KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ખેડૂતો માટે ખુશખબર: મગફળી સહિત 4 પાકની MSP નોંધણીની ડેડલાઈન લંબાઈ

ગુજરાત સરકારે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે વેચાણ માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવીને 24 ઓક્ટોબર કરી છે. વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે વધુ સમય મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

desk@kuberanowPublished On : 7 Oct 2026
farmers
Major relief for farmersAI Generated Image

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવી કૃષિપેદાશોને ટેકાના ભાવે વેચવા માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ હવે 24 ઓક્ટોબર કરવામાં આવી છે. અગાઉ આ માટે 9 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે વધુ સમય મળી રહે તે માટે મુદત લંબાવવામાં આવી છે.


ખેડૂતોની રજૂઆત બાદ રજીસ્ટ્રેશનની મુદત વધી

રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીને સાંસદો, ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હજુ ઘણા ખેડૂતોના પાક ખેતરમાં ઊભા હોવાથી તેમને રજીસ્ટ્રેશનની તક આપવા માટે મુદત વધારવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 9 ઓક્ટોબરથી વધારીને 24 ઓક્ટોબર કરી છે. આ નિર્ણયથી મગફળી, સોયાબીન, મગ અને અડદના ખેડૂતોને ટેકાના ભાવે પોતાની ઉપજ વેચવા માટે રજીસ્ટ્રેશન કરવાનો વધુ સમય મળશે.


ગુજરાતમાં મગફળીનું વાવેતર વધ્યું, ઉત્પાદનનો અંદાજ ઘટ્યો

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં 20.70 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 19.15 લાખ હેક્ટરની સરખામણીમાં આ વાવેતર આશરે 8% વધારે છે. જોકે, વરસાદની ખેંચને કારણે વિવિધ સર્વે એજન્સીઓએ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 28થી 30 લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન અંદાજે 44થી 45 લાખ ટન થયું હતું. સોયાબીનનું વાવેતર પણ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 2.81 લાખ હેક્ટરની સરખામણીમાં વધીને 3.04 લાખ હેક્ટર થયું છે. અડદનું વાવેતર પણ 82 હજાર હેક્ટરની સરેરાશની સામે વધીને 93 હજાર હેક્ટર થયું છે.


દેશમાં મગફળીનું ઉત્પાદન 60થી 65 લાખ ટન રહેવાનો અંદાજ

સર્વેક્ષણના તારણો પ્રમાણે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં મગફળીનો પાક સારો રહેવાની ધારણા છે અને બંને રાજ્યોમાંથી આશરે 15 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. રાજસ્થાનમાં 13 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે. કર્ણાટકમાં આશરે 2 લાખ ટન, જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મળીને આશરે 4.50 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. આ આધારે દેશમાં મગફળીનું કુલ ઉત્પાદન 60થી 65 લાખ ટન રહેવાની ધારણા છે. ગત વર્ષે દેશમાં મગફળીનું ઉત્પાદન 80 લાખ ટનથી વધુ થયું હતું.


આ પણ વાંચો : Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી

આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
GDB India

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના