KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ATM Rules: ATMમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણો RBIના આ નવા નિયમો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ATM અને પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનમાંથી રોકડ ઉપાડવા અંગે નવા માસ્ટર ડાયરેક્શન જાહેર કર્યા છે. ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત્ રાખવામાં આવી છે, જ્યારે વધારાના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ ₹23 ચાર્જ વસૂલી શકાશે. હવે બેન્કોએ ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શનના ઉપયોગ અને લાગુ પડતા ચાર્જની માહિતી પણ આપવી પડશે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
atm
ATM RulesAI Generated Image

RBI ATM Rules: ભારતીય રિઝર્વ બેન્કે ATMમાંથી રોકડ ઉપાડતા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા છે. RBIએ વર્ષ 2008થી 2022 દરમિયાન જાહેર કરેલા 17 પરિપત્રોને એકત્ર કરીને નવું માસ્ટર ડાયરેક્શન બહાર પાડ્યું છે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ATM ટ્રાન્ઝેક્શન, ચાર્જ અને રોકડ ઉપાડવાની મર્યાદા અંગે પારદર્શિતા વધારવાનો છે.


દર મહિને કેટલા ATM ટ્રાન્ઝેક્શન ફ્રી?

RBIના નિયમો મુજબ, બેન્ક ગ્રાહકોને દર મહિને પોતાની બેન્કના ATMમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. જ્યારે અન્ય બેન્કના ATMનો ઉપયોગ કરતા મેટ્રો શહેરોમાં દર મહિને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. આ મર્યાદા પૂરી થયા બાદ વધારાના ટ્રાન્ઝેક્શન પર બેન્ક દ્વારા ચાર્જ વસૂલવામાં આવી શકે છે. RBI અનુસાર મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ મેટ્રો શહેરોની શ્રેણીમાં આવે છે. અમદાવાદ સહિત અન્ય શહેરો નોન-મેટ્રો શ્રેણીમાં આવે છે. બેન્કો ઇચ્છે તો ગ્રાહકોને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી શકે છે.


ફ્રી લિમિટ બાદ મહત્તમ ₹23 ચાર્જ

ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા બાદ બેન્ક પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹23 અને લાગુ ટેક્સ વસૂલી શકશે. બેન્કોએ ગ્રાહકોને મહિનામાં કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ થયો છે અને આગામી ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગી શકે છે તેની માહિતી આપવાની વ્યવસ્થા કરવી પડશે.


અન્ય બેન્કના ATMમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાશે?

અન્ય બેન્કના ATMમાંથી એક ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ ₹10,000 રોકડ ઉપાડી શકાશે. બેન્કોએ ATM પર રોકડ ઉપાડવાની મર્યાદા, ફ્રી ટ્રાન્ઝેક્શન અને લાગુ ચાર્જની માહિતી અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં દર્શાવવી પડશે.


નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર નહીં લાગે ચાર્જ

ATMમાં ટેક્નિકલ ખામી, નેટવર્કની સમસ્યા, રોકડની અછત, ખોટો PIN અથવા બેન્ક અને સર્વિસ પ્રોવાઇડર સંબંધિત ખામીને કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો ચાર્જ નહીં લાગે. આવા ટ્રાન્ઝેક્શનને ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં પણ ગણવામાં નહીં આવે.


ખરીદી કર્યા વિના PoS મશીનમાંથી ઉપાડી શકાશે રોકડ

હવે ગ્રાહકો કોઈપણ વસ્તુની ખરીદી કર્યા વિના પણ અધિકૃત વેપારીઓ પાસે ઉપલબ્ધ PoS મશીનમાંથી રોકડ ઉપાડી શકશે. આ માટે ડેબિટ કાર્ડ, ફુલ KYC ધરાવતા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા UPIનો ઉપયોગ કરી શકાશે. આ સુવિધા હેઠળ ગ્રાહકો એક ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ ₹2,000 અને એક મહિનામાં કુલ ₹10,000 સુધીની રોકડ ઉપાડી શકશે. રોકડ ઉપાડવા પર ટ્રાન્ઝેક્શનની રકમના મહત્તમ 1% સુધીનો ચાર્જ લાગી શકે છે.


UPI દ્વારા કાર્ડ વગર પણ ઉપાડી શકાશે પૈસા

RBIના નિર્દેશોમાં UPI દ્વારા કાર્ડલેસ કેશ વિડ્રોઅલની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ હોય તેવા ATMમાંથી ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર પણ UPI દ્વારા રોકડ ઉપાડી શકશે.


આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુરુગ્રામ-નોઈડામાં પેટ્રોલ-ડીઝલ સસ્તું, જાણો તમારા શહેરના નવા ભાવ

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Expense Tracking Apps

Expense Tracking Apps: ખર્ચ બચાવતી એપ ક્યાંક જોખમ ન વધારે! નાણાકીય વિગતો આપતાં પહેલાં આ 5 બાબતો તપાસો

RBI MPC Meeting December 2026

ડિસેમ્બરથી લોનના હપ્તા થઈ શકે મોંઘા, રેપો રેટ 6% સુધી પહોંચવાની શક્યતા

Bank of India MCLR Rate Hike

બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો, જાણો EMI પર શું થશે અસર

Retail Loan Growth India

દેશમાં લોન લેવાનું ચલણ વધ્યું: રિટેલ લોનમાં 19%ની વૃદ્ધિ, ગોલ્ડ અને પર્સનલ લોનની વસૂલાત અંગે મોટી ચિંતા

444 Days FD Interest Rates Up to 7.15% in Top Banks

444 Days FD Interest Rates: સરકારી બેંકો આપી રહી છે 7.15% સુધીનું વ્યાજ, જાણો ₹5 થી ₹15 લાખ પર કેટલું મળશે વળતર

Motilal Oswal 5 new ETF

Motilal Oswalના 5 નવા ETF: બેન્કિંગથી સરકારી બોન્ડ સુધી રોકાણના વિકલ્પ, એક યુનિટથી ખરીદી

9 Equity Mutual Funds Give Over 30% SIP Return in 1 Year

Mutual Fund SIP Returns: આ 9 ઇક્વિટી ફંડ્સે 1 વર્ષમાં આપ્યું 30% થી વધુ બમ્પર વળતર, જુઓ લિસ્ટ

Mutual Funds Buy 5 Stocks That Surged Up to 28% Last Month

Mutual Fund Buying: મ્યુચ્યુઅલ ફંડ્સે આ 5 શેરોમાં વધાર્યો હિસ્સો, એક મહિનામાં આપ્યું 28% સુધીનું રિટર્ન