Hero Motors, SS Retail અને Jindal Supremeના IPOને પહેલા દિવસે કેવો પ્રતિસાદ મળ્યો?
16 સપ્ટેમ્બરે Hero Motors, SS Retail અને Jindal Supreme IPOમાં રોકાણકારોનો અલગ-અલગ પ્રતિસાદ જોવા મળ્યો છે. Jindal Supreme IPO સૌથી વધુ 7.55 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે, જ્યારે Hero Motors અને SS Retail IPOને પણ રિટેલ રોકાણકારો તરફથી રસ મળ્યો છે.

શેરબજારમાં 16 સપ્ટેમ્બરે ત્રણ અલગ ક્ષેત્રની કંપનીઓના IPO ખુલ્યા છે. તેમાં ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રની Hero Motors, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ કંપની SS Retail અને Jindal Supremeનો સમાવેશ થાય છે. ત્રણેય IPOમાં રોકાણકારોની કેટેગરી પ્રમાણે અલગ-અલગ ભાગીદારી જોવા મળી છે.
Hero Motors પહેલા દિવસે ફુલ સબસ્ક્રાઈબ
હિરો મોટર્સનો ₹1,000 કરોડનો IPO 16 સપ્ટેમ્બર 2026થી ખુલ્યો છે. કંપનીએ શેર માટે ₹79થી ₹84નો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો છે. રિટેલ રોકાણકારો માટે એક લોટમાં 178 શેર સામેલ છે. IPOના પહેલા દિવસે કુલ 8.86 કરોડ શેરની સામે 12.26 કરોડ શેર માટે બિડ મળી હતી. આ સાથે IPO 1.39 ગણો ભરાયો છે. કેટેગરી પ્રમાણે રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.23 ગણો, નોન-ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારોનો હિસ્સો 1.25 ગણો ભરાયો છે, જ્યારે QIB કેટેગરીમાં 0.01 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. હિરો મોટર્સ ઓટો કમ્પોનન્ટ્સ, પાવરટ્રેન સોલ્યુશન્સ, ગિયર અને ટ્રાન્સમિશન કમ્પોનન્ટ્સના ક્ષેત્રમાં કામ કરે છે. કંપની ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પણ વિસ્તરણ કરી રહી છે.
SS Retail IPOમાં રિટેલ રોકાણકારોનો રસ
SS રિટેલનો ₹500 કરોડનો IPO પણ 16 સપ્ટેમ્બર 2026થી ખુલ્યો છે. કંપનીએ IPO માટે ₹403થી ₹424નો ભાવપટ્ટો નક્કી કર્યો છે. આ IPOમાં ₹360 કરોડનો નવો ઈશ્યૂ અને ₹140 કરોડનો ઓફર ફોર સેલ સામેલ છે. રિટેલ રોકાણકારો માટે એક લોટમાં 35 શેર છે. SS રિટેલ IPOને કુલ 1.44 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. કેટેગરી પ્રમાણે વાત કરીએ તો QIB 0.20 ગણું, NIIમાં 1.53 ગણું, રિટેલમાં 2.20 ગણું અને ઇમ્પ્લોય કેટેગરીમાં 0.32 ગણો ભરાયો છે. કંપની મોબાઈલ ફોન, એક્સેસરીઝ, ટીવી, લેપટોપ, ટેબલેટ અને જૂના સ્માર્ટફોનના વેચાણ સાથે જોડાયેલી છે. માર્ચ 2026 સુધી કંપનીના 215 શહેરોમાં 503 સ્ટોર્સ હતા.
Jindal Supreme IPOને સૌથી મજબૂત પ્રતિસાદ
જિન્દાલ સુપ્રીમ IPOને રોકાણકારો તરફથી સૌથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે. કંપનીનો IPO 16 સપ્ટેમ્બર 2026થી ખુલ્યો છે અને તેનો ઈશ્યૂ સાઈઝ લગભગ ₹124.88 કરોડ છે. કંપનીએ શેર માટે ₹88થી ₹93નો ભાવપટ્ટો નક્કી કર્યો છે. કેટેગરી પ્રમાણે QIB 1.02 ગણું, NII 6.75 ગણું, રિટેલ 11.63 ગણું અને કુલ સબ્સ્ક્રિપ્શન 7.55 ગણું થયું છે. IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ઘટાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
આ પણ વાંચો: Tata Sonsનું બોર્ડ એન. ચંદ્રશેખરનને પદ છોડવાનો નિર્ણય બદલવા વિનંતી કરે તેવી શક્યતા
કોની GMP સૌથી વધુ?
ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે હાલ SS રિટેલ IPO સૌથી આગળ છે. SS Retailનો GMP લગભગ ₹128 પ્રતિ શેર એટલે કે આશરે 30% પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. ત્યારબાદ જિન્દાલ સુપ્રીમ IPOનો GMP લગભગ ₹27 પ્રતિ શેર એટલે કે 29% પ્રીમિયમ અને Hero Motors IPOનો GMP લગભગ ₹20 પ્રતિ શેર એટલે કે 24% પ્રીમિયમ જોવા મળી રહ્યો છે. જોકે GMP માત્ર અનૌપચારિક બજાર સંકેત છે અને તેમાં લિસ્ટિંગ પહેલાં ફેરફાર થઈ શકે છે.
IPOની મહત્વની તારીખો
ત્રણેય IPO 16 સપ્ટેમ્બરે ખુલ્યા છે. IPO 18 સપ્ટેમ્બર બંધ થશે અને 21 સપ્ટેમ્બર એલોટમેન્ટ થશે. કંપનીના શેર 23 સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

સપ્ટે.ના કુલ મૂડી એકત્રીકરણમાં ડેટનો બે તૃતીયાંશ હિસ્સો; પબ્લિક બોન્ડ ઇશ્યૂ માત્ર ₹1,287 કરોડના

મેઇનબોર્ડ IPOનું સરેરાશ લિસ્ટિંગ રિટર્ન ઓગસ્ટના 28.5%થી ઘટીને સપ્ટે.માં 9.9% થયું





