Expense Tracking Apps: ખર્ચ બચાવતી એપ ક્યાંક જોખમ ન વધારે! નાણાકીય વિગતો આપતાં પહેલાં આ 5 બાબતો તપાસો
ખર્ચાઓને ટ્રેકિંગ કરતી એપ પર આવક, ખર્ચ અને બચતનો હિસાબ રાખવામાં મદદ કરે છે. જોકે તેમાં સંવેદનશીલ નાણાકીય માહિતી આપતાં પહેલાં સુરક્ષા, પ્રાઇવસી, ઉપયોગની સરળતા, ફી અને પરમિશન તપાસવી જરૂરી છે. વ્યવહારુ બજેટ અને ઉપયોગી રિમાઇન્ડર નાણાંનું આયોજન વધુ અસરકારક બનાવી શકે છે.

Expense Tracking Apps: મહિનાના અંતે પૈસા ક્યાં ખર્ચાઈ ગયા તે સમજાતું નથી? ખર્ચાઓને ટ્રેકિંગ કરતી એપ્લિકેશન (Expense Tracking Apps) આ સવાલનો જવાબ શોધવામાં મદદ કરી શકે છે. આવક, ખર્ચ અને બચતનો હિસાબ એક જગ્યાએ રાખવાથી પોતાની ખર્ચ કરવાની ટેવને સમજવી અને બજેટ બનાવવું સરળ બને છે. પરંતુ ઘણી એપ એવી હોય છે જેને સંવેદનશીલ નાણાકીય માહિતી આપવી પડતી હોવાથી માત્ર સુવિધાઓ જોઈને સાઇન અપ કરી દેવું પૂરતું નથી. પરંતુ આ પ્રકારની એપની પસંદગી કરતાં પહેલાં આ પાંચ બાબતો તપાસવી ખૂબ જરૂરી બની જાય છે.
1. નાણાકીય માહિતીની સુરક્ષા તપાસો
તમારા માટે સૌથી સંવેદનશીલ જો કોઈ બાબત હોય, તો એ તમારી નાણાકીય માહિતી છે. તેથી મજબૂત એન્ક્રિપ્શન, સુરક્ષિત લોગઇનના વિકલ્પો અને સ્પષ્ટ પ્રાઇવસી પોલિસી ધરાવતી એપને પ્રાથમિકતા આપો. એન્ક્રિપ્શન એટલે માહિતીને એવી રીતે સુરક્ષિત કરવી કે અધિકૃત ઍક્સેસ વિના તેને વાંચવી મુશ્કેલ બને. એપ બિનજરૂરી વ્યક્તિગત કે બેન્કિંગ વિગતો માગતી હોય તો તેને ચેતવણીનો સંકેત માનો. માહિતી આપતાં પહેલાં તેની જરૂરિયાત સમજવી મહત્વની છે.
2. સરળ ઉપયોગ અને જરૂરી સુવિધાઓ જુઓ
એપ્લિકેશન સરળ રીતે વાપરી શકાય તેવી હોવી જોઈએ. એટલે કે આવક, ખર્ચ અને બચતનો હિસાબ રાખવાનો વધારાનો બોજ ન બને. સ્પષ્ટ દેખાય તેવું મેનુ અને સરળ ઇન્ટરફેસ રોજિંદા ઉપયોગમાં મદદ કરે છે. ખર્ચને આપમેળે અલગ શ્રેણીમાં ગોઠવવાની સુવિધા, ખર્ચનું વિશ્લેષણ અને ઇન્ટરનેટ વિના કામ કરતો ઓફલાઇન મોડ ઉપયોગી બની શકે છે. એપ શોધતી વખતે તમારી જરૂરિયાત પ્રમાણે આ સુવિધાઓ તપાસો.
3. પોતાની ટેવ પ્રમાણે વ્યવહારુ બજેટ બનાવો
થોડો સમય એપ વાપર્યા પછી ખર્ચની વિગતોની સમીક્ષા કરો. કઈ બાબતો પાછળ વધુ રકમ જાય છે અને ક્યાં બચત શક્ય છે તે સમજવાથી વાસ્તવિક માસિક બજેટ બનાવી શકાય છે. એપમાં ખર્ચની મર્યાદા અથવા ચેતવણીની સુવિધા આપવામાં આવી હોય તો ખરીદી અને બહાર ફરવા જેવી શ્રેણીઓ માટે તેનો ઉપયોગ કરો. તે બજેટની મર્યાદા યાદ રાખવામાં મદદ કરશે.
4. ફી અને પરમિશન સમજ્યા પછી આગળ વધો
એપ ડાઉનલોડ કરતાં પહેલાં કઈ સુવિધાઓ મફત છે અને કઈ માટે ચૂકવણી કરવી પડે છે તે તપાસો. જરૂરી સુવિધા પેઇડ હોય તો તેનો ખર્ચ પણ ધ્યાનમાં લો. એપ કઈ પરમિશન માગે છે તેની સમીક્ષા કરો. બિનજરૂરી રીતે સંવેદનશીલ માહિતી સુધી પહોંચ આપવાથી જોખમ ઊભું થઈ શકે છે. તેથી પરમિશન આપતાં પહેલાં તેનો હેતુ સમજો.
5. ઉપયોગી નોટિફિકેશન ચાલુ રાખો
બિલની ચુકવણી, બજેટની મર્યાદા અને આગામી ખર્ચ અંગેના ઉપયોગી રિમાઇન્ડર ચાલુ રાખો. સમયસર મળતી સૂચના ચુકવણી ભૂલી જવાની શક્યતા ઘટાડવામાં અને લેટ પેમેન્ટ ફી ટાળવામાં મદદ કરી શકે છે. યોગ્ય એપ સાથે ખર્ચની નિયમિત સમીક્ષા કરવાની ટેવ જોડાય, તો લાંબા ગાળે નાણાંનું સંચાલન સુધારવું અને વધુ સમજદારીભર્યા નિર્ણય લેવા સરળ બને છે.
આ પણ વાંચો: સુરત સહિત 6 શહેરનાં પ્રોપર્ટી માર્કેટમાંથી થશે તગડી કમાણી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ડિસેમ્બરથી લોનના હપ્તા થઈ શકે મોંઘા, રેપો રેટ 6% સુધી પહોંચવાની શક્યતા

ATM Rules: ATMમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણો RBIના આ નવા નિયમો

બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો, જાણો EMI પર શું થશે અસર

દેશમાં લોન લેવાનું ચલણ વધ્યું: રિટેલ લોનમાં 19%ની વૃદ્ધિ, ગોલ્ડ અને પર્સનલ લોનની વસૂલાત અંગે મોટી ચિંતા

444 Days FD Interest Rates: સરકારી બેંકો આપી રહી છે 7.15% સુધીનું વ્યાજ, જાણો ₹5 થી ₹15 લાખ પર કેટલું મળશે વળતર

Motilal Oswalના 5 નવા ETF: બેન્કિંગથી સરકારી બોન્ડ સુધી રોકાણના વિકલ્પ, એક યુનિટથી ખરીદી

Mutual Fund SIP Returns: આ 9 ઇક્વિટી ફંડ્સે 1 વર્ષમાં આપ્યું 30% થી વધુ બમ્પર વળતર, જુઓ લિસ્ટ





