ગુજરાત STના કર્મચારીઓને દિવાળી ભેટ! મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
ગુજરાત સરકારે GSRTCના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે.આ વધારા બાદ કર્મચારીઓને હવે 60%ના દરે DA મળશે અને વધારાના DAના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.

દિવાળી પહેલા ગુજરાત સરકારે GSRTCના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને 60%ના દરે DA મળશે. સાથે જ વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.
DA વધીને 60% થયું
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારે એસ.ટી. વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણય બાદ કર્મચારીઓને હવે 60%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. મોંઘવારીના વર્તમાન સમયમાં DAમાં થયેલો આ વધારો કર્મચારીઓ માટે વધારાના આર્થિક ટેકા તરીકે જોવામાં આવી રહ્યો છે.
માસિક પગારમાં થશે વધારો
DAમાં 2 ટકાના વધારા સાથે GSRTC કર્મચારીઓના માસિક પગારમાં પણ વધારો થશે. એટલે કર્મચારીઓને દર મહિને મળતા પગારમાં મોંઘવારી ભથ્થાના વધારા મુજબ લાભ મળશે. સરકારના આ નિર્ણયથી એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
એરિયર્સની પણ થશે ચૂકવણી
DAમાં વધારા સાથે કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે. એટલે વધેલા DAને લાગુ પડતા સમયગાળાની બાકી રકમ પણ કર્મચારીઓને મળવાની રહેશે. આ રીતે DAમાં 2 ટકાનો વધારો અને એરિયર્સની ચુકવણીથી દિવાળી પહેલા GSRTC કર્મચારીઓને આર્થિક લાભ મળશે.
આ પણ વાંચો : હીરા ઉદ્યોગ પર મંદીનો માર! એક સમયે ધમધમતાં કારખાનાઓના હવે પડ્યા પાટિયા
આ પણ જુઓ:
Also Read

હીરા ઉદ્યોગ પર મંદીનો માર! એક સમયે ધમધમતાં કારખાનાઓના હવે પડ્યા પાટિયા

ગુજરાત એનર્જીનો મોટો રેકોર્ડ! સરકારને ચૂકવ્યું ₹384.67 કરોડનું જંગી ડિવિડન્ડ

અમદાવાદ મેટ્રોમાં હવે પાર્કિંગથી પણ કમાણી! 10 સ્ટેશન પર ફ્રી સુવિધા બંધ

Marco Rubio જામનગર આવશે, ભારત–અમેરિકા ઊર્જા સહયોગ અને રોકાણ પર ચર્ચા

અમદાવાદની મહિલા IPOનો કેસ જીતી

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home





