Upcoming Movies: સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં આવશે આ 4 હિન્દી ફિલ્મો, કરીના કપૂરથી સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી મોટા નામ સામેલ
સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ચાર હિન્દી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થવાની છે. કરીના કપૂરની ‘દાયરા’ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘ધ વાન’ સહિતની ફિલ્મો પર દર્શકોની નજર રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં 9-10 હિન્દી ફિલ્મોની રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી હતી, જેમાંથી પાંચ ફિલ્મો થિયેટરમાં આવી ચૂકી છે. હવે મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કેટલીક મોટી ફિલ્મો રૂપેરી પડદા પર આવવાની છે. કરીના કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા જેવા કલાકારોની ફિલ્મો પર દર્શકોની નજર રહેશે.
18 સપ્ટેમ્બરે ત્રણ ફિલ્મો થશે રિલીઝ
18 સપ્ટેમ્બરે ત્રણ હિન્દી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થશે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘દાયરા’ છે. આ ફિલ્મમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે, જ્યારે કરીના સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. ફિલ્મનું પ્રમોશન મોટા પાયે ચાલી રહ્યું છે અને કરીના કપૂરના સ્ટારડમને કારણે ફિલ્મ પાસેથી દર્શકોને અપેક્ષા છે.
‘વાઇબ’થી પ્રીતિ ઝિન્ટાની વાપસી
18 સપ્ટેમ્બરે જ રિલીઝ થનારી બીજી ફિલ્મ ‘વાઇબ’ છે. આ ફિલ્મનું નિર્દેશન કુણાલ ખેમુ કરી રહ્યા છે અને તેમાં પ્રીતિ ઝિન્ટા લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે. કુણાલ ખેમુ ફિલ્મમાં અભિનય સાથે નિર્દેશનની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. જોકે ફિલ્મને લઈને હાલમાં મોટી ચર્ચા જોવા મળી રહી નથી.
‘લવ લોટરી’માં સસ્પેન્સ અને કોર્ટરૂમ ડ્રામા
આ જ દિવસે ‘લવ લોટરી’ પણ રિલીઝ થશે. અક્ષય ઓબેરોય અને હેલી દારૂવાલા આ ફિલ્મના મુખ્ય કલાકારો છે. નામ પરથી કોમેડી ફિલ્મ લાગતી આ ફિલ્મ હકીકતમાં સસ્પેન્સ, થ્રિલ અને કોર્ટરૂમ ડ્રામા પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન અરવિંદ પાંડે કરી રહ્યા છે.
આ પણ વાંચો: પિતાની યાદને ચિરંજીવ બનાવવા અમિતાભ બચ્ચન અયોધ્યામાં બનાવશે ધર્મશાળા
25 સપ્ટેમ્બરે આવશે ‘ધ વાન’
25 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફેન્ટેસી થ્રિલર ફિલ્મ ‘ધ વાન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ રિલીઝ થશે. આ ફિલ્મ ભારતીય લોકકથાઓ અને પૌરાણિક કથાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ અને તમન્ના સાથે અનુપ સોની, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને મનીષ પોલ જેવા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અરુણભ કુમાર અને દીપક કુમાર મિશ્રા કરી રહ્યા છે.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

