KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ધક્કો ન પડે! ઓક્ટોબરમાં આ 16 દિવસે બેંકો રહેશે બંધ

ઓક્ટોબર મહિનામાં દેશભરના બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે. જેમાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર ઉપરાંત વિવિધ તહેવારોની રજાઓ સામેલ છે.RBIએ જાહેર કરેલી રજાઓની યાદી મુજબ ગ્રાહકો ડિજિટલ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
bank
તહેવારોની વચ્ચે બેંક રજાઓનો વરસાદ! 16 દિવસ રહેશે બંધ AI Generated Image

ઓક્ટોબર મહિનામાં બેંકિંગ કામકાજ સાથે જોડાયેલા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. RBI દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ આગામી મહિનામાં દેશના અલગ-અલગ શહેરોમાં સરકારી અને ખાનગી બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારની નિયમિત રજાઓ ઉપરાંત અલગ-અલગ રાજ્યો અને સ્થાનિક તહેવારોને કારણે મળતી રજાઓનો સમાવેશ થાય છે.


2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં બેંકો રહેશે બંધ

ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના કારણે દેશભરની બેંક બ્રાન્ચ બંધ રહેશે. આ ઉપરાંત અન્ય રજાઓ રાજ્ય અને સ્થાનિક તહેવારોના આધારે અલગ-અલગ હોઈ શકે છે. તેથી બેંકમાં કોઈ મહત્વનું કામ હોય તો ગ્રાહકોએ અગાઉથી રજાઓની યાદી તપાસવી જરૂરી છે.


બ્રાન્ચ બંધ હોવા છતાં ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

બેંક બ્રાન્ચ બંધ હોવા છતાં ગ્રાહકો મોટાભાગના બેંકિંગ કામ ઓનલાઈન કરી શકશે. ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM, NEFT અને RTGS જેવી સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. આથી પૈસા ટ્રાન્સફર, પેમેન્ટ અને અન્ય ડિજિટલ બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ રજાના દિવસોમાં પણ કરી શકાશે.


NEFT અને RTGSથી કરી શકાશે ઓનલાઈન ટ્રાન્સફર


NEFT (National Electronic Fund Transfer):

NEFT દ્વારા કોઈપણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તેમાં ટ્રાન્ઝેક્શન બેચ પ્રમાણે પ્રોસેસ થાય છે અને આ સેવા રજાના દિવસોમાં પણ 24x7 ઉપલબ્ધ રહે છે.


RTGS (Real Time Gross Settlement):

RTGSનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. તેમાં ઓછામાં ઓછા ₹2 લાખની રકમ મોકલી શકાય છે અને પૈસા રિયલ ટાઈમમાં ટ્રાન્સફર થાય છે.


બેંક કામ માટે અગાઉથી પ્લાનિંગ જરૂરી

ઓક્ટોબરમાં બેંક રજાઓની સંખ્યા વધુ હોવાથી ગ્રાહકોએ ચેક, લોન, દસ્તાવેજો અથવા અન્ય બેંકિંગ કામ માટે અગાઉથી આયોજન કરવું જરૂરી છે. બ્રાન્ચ સંબંધિત કામ માટે નજીકની બેંકની રજા અને કાર્યદિવસની માહિતી તપાસ્યા બાદ જ મુલાકાત લેવી યોગ્ય રહેશે.


આ પણ વાંચો : પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો


આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM