KuberaNowLogo
Monday, 28/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોના-ચાંદી પર ટ્રિપલ પ્રેશર - Fed, ડોલર અને યીલ્ડ: બુલિયન બજાર પર કેવી અસર પડશે?

સોનું-ચાંદી તૂટ્યા પછી હવે શું? Fedના નિર્ણયથી લઈને ઈરાન તણાવ સુધી આ સપ્તાહ રહેશે મહત્વનું

KuberaNow
desk@kuberanowPublished On : 28 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
EXPERT SPEAKS

સોના અને ચાંદી માટે વીતેલું સપ્તાહ (21-25 સપ્ટેમ્બર) ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું. સ્પોટ ગોલ્ડ 2 ટકા જ્યારે સ્પોટ સિલ્વર 3 ટકા ડાઉન થયા. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની સંભાવના, મજબૂત ડોલરની સાથે 10 વર્ષની ટ્રેઝરી યિલ્ડ 5.50 ટકા નજીક છે તથા અર્થતંત્રના આંકડાઓ અપેક્ષા કરતાં વધુ મજબૂત રહેવાની સંભાવનાથી ઓક્ટોબરમાં ફેડરલ રિઝર્વ વધુ એક વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. આ પરિબળોએ સોના પર દબાણ વધાર્યું છે. હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, જેણે બુલિયનને ટેકો આપવાની જગ્યાએ મોંઘવારી અંગેની ચિંતા વધારી છે. જોકે, સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીથી ભાવમાં ઘટાડાને આંશિક રાહત મળી શકે છે. સોનામાં મહત્વનું ટેકારૂપ સ્તર તૂટ્યું છે ત્યારે ટ્રેડર્સે હવે અમેરિકન ફૂગાવા અને જોબ ડેટા તથા ફેડ કોમેન્ટરી અને ઈરાન સાથે વાટાઘાટો પર નજર દોડાવી છે.


પ્રાઈસ પરફોર્મન્સ

બુલિયન માટે વીતેલું સપ્તાહ ખુબ જ આફતવાળું રહ્યું. જોકે, તેનું કારણ એ નહોતું કે લોકો સોના જેવી સુરક્ષિત એસેટમાં રોકાણ કરવાનું ઈચ્છતા નથી. સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 2 ટકા ગગડીને 4,285 ડોલર થયું હતું જ્યારે સ્પોટ સિલ્વરે 3 ટકા જેટલો ઘટાડો નોંધાવ્યો હતો અને Comex પર ચાંદી 3.5 ટકા તૂટી હતી. ઓઈલના ભાવમાં ઊછાળો આવતા મોંઘવારીની ચિંતા અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવનાથી સોમવારે બુલિયન બજાર વધુ તૂટ્યું હતું. મજબૂત ડોલર, યુએસ બોન્ડ યીલ્ડમાં ભારે ઉતાર-ચઢાવ અને ફેડ રિઝર્વનું વ્યાજદરમાં વધારાનું કામ હજું પૂરું નથી થયું તેવી માન્યતા વધવાના પગલે બુલિયનની મુશ્કેલી વધી છે.


વ્યાપક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ

ફેડરલ રિઝર્વે 16 સપ્ટેમ્બરે વ્યાજદર 3.75 ટકાથી 25 બેસીસ પોઈન્ટ વધારીને 4.00 ટકા કર્યો હતો.અમેરિકન સેન્ટ્રલ બેન્કે ત્રણ વર્ષ પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. બજારે આ વધારાની અસરોને પચાવવામાં એક આખું સપ્તાહ પસાર કર્યું હતું. ફેડ રિઝર્વના પગલાંનું વાસ્તવિક નુકસાન બુધવારે જોવા મળ્યું જ્યારે યુએસ કોમ્પોસાઈટ પીએમઆઈ 56.0થી ઊછળીને 58.4 થયો હતો, જે જુલાઈ 2021 બાદ સૌથી વધુ છે અને ઈનપુટ ખર્ચ પણ 2022ના અંત પછી સૌથી વધુ છે. વાયદા બજાર મુજબ ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધુ 25 બેસિસ પોઈન્ટના વધારાની સંભાવના 68 ટકા જેટલી છે.


ભૂ-રાજકીય તણાવ

હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકા અને ઈરાન યુદ્ધે બજાર પર તેની પકડ જાળવી રાખી છે, પરંતુ તેનાથી સોનાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ થઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલરથી ઉપર પહોંચી છે અને WTI 92 ડોલરની આસપાસ છે અને ક્રૂડ ઓઈલમાં પ્રત્યેક ઊછાળે ફેડરલ રિઝર્વ માટે ફૂગાવાની ચિંતા, ઊંચા યીલ્ડ્સ અને ડોલરની મજબૂતીની ચિંતા વધારી છે. હુથી બળવાખોરોના સાઉદી અરામકોના એકમો પર મિસાઈલ હુમલાથી બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે 107 ડોલરે પહોંચ્યું હતું.


શુક્રવારે ન્યૂયોર્કમાં અમેરિકા અને ઈરાનના વાટાઘાટકારો વચ્ચે તબક્કાવાર સોદા, વોશિંગ્ટન તેના બ્લોકેજ હળવા કરે તેના બદલામાં તહેરાન હોર્મુઝની ખાડી ખોલે તેવી વાટાઘાટોના અહેવાલોના પગલે ક્રૂડ ઓઈલમાં ઘટાડો આવ્યો હતો અને બુલિયનને ઉછાળા માટે આંશિક ટેકો મળ્યો હતો. આ માત્ર આશા હતી, કોઈ ઉકેલ નહોતો. જોકે, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ છોડવાનો ઈનકાર નથી કર્યો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ફરી ખોલવાની અને યુદ્ધનો અંત લાવવાની ઈરાનની દરખાસ્ત નકારી કાઢ્યા પછી અમેરિકા તથા ઈઝરાયેલ સાથે તેના ઘર્ષણનો માત્ર રાજદ્વારી વાટાઘાટોથી જ ઉકેલ આવશે તેના પર ઈરાને ભાર મૂક્યો છે. આ અહેવાલોના પગલે ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો આવ્યો છે.


કરન્સી હિલચાલ

10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ સોમવારે 5.50 ટકાને સ્પર્શી હતી, જે 2007 બાદથી સૌથી ઊંચા સ્તરે છે અને 30 વર્ષની ટ્રેઝરી યીલ્ડ 2004 પછી તેના ઊંચા સ્તરે છે. ડોલર ઈન્ડેક્સ 100.18થી વધીને 101.40ની ટોચે પહોંચ્યો હતો. જોકે, તે સપ્તાહના અંતે 0.8 ટકા વધીને 101.03ના સ્તરે બંધ આવ્યો હતો અને તે બે મહિનાની ટોચ નજીક પહોંચ્યો હતો.


રોકાણ અને રીટેલ માગ

સોનાને નીચા સ્તરેથી થોડો ટેકો મળ્યો છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ ઓગસ્ટમાં 20.2 ટન સોનાની ખરીદી કરી હતી, જે 2023ના અંત પછી એક જ મહિનામાં તેની સૌથી મોટી ખરીદી હતી જ્યારે પોલેન્ડ પણ વર્ષના સૌથી મોટા ખરીદદારોમાંનું એક રહ્યું હતું. યુરોપીયન ફંડ્સે પણ ઓગસ્ટમાં નેટ ગોલ્ડ ETF પ્રવાહમાં સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. સેન્ટ્રલ બેન્કોની આ માગોએ સોનામાં વધુ કરેક્શન અટકાવ્યું હતું. સેન્ટ્રલ બેન્કોએ નરમાઈના આ સમયમાં તેની અનામતો વધારવાનું વલણ અપનાવ્યું છે.


ભારતમાં હાજર બજારની માગમાં આંશિક સુધારો થયો છે, કારણ કે તહેવારોની મોસમ પહેલા નીચા ભાવથી ખરીદદારો આકર્ષાયા છે. જોકે, આ સ્થિતિ હજુ બહુ ઉત્સાહજનક જોવા મળી નથી. કેન્દ્ર સરકારે મે મહિનામાં રજૂ કરેલી 15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટીએ સ્થાનિક સ્તરે ભાવને ઊંચા રાખ્યા છે અને WGCને 2026માં ઘરેણાં તથા લગડી તેમજ સિક્કાની માગ વાર્ષિક ધોરણે 10 ટકા નીચી રહેવાની અપેક્ષા છે. ઓક્ટોબરની મધ્યમાં નવરાત્રિ શરૂ થશે અને ત્યાર પછી ધનતેરસ તથા નવેમ્બરના પ્રારંભમાં દિવાળીના તહેવાર આવશે. ભાવ વર્તમાન સ્તરે ટકી રહેશે તો ઓક્ટોબરમાં બૂકિંગ્સ અને સિક્કાની માગમાં વધારો થવાની અપેક્ષા છે.


આ સપ્તાહે કેવી રહેશે સ્થિતિ?

આ સપ્તાહે અમેરિકામાં જોબ ઓપનિંગ્સ, ADP એમ્પલોયમેન્ટ રિપોર્ટ, PCE પ્રાઈસ ઈન્ડેક્સ અને નોનફાર્મ પેરોલ્સ સહિત લેબર માર્કેટ તથા ફૂગાવાના ડેટા આવશે. અપેક્ષા કરતાં મજબૂત આંકડાથી યીલ્ડમાં તેજી આવી શકે છે અને સોના પર દબાણ વધી શકે છે. તેનાથી આગળ નજીકના સમયમાં અમેરિકાના ફૂગાવાના ડેટા, ફેડરલ રિઝર્વની નીતિઓ અને અમેરિકા-ઈરાનની વાટાઘાટોમાં કોઈ મહત્વપૂર્ણ સફળતા પર બધો આધાર રહેશે.


ટેકનિકલ આઉટલૂક

સ્પોટ ગોલ્ડે 4,250 ડોલર (રૂ. 1,50,000)ની તેની મહત્વની સપાટી તોડી છે. હવે આગામી નરમાઈ તરફી ટાર્ગેટ 4,150-4,100 ડોલર (રૂ. 1,45,000-1,47,000) છે. હાજર ચાંદીએ દૈનિક ચાર્ટ્સ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી છે. અને તેના ભાવે 62.5 ડોલરનો નેકલાઈન સપોર્ટ તોડ્યો છે. તેથી આગામી ટાર્ગેટ્સ 60 ડોલર (રૂ. 2,25,000) અને 57 ડોલર (રૂ. 2,20,000) રહેશે.


લેખિકા : ડો. રેનિશા ચૈનાની

ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ

Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. શેરબજારમાં 'શ્રાદ્ધપક્ષ': સેન્સેક્સ 1124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ ડૂબ્યાં
  2. ESDS સોફ્ટવેર સોલ્યુશન શેર પ્રાઇસમાં સળંગ બીજા દિવસે લોઅર સર્કિટ
  3. NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો
  4. Zydus Lifesciences Share: નબળા બજારમાં પણ શેર 52 સપ્તાહની ટોચે!

Economy

See more
  1. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  2. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  3. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  4. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  2. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  3. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  4. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM