
NEWS IN BRIEF: પોર્ટ્સ, જ્વેલરી અને સિમેન્ટ સેક્ટરના 5 મોટા અપડેટ
APM ટર્મિનલ્સ પીપાવાવમાં નવી નિમણૂક, કલ્યાણ જ્વેલર્સની નવરાત્રિ કૅમ્પેઇન, Hisenseની ફેસ્ટિવ ટીવી ઓફર અને JSW Cementની વધારાની ગ્રાઇન્ડિંગ ક્ષમતા સહિતના 4 મોટા બિઝનેસ અપડેટ્સ સામે આવ્યા છે.

APM ટર્મિનલ્સ પીપાવાવમાં ઝીશાન મુખી નવા CCO
APM ટર્મિનલ્સ પીપાવાવે ઝીશાન મુખીની ચીફ કમર્શિયલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. 28 સપ્ટેમ્બર 2026થી તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. શિપિંગ, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં 22 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઝીશાન અગાઉ DP World અને A.P. Moller-Maersk સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ કંપનીની કમર્શિયલ કામગીરીનું નેતૃત્વ કરીને ગ્રાહક ભાગીદારી મજબૂત બનાવવા અને બિઝનેસ વૃદ્ધિ પર ધ્યાન આપશે.
કલ્યાણ જ્વેલર્સની નવરાત્રિમાં નારી શક્તિની ઉજવણી
કલ્યાણ જ્વેલર્સે નવરાત્રિ માટે નવી કૅમ્પેઇન ફિલ્મ રજૂ કરી છે, જેમાં નારી શક્તિના વિવિધ સ્વરૂપોને ઉજાગર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં પરિવાર, પરંપરા, સંબંધો અને નવરાત્રિની ઉજવણી સાથે ઘરેણાંને પણ જોડવામાં આવ્યા છે. માતા, પુત્રી, બહેન અને સખી જેવા નારીના વિવિધ સ્વરૂપો સાથે પેઢી દર પેઢી આગળ વધતી પરંપરાઓને દર્શાવવામાં આવી છે. કૅમ્પેઇન ફિલ્મ કલ્યાણ જ્વેલર્સના ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.
Hisense TV પર ફેસ્ટિવ સેલમાં 40% સુધી ડિસ્કાઉન્ટ
Hisense Indiaએ Amazon Great Indian Festival અને Flipkart Big Billion Days દરમિયાન સ્માર્ટ ટીવી પર 40% સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ગ્રાહકોને ₹50,000 સુધીનું કૅશબૅક, ઝીરો ડાઉન પેમેન્ટ અને નો-કોસ્ટ EMI જેવા વિકલ્પો પણ મળશે. ફેસ્ટિવ ઓફરમાં RGB MiniLED, MiniLED, QLED અને LED ટીવીની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે. કંપનીએ આ ફેસ્ટિવ સીઝનમાં વેચાણમાં 40થી 50% વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે.
JSW Cementની ગ્રાઇન્ડિંગ ક્ષમતા 25.10 MTPA થઈ
JSW Cementએ રાજસ્થાનના નાગૌર ખાતે વધારાનું 1.00 MTPA સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ કાર્યરત કર્યું છે. આ સાથે કંપનીની કુલ ગ્રાઇન્ડિંગ ક્ષમતા વધીને 25.10 MTPA થઈ છે. નાગૌર પ્લાન્ટની કુલ ગ્રાઇન્ડિંગ ક્ષમતા હવે 3.50 MTPA થઈ છે, જે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને NCRમાં વધતી સિમેન્ટ માગ પૂરી કરવામાં મદદ કરશે. કંપનીએ પ્લાન્ટમાં ઓલ્ટરનેટ ફ્યુઅલ હેન્ડલિંગ અને વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ પણ કાર્યરત કરી છે.
એવરેડીનું મચ્છર પ્રોટેક્શન સેગમેન્ટમાં પ્રવેશ
એવરેડી ઇન્ડસ્ટ્રીઝે ભારતનું પ્રથમ પોર્ટેબલ લિક્વિડ વેપોરાઇઝર ‘એવરેડી અલ્ટીમા’ લોન્ચ કરીને મોસ્કિટો પ્રોટેક્શન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. પ્લગ કે સોકેટ વગર ઉપયોગ કરી શકાય તેવું આ રિચાર્જેબલ ડિવાઇસ 3 કલાક સુધીના બેટરી બેકઅપ સાથે આવે છે. કંપનીના જણાવ્યા મુજબ તેમાં એડવાન્સ્ડ જાપાનીઝ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને બેડરૂમ, બાલ્કની, બાળકોના પ્લે-એરિયા, કાર કે ટ્રાવેલિંગ દરમિયાન પણ વાપરી શકાય છે. પ્રોડક્ટની કિંમત ₹299 રાખવામાં આવી છે અને તે ઈ-કોમર્સ, મોડર્ન ટ્રેડ તથા જનરલ ટ્રેડ ચેનલ્સ પર ઉપલબ્ધ રહેશે.

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
