Bonfiglioli Transmissionના IPOને એન્કર બૂસ્ટ, 73 રોકાણકારોએ લગાવ્યા ₹759 કરોડ
Bonfiglioli Transmissionનો IPO આજે ખૂલ્યો, 19 ઓક્ટોબરે બંધ થશે. 73 એન્કર ઇન્વેસ્ટર્સને 1.29 કરોડથી વધુ શેર ફાળવીને કંપનીએ ₹759.26 કરોડ મેળવ્યા. SBI, HDFC, ICICI Prudential સહિતના મોટા મ્યુચ્યુઅલ ફંડ્સે ભાગ લીધો.

બોનફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડે (બીટીએલ) 73 એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 1,29,56,712 ઇક્વિટી શેર ફાળવીને રૂ. 759.26 કરોડ એકત્ર કર્યા છે. એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેરની ફાળવણી કિંમત રૂ. 586 રાખવામાં આવી છે, જેમાં દરેક શેરની ફેસ વેલ્યુ રૂ. 10 અને રૂ. 576નું શેર પ્રીમિયમ સામેલ છે.
આ ફાળવણીમાં ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સ, ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, સોવરિન વેલ્થ ફંડ્સ, કેનેડાની પેન્શન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, વીમા કંપનીઓ અને સ્પેશિયાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ સહિતના રોકાણકારોએ ભાગ લીધો હતો. એન્કર બુકમાં ઇન્ડસ્ટ્રી અને ઓટોમેશન, ઑફ-હાઇવે મોબિલિટી તથા પવન ઊર્જા ક્ષેત્રે બોનફિલિઓલીના વ્યવસાય પ્રત્યે સંસ્થાકીય રોકાણકારોની વ્યાપક રુચિ જોવા મળી છે.
ભારતના 20 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પણ જોડાયા
એન્કર બુકમાં ભારત અને વિશ્વના અગ્રણી રોકાણકારોએ ભાગ લીધો હતો. તેમાં ભારતનાં 20 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. તેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ અને મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેવા અગ્રણી ફંડ્સનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારી ભારતના એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં બોનફિલિઓલી પ્રત્યે સંસ્થાકીય રોકાણકારોની વ્યાપક રુચિ દર્શાવે છે.
વીમા ક્ષેત્રની કેટલીક અગ્રણી કંપનીઓમાં એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ, ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ લાઇફ ઇન્શ્યોરન્સ અને એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. સ્પેશિયાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સમાં પ્રશાંત જૈન દ્વારા સ્થાપિત થ્રીપી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ, અબાકસ એસેટ મેનેજર અને એનામ એએમસીનો સમાવેશ થાય છે.
વિશ્વના ખ્યાતનામ રોકાણકારો પણ એન્કર બુકમાં
વૈશ્વિક સ્તરે જાણીતા રોકાણકારોમાં બ્લેકરોક, ગોલ્ડમેન સાક્સ એસેટ મેનેજમેન્ટ, વ્હાઇટઑક, આલિયાન્ઝ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, પિક્ટેટ અને અમુન્ડી જેવી વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ તથા લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ફંડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) અને કેનેડાના પબ્લિક સેક્ટર પેન્શન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (પીએસપી ઇન્વેસ્ટમેન્ટ્સ) જેવા સોવરિન વેલ્થ અને પેન્શન ફંડ્સે પણ ભાગ લીધો હતો.
બોનફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ મિકેનિકલ તથા ઇલેક્ટ્રો-મેકેનિકલ પાવર ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઇવ સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. તેની પ્રોડક્ટ્સમાં ગિયરબોક્સ, ગિયર મોટર્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કંપની ઉદ્યોગ અને ઓટોમેશન, ઑફ-હાઇવે મોબિલિટી તથા પવન ઊર્જા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી પાડે છે.
કંપનીનો IPO સોમવારે બંધ થશે
કંપનીનો આ ઇશ્યૂ ગુરૂવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ ખુલ્યો છે, જે સોમવાર, 19 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે. એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio IPOની દોડ વચ્ચે AI અને 5Gનો માસ્ટરપ્લાન, 53 કરોડ ગ્રાહકો પર નજર

Jio IPO: 21 ઓક્ટોબરે ખુલશે IPO, GMP ₹219ને પાર; જાણો પ્રાઈઝ બેન્ડથી લઈ તમામ વિગતો

IPO GMP: IPOમાં કમાણીની તક? Jio સહિત 5 ઇશ્યૂના GMPમાં જોરદાર ઉછાળો, એકની GMP તો 71% પાર

Paras Healthcare IPO: 21 ઑક્ટોબરથી રોકાણની તક; પ્રાઇસ બેન્ડ જાણો

ગ્રે માર્કેટમાં HD Fire Protectની બોલબાલા, ₹89 GMP સાથે IPOની માંગમાં ઉછાળો

Zetwerk IPOની ધમાકેદાર શરૂઆત! લિસ્ટિંગ પહેલાં જ ₹2,251 કરોડનું રોકાણ, GMP 14.57%

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે





