ડિસેમ્બરથી લોનના હપ્તા થઈ શકે મોંઘા, રેપો રેટ 6% સુધી પહોંચવાની શક્યતા
RBIની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠક બીજીથી ચોથી ડિસેમ્બર દરમિયાન યોજાશે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ રેપો રેટમાં 0.50% વધારાની શક્યતા વ્યક્ત કરી છે.

RBI MPC Meeting December 2026: હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા લોકો માટે ડિસેમ્બર મહિનો મહત્વપૂર્ણ બની શકે છે. ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બીજીથી ચોથી ડિસેમ્બર દરમિયાન ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં યોજાશે. વધતી મોંઘવારી વચ્ચે બ્રોકરેજ ફર્મ નોમુરાએ રેપો રેટમાં 0.50 ટકા વધારાની શક્યતા વ્યક્ત કરી છે. જો આવું થશે તો સામાન્ય લોકો માટે લોનની ચુકવણી મોંઘી બની શકે છે.
રેપો રેટ 6% સુધી પહોંચી શકે?
RBIએ સાતમી ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટ 0.25% વધારીને 5.25 ટકાથી 5.50 ટકા કર્યો હતો. હવે નોમુરાએ ડિસેમ્બરમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની 60 ટકા અને 25 બેસિસ પોઈન્ટના વધારાની 40 ટકા શક્યા દર્શાવી છે. જો 0.50 ટકાનો વધારો થશે તો રેપો રેટ 6 ટકા થશે. જ્યારે 0.25 ટકા વધારાથી તે 5.75 ટકા થઈ શકે છે. જોકે, આ બ્રોકરેજનો અંદાજ છે. RBIએ હજુ કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.
મોંઘવારી બની ચિંતાનું કારણ
અનાજ, કઠોળ અને અન્ય ખાદ્યપદાર્થોના વધતા ભાવ મોંઘવારી પર દબાણ ઊભું કરી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 6.09 ટકા રહી હતી. ખાદ્ય મોંઘવારી 8.94 ટકા નોંધાઈ હતી. નોમુરાનો અંદાજ છે કે નવેમ્બરમાં છૂટક મોંઘવારી 6.4 ટકા સુધી પહોંચી શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં સરેરાશ મોંઘવારી 6.3% રહેવાની શક્યતા છે. કંપનીઓ વધતા ઉત્પાદન ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખે તો ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
સામાન્ય લોકોની EMI પર શું અસર થશે?
રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. રેપો રેટ વધે ત્યારે બેન્કો માટે નાણાં મેળવવાનો ખર્ચ વધી શકે છે. પરિણામે ગ્રાહકોની લોનના વ્યાજદર પણ વધવાની શક્યતા રહે છે. ખાસ કરીને રેપો રેટ સાથે જોડાયેલી ફ્લોટિંગ રેટ હોમ લોન અને અન્ય લોનના ગ્રાહકોને અસર થઈ શકે છે. જોકે, વ્યાજદર વધવાની અસર લોનની રીસેટ તારીખ અને બેન્કની શરતો પર આધારિત રહેશે. ફિક્સ્ડ વ્યાજદરવાળી હાલની લોન પર સામાન્ય રીતે સીધી અસર થતી નથી.
RBIનો અંતિમ નિર્ણય ક્યારે આવશે?
ચોથી ડિસેમ્બરે MPC બેઠક પૂર્ણ થયા બાદ RBI નાણાકીય નીતિ અંગે નિર્ણય જાહેર કરશે. આ બેઠકમાં મોંઘવારી, આર્થિક વૃદ્ધિ અને વ્યાજદર અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાતો થવાની છે. નોંધનીય છે કે, ડિસેમ્બરમાં રેપો રેટ 6% થવાની શક્યતા ચર્ચામાં છે. જોકે, RBIનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ લોનધારકો પર વાસ્તવિક અસર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: Upcoming IPOs: એક જ સપ્તાહમાં 5 નવા IPO અને 3 લિસ્ટિંગ, જાણો વિગતો
Also Read

Expense Tracking Apps: ખર્ચ બચાવતી એપ ક્યાંક જોખમ ન વધારે! નાણાકીય વિગતો આપતાં પહેલાં આ 5 બાબતો તપાસો

ATM Rules: ATMમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણો RBIના આ નવા નિયમો

બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો, જાણો EMI પર શું થશે અસર

દેશમાં લોન લેવાનું ચલણ વધ્યું: રિટેલ લોનમાં 19%ની વૃદ્ધિ, ગોલ્ડ અને પર્સનલ લોનની વસૂલાત અંગે મોટી ચિંતા

444 Days FD Interest Rates: સરકારી બેંકો આપી રહી છે 7.15% સુધીનું વ્યાજ, જાણો ₹5 થી ₹15 લાખ પર કેટલું મળશે વળતર

Motilal Oswalના 5 નવા ETF: બેન્કિંગથી સરકારી બોન્ડ સુધી રોકાણના વિકલ્પ, એક યુનિટથી ખરીદી

Mutual Fund SIP Returns: આ 9 ઇક્વિટી ફંડ્સે 1 વર્ષમાં આપ્યું 30% થી વધુ બમ્પર વળતર, જુઓ લિસ્ટ




