ માટે માસિક પગાર મર્યાદા ₹21,000 અને અપંગ કર્મચારીઓ માટે ₹25,000 નક્કી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કર્મચારી પોતાના કુલ પગારના 0.75% અને નોકરીદાતા 3.25% ફાળો આપે છે. દરરોજ ₹176 સુધીની કમાણી કરતા કર્મચારીઓને પોતાના હિસ્સાનું યોગદાન આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ નોકરીદાતાએ તેમનો ફાળો આપવો જરૂરી રહેશે. નવા નિયમોમાં યોગદાન અને લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ નોંધણી, પરિવારની વિગતો અપડેટ કરવા અને રિટર્ન ફાઇલ કરવા માટે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની તક: આગામી સપ્તાહે ખુલશે 3 નવા NFO, માત્ર ₹1,000 થી શરૂ કરી શકાશે રોકાણ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Suzuki Access 125 નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને વેરિઅન્ટ

બેંક ગ્રાહકો ખાસ વાંચે: આવતીકાલે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આ 21 શહેરોમાં બેંકો બંધ રહેશે

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ





