KuberaNowLogo
Wednesday, 09/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

વૈશ્વિક બજારમાં નબળાઈ, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $100ની નજીક પહોંચવો અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો ભારતીય શેરબજાર માટે ચિંતાનું કારણ બન્યાં છે.

KuberaNow
desk@kuberanowPublished On : 9 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Global Cues
Global CuesAI Generated Image

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ બુધવારે પણ રોકાણકારોની કસોટી થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. તેની સાથે અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને વૈશ્વિક ઇક્વિટી બજારોની નબળાઈએ બજારનું સેન્ટિમેન્ટ દબાણમાં રાખ્યું છે.

 

 બ્રેન્ટ ક્રૂડ $100ની નજીક

 

બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $100ની નજીક પહોંચતાં ઓઇલ માર્કેટિંગ, એવિએશન, પેઇન્ટ, ટાયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના શેરો પર રોકાણકારોની ખાસ નજર રહેશે.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ પણ આશરે $94.66 પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. અમેરિકન 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ થોડા સમય માટે 4.8%ને પાર જતાં જોખમી એસેટ્સ પ્રત્યે સાવચેતી વધી હતી. અમેરિકન બજારમાં ડાઉ જોન્સ 1.18% ઘટ્યો હતો.

 

FIIs વેચવાલીમાં, DIIsએ ટેકો આપ્યો

 

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરોમાં ₹123 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ₹1,350 કરોડની ચોખ્ખી ખરીદી કરીને બજારને ટેકો આપ્યો હતો.

 

આ પણ વાંચો: IPO Market : આઈપીઓ બજારમાં થશે રેકોર્ડ, 30 વર્ષ પછી એક જ દિવસે ખુલશે છ ઈશ્યુ


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
  2. ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
  3. Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
  4. આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો

Economy

See more
  1. મિડલ ઈસ્ટ તણાવથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, Brent $97ની નજીક પહોંચ્યું
  2. coal gasification : હવે કોલસામાંથી બનાવાશે ગેસ, ગેસ-યુરિયાની અછત દૂર થશે
  3. ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો
  4. Life Insurance: જીવન વીમા બજારમાં તેજીનો માહોલ, ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો વધશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM