
સ્ટારલિંક વિવાદ વચ્ચે મિત્તલનું મોટું નિવેદન: ‘અમે પણ હજુ મંજૂરીની રાહમાં છીએ’
ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવાની દોડમાં Starlink, Jio અને OneWebની નજર સરકારી મંજૂરી પર

ભારતમાં સ્ટારલિંકની સેટેલાઈટ કોમ્યુનિકેશન (Satcom) સર્વિસ મુદ્દે સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કના આક્ષેપોએ નવો વિવાદ સર્જ્યો છે ત્યારે ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે ગુરુવારે જણાવ્યું હતું કે, તેમની ઉપગ્રહ સંચાર કંપની યુટેલસેટ વનવેબ પણ સેવાઓ શરૂ કરવા માટે હજુ મંજૂરીની રાહ જોઈ રહી છે.
અમેરિકન સેટેલાઈટ કંપની સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે બુધવારે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઔદ્યોગિક જૂથોએ તેમની મોનોપોલી જાળવી રાખવા માટે ભારતમાં સ્ટારલિંકને રોકી રાખી છે. જોકે મસ્કે સ્પષ્ટરૂપે કોઈ કંપનીનું નામ નથી લીધું, પરંતુ કહ્યું હતું કે તમે અંદાજ લગાવી શકો છો કે તે કોણ છે.
ભારતના ટેલિકોમ બજારમાં ત્રણ ખાનગી કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા છે. મસ્કના નેતૃત્વવાળી સ્ટારલિંક, જિયો સેટકોમ અને યૂટેલસેટ વનવેબ દેશમાં સેટેલાઈટ ટેલિકોમ સેવાઓ શરૂ કરવાની દોડમાં સામેલ છે. સરકારે આ ત્રણેય કંપનીઓને સેટેલાઈટ ટેલિકોમ સેવાઓ શરૂ કરવા માટે લાઈસન્સ આપ્યા છે. જોકે, સેવાઓ શરૂ કરતા પહેલા બધી જ કંપનીઓને સ્પેક્ટ્રમ અને સુરક્ષા મંજૂરીની જરૂર છે. મસ્કના આક્ષેપ અંગે ભારતી મિત્તલે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કહ્યું, અમે પોતે જ મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.
ભારતી જૂથ સમર્થિત યુટેલસેટ વનવેબ અને જિયો સેટકોમ સેવાઓ માટે લાઈસન્સ મેળનારી પહેલી બે સેટેલાઈટ ટેલિકોમ કંપનીઓ હતી, પરંતુ તેમને સેવાઓ શરૂ કરવા માટે હજુ સુધી સ્પેક્ટ્રમ અને સુરક્ષા મંજૂરી મળી નથી. જિયો પ્લેટફોર્મ્સના એમડી આકાશ અંબાણીએ આ મુદ્દે ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
સરકારે સ્ટારલિંકની સેટેલાઈટ ટેલિકોમ સેવાઓને રોકવાના આક્ષેપ અંગે ગુરુવારે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું કે દેશમાં દરેક સેટેલાઈટ ટેલિકોમ લાઈસન્સધારક માટે સુરક્ષા માપદંડોને અનુસરવું આવશ્યક છે. સરકારે સાથે જ કહ્યું કે, સેટેલાઈટ સેવાઓ સહિત બધી જ ટેલિકોમ સેવાઓ માટે નિષ્પક્ષ અને ભેદભાવ રહિત વ્યવસ્થા લાગુ છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

