KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ગુજરાતમાં Jioનો દબદબો: વાયરલેસ નેટ એડિશનમાં પ્રથમ, ઑગસ્ટમાં 6000થી વધુ ગ્રાહકો વધ્યા

TRAIના ઑગસ્ટ-2026ના આંકડા મુજબ, ગુજરાતના વાયરલાઇન ક્ષેત્રમાં જિયોનો અગ્રણી હિસ્સો યથાવત્ રહ્યો છે. સાથે જ વાયરલેસ તથા ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રોમાં પણ જિયાએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે.

desk@kuberanowPublished On : 1 Oct 2026
Jio network in Gujarat
Jio network in GujaratAI Image

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધારવામાં જિયો ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

 

ઑગસ્ટ-2026માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, TRAIની પદ્ધતિ મુજબ 100 ટકાથી વધુ VLR રેશિયો માન્ય છે. તેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત, વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ પ્રથમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો છે, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં 49.81 ટકા હિસ્સો ધરાવે છે. ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યાં હતા આ સાથે આ ક્ષેત્રમાં પણ નવા જોડાણો ઉમેરવામાં જિયોએ ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તો, ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રે પણ જિયોના ગ્રાહક આધારમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં જિયાનો 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ) ગ્રાહક આધાર 4.87 લાખ થયો છે. ઑગસ્ટ-2026માં 6,054 નવા જોડાણો ઉમેરાયા હતા.જ્યારે UBR FWA ક્ષેત્રમાં ઑગસ્ટ-2026માં 16,540 નવા જોડાણો ઉમેરાતા તેનો કુલ ગ્રાહક આધાર 3.67 લાખ થયો છે.


આમ, TRAIના ઑગસ્ટ-2026ના આંકડા મુજબ, ગુજરાતના વાયરલાઇન ક્ષેત્રમાં જિયોનો અગ્રણી હિસ્સો યથાવત્ રહ્યો છે. સાથે જ વાયરલેસ તથા ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રોમાં પણ જિયાએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે.

 

આ પણ વાંચો: Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
  2. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  3. Stocks In News | 01 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા

Economy

See more
  1. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  2. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM