
12% વરસાદની ઘટ સાથે ચોમાસાની વિદાય, હવે સોયાબીન અને મગફળીના ઉત્પાદન પર સંકટ
અલ નિનોની અસર હેઠળ આ વર્ષે ચોમાસું 12% વરસાદની ઘટ સાથે પૂર્ણ થયું છે. વરસાદની અછતના કારણે ખરીફ અને રવિ સિઝનના તેલિબિયાં પાક પર અસર થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે સોયાબીનનું ઉત્પાદન લગભગ સ્થિર રહી શકે છે, પરંતુ મગફળીના પાકમાં ઘટાડાનો અંદાજ છે.

મુંબઈ: અલ નિનોની અસર હેઠળ આ વર્ષે દેશમાં ચોમાસું 12 ટકા વરસાદની ઘટ સાથે પૂર્ણ થયું છે. વરસાદની અછતને કારણે હવે ખરીફ સિઝનના તેલિબિયાં પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને મગફળીના ઉત્પાદન પર ઘટાડાની અસર જોવા મળી શકે છે, જ્યારે સોયાબીનનું ઉત્પાદન ગત વર્ષ જેટલું જ રહેવાનો અંદાજ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.
અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ
સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA)ની વાર્ષિક સામાન્ય સભામાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક બિક્રમસિંહે જણાવ્યું હતું કે દેશભરમાં આ વખતે ચોમાસું 12 ટકા વરસાદની ઘટ સાથે પૂર્ણ થયું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની ઘટ રહી છે. જેના કારણે કેટલાક તેલિબિયાં પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. જો હવે વરસાદ ન થાય તો જમીનમાં ભેજની અછતને કારણે રવિ સિઝનના સરસવના ઉત્પાદન પર પણ અસર પડી શકે છે.
સોયાબીનનું ઉત્પાદન 90 લાખ ટન રહેવાનો અંદાજ
જીજીએન રિસર્ચના મેનેજિંગ પાર્ટનર નિરવ દેસાઇએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારતમાં સોયાબીનનું ઉત્પાદન 91 લાખ ટન થયું હતું. આવતી સિઝનમાં આશરે 90 લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થવાની ધારણા છે, એટલે કે ગત વર્ષની સરખામણીએ લગભગ 1 લાખ ટનનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા અને રાજસ્થાનના સોયાબીન ઉત્પાદક વિસ્તારોમાં વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી ત્યાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે. જોકે મધ્યપ્રદેશમાં પાક સારો હોવાથી આ ઘટાડો અમુક અંશે સરભર થવાની આશા છે.
આ પણ વાંચો: સરકારના ખાંડ ક્વોટાથી ભાવમાં રાહતની આશા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ખાંડના ભાવ ₹55 કિલો સુધી આવી શકે
મગફળીના ઉત્પાદન પર અસર
જીજીએન રિસર્ચના મેનેજિંગ પાર્ટનર રાજેશ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ગુજરાતમાં 42 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. આ વખતે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ઘટીને 28 થી 32 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે દેશભરમાં મગફળીનું ઉત્પાદન ગયા વર્ષના 82 લાખ ટનની સરખામણીએ ઘટીને 65 થી 70 લાખ ટન રહેવાની ધારણા છે. ગુજરાતમાં ઉત્પાદન ઘટવા છતાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પાકની સ્થિતિ સારી હોવાથી પુરવઠામાં થોડી રાહત મળવાની આશા છે.
સરસવના વાવેતર પર નજર
આ વખતે ચોમાસા પછીનો સમય આગામી રવિ સિઝનના સરસવના વાવેતર માટે મહત્વપૂર્ણ રહેશે.ગત સિઝનમાં દેશમાં 105 લાખ ટન સરસવનું ઉત્પાદન થયું હતું. પરંતુ જો 20 ઓક્ટોબર સુધી વરસાદ નહીં થાય તો જમીનમાં ભેજની અછતના કારણે સરસવના વાવેતરમાં ઘટાડો આવી શકે છે.
આ પણ જુઓ

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM


