Suzuki Access 125 નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને વેરિઅન્ટ
Suzuki Motorcycle Indiaએ લોકપ્રિય 125cc સ્કૂટર Access 125ને નવા કલર વિકલ્પો સાથે રજૂ કર્યું છે. દિલ્હીમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹83,086 છે.સ્કૂટર પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેમાં સ્માર્ટ કનેક્ટિવિટી, ABS, TFT ડિસ્પ્લે સહિતના ફીચર્સ મળે છે.

સ્કૂટર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને Suzuki Motorcycle Indiaએ તેના લોકપ્રિય Access 125ને નવા રંગો સાથે રજૂ કર્યો છે. કંપનીએ અલગ-અલગ વેરિઅન્ટમાં નવા કલર વિકલ્પો ઉમેર્યા છે. Ride Connect Edition અને Ride Connect ABS Editionમાં Metallic Royal Bronze કલર ઉપલબ્ધ રહેશે. જ્યારે Ride Connect TFT ABS Editionમાં Metallic Mat Bordeaux Red કલર આપવામાં આવ્યો છે. ઉપરાંત Ride Connect અને Ride Connect ABS Editionમાં Pearl Mat Aqua Silver કલર પણ ઉમેરવામાં આવ્યો છે. Standard Editionમાં હવે Solid Ice Green કલરનો વિકલ્પ પણ મળશે.
પાંચ વેરિઅન્ટ, કિંમત ₹83,086થી શરૂ
દિલ્હીમાં Suzuki Access 125 ની એક્સ-શોરૂમ કિંમતો તેના અલગ-અલગ વેરિઅન્ટ પ્રમાણે ₹83,086 થી શરૂ થઈને ₹1,03,780 સુધી જાય છે. આ સ્કૂટરના બેઝ મોડલ Standard Edition ની એક્સ-શોરૂમ કિંમત ₹83,086 રાખવામાં આવી છે, જ્યારે Special Edition ની કિંમત ₹89,428 છે. આ ઉપરાંત, સ્માર્ટ ફીચર્સ ધરાવતા Ride Connect Edition માટે ₹91,627, સુરક્ષા ફીચર્સ સાથેના Ride Connect ABS Edition માટે ₹98,432 અને ટોપ-એન્ડ Ride Connect TFT ABS Edition માટે ₹1,03,780 એક્સ-શોરૂમ કિંમત નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને તેના Special Edition વેરિઅન્ટમાં અગાઉના આકર્ષક કલર વિકલ્પો યથાવત રાખવામાં આવ્યા છે, જેમાં Metallic Mat Black No. 2, Metallic Mat Stellar Blue, Pearl Grace White અને Solid Ice Green નો સમાવેશ થાય છે.
125cc એન્જિન સાથે SEP ટેક્નોલોજી
Suzuki Access 125માં 125cc સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક અને એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન OBD-2B ધોરણોને અનુરૂપ છે. ટરમાં Suzuki Eco Performance (SEP) ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજી વધુ સારી માઇલેજ અને સ્મૂથ રાઇડિંગ અનુભવમાં મદદ કરે છે. જિંદા ઉપયોગને ધ્યાનમાં રાખીને તેમાં 24.4 લીટરનું અંડર-સીટ સ્ટોરેજ, બહારથી ફ્યુઅલ ભરવાની સુવિધા, મોટું ફ્લોરબોર્ડ અને લાંબી સીટ આપવામાં આવી છે.
Ride Connect વેરિઅન્ટમાં સ્માર્ટ કનેક્ટિવિટી
Access 125ના Ride Connect વેરિઅન્ટમાં Bluetooth કનેક્ટિવિટી સાથે ડિજિટલ મીટર મળે છે. તેના દ્વારા સ્માર્ટફોનને સ્કૂટર સાથે કનેક્ટ કરી શકાય છે.આ સિસ્ટમમાં નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ જેવી સુવિધાઓ મળે છે.ટોપ Ride Connect TFT ABS Editionમાં 4.2 ઇંચની કલર TFT સ્ક્રીન આપવામાં આવી છે. Ride Connect ABS અને Ride Connect TFT ABS Editionમાં સિંગલ-ચેનલ ABS પણ મળે છે, જે બ્રેકિંગ દરમિયાન વ્હીલ લોક થવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે.
23 નવેમ્બરથી દેશભરમાં ઉપલબ્ધ
નવા કલર સાથે Suzuki Access 125ના તમામ સંબંધિત વેરિઅન્ટ 23 નવેમ્બર 2026થી દેશભરના Suzukiના અધિકૃત શોરૂમમાં ઉપલબ્ધ થશે.ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે Standardથી લઈને Ride Connect TFT ABS Edition સુધીના પાંચ વેરિઅન્ટમાંથી પસંદગી કરી શકશે.
આ પણ વાંચો: રોકાણકારોની પહેલી પસંદ બન્યો આ શેર, 3 મોટા ઓર્ડર મળતા ભાવમાં 6%નો ઉછાળો
આ પણ જુઓ:
Also Read

બેંક ગ્રાહકો ખાસ વાંચે: આવતીકાલે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આ 21 શહેરોમાં બેંકો બંધ રહેશે

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ

રણબીર કપૂરની 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી





