KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

M3M Hurun Rich List 2026: ગૌતમ અદાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, અંબાણી બીજા ક્રમે

M3M Hurun India Rich List 2026માં ગૌતમ અદાણી પરિવારે ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. અદાણીની કુલ સંપત્તિ ₹9.23 લાખ કરોડ રહી છે, જ્યારે મુકેશ અંબાણી ₹8.63 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

KuberaNow
kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
adani ambani

ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. M3M Hurun India Rich List 2026 મુજબ ગૌતમ અદાણી પરિવારે ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું છે અને મુકેશ અંબાણી પરિવાર બીજા ક્રમે પહોંચ્યો છે.


અદાણી પરિવારની સંપત્તિ ₹9.23 લાખ કરોડ

Hurun India Rich List 2026 અનુસાર ગૌતમ અદાણી અને પરિવારની કુલ સંપત્તિ ₹9.23 લાખ કરોડ ($96 બિલિયન) નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 13%નો વધારો થયો છે. બીજી તરફ મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ ₹8.63 લાખ કરોડ ($90 બિલિયન) રહી છે. અંબાણી પરિવાર આ યાદીમાં બીજા સ્થાને છે.


ભારતમાં હવે 391 અબજોપતિ

રિપોર્ટ મુજબ ભારતમાં હવે 391 અબજોપતિ છે. એટલે કે દેશમાં 391 એવા વ્યક્તિઓ અથવા પરિવારો છે, જેમની કુલ સંપત્તિ $1 બિલિયન (લગભગ ₹8,000 કરોડથી વધુ) છે. આ અબજોપતિઓ દેશના 106થી વધુ શહેરોમાં ફેલાયેલા છે. આ વર્ષે Hurun Rich Listમાં 76 નવા અબજોપતિ ઉમેરાયા છે, જે ભારતમાં વધી રહેલી સંપત્તિ સર્જનને દર્શાવે છે.

મુંબઈ સૌથી આગળ, અમદાવાદના બે ઉદ્યોગપતિ ટોપ-10માં છે. શહેરોની વાત કરીએ તો મુંબઈ 465 અમીર લોકો સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ નવી દિલ્હી 236 અને બેંગલુરુ 129 સાથે આગળ છે.


ટોપ-10માં ત્રણ ગુજરાતી ઉદ્યોગપતિ

ગૌતમ અદાણી અને પરિવાર- Adani Group- ₹9.23 લાખ કરોડ

મુકેશ અંબાણી અને પરિવાર – Reliance Industries – ₹8.63 લાખ કરોડ

સમીર મહેતા અને પરિવાર- Torrent Pharmaceuticals-₹1.89 લાખ કરોડ


AI સેક્ટર પહેલીવાર Rich Listમાં સામેલ

2026ની Hurun Rich Listમાં Artificial Intelligence (AI) સેક્ટરને પ્રથમ વખત અલગ કેટેગરી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. AI ક્ષેત્રમાંથી 19 લોકો યાદીમાં સામેલ થયા છે, જેમની સંયુક્ત સંપત્તિ ₹3.07 લાખ કરોડ નોંધાઈ છે.

આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  2. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  3. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો
  4. મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM