18 ઓક્ટોબરથી સાબરમતી-જમ્મુ તાવી ટ્રેન હવે કટરા સુધી દોડશે
ટ્રેન નં. 19223ને જમ્મુ તાવીથી આગળ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવી છે. ગુજરાતથી વૈષ્ણોદેવી જતા મુસાફરોને હવે સીધી રેલ કનેક્ટિવિટી મળશે.

વૈષ્ણોદેવીની યાત્રા કરતા ગુજરાતના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. હાલ સાબરમતીથી જમ્મુ તાવી વચ્ચે દોડતી ટ્રેન નં. 19223ને 18 ઓક્ટોબર 2026થી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવશે. આથી મુસાફરોને જમ્મુથી કટરા જવા માટે અલગ ટ્રેન કે રોડ મુસાફરી કરવાની જરૂર નહીં રહે.
સાબરમતીથી દરરોજ 10:25 વાગ્યે ઉપડશે
ટ્રેન નં. 19223 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 18 ઓક્ટોબરથી દરરોજ સવારે 10:25 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:55 વાગ્યે કટરા પહોંચશે. પાલનપુર સ્ટેશન પર ટ્રેનનું આગમન બપોરે 1:20 વાગ્યે અને પ્રસ્થાન 1:22 વાગ્યે રહેશે.
પરત ફરતી ટ્રેન 20 ઓક્ટોબરથી
ટ્રેન નં. 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-સાબરમતી એક્સપ્રેસ 20 ઓક્ટોબરથી દરરોજ કટરાથી સવારે 4:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:05 વાગ્યે સાબરમતી પહોંચશે. ટ્રેનને સાંબા, બારી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપ પણ આપવામાં આવ્યા છે.
અન્ય બે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર
ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસના સમયમાં 25 ઓક્ટોબરથી ફેરફાર થશે. નવા સમયપત્રક મુજબ આ ટ્રેન સવારે 6:15 વાગ્યે કટરા પહોંચશે. ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસનું સમયપત્રક પણ 24 ઓક્ટોબરથી બદલાશે.
બુકિંગ 21 ઓગસ્ટથી શરૂ
ટ્રેન નં. 19223 અને 12473 માટે બુકિંગ 21 ઓગસ્ટ 2026થી PRS કાઉન્ટર અને IRCTC મારફતે શરૂ થશે.
Also Read

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક: 2 લાખથી વધુ કટ્ટા પહોંચતાં નવી આવક બંધ, જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, રોકાણ અને સ્ટાર્ટઅપ્સ પર થશે ચર્ચા

Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

ગુજરાતની ગ્રામીણ મહિલાઓ બની બિઝનેસવુમન, હસ્તકલાના જોરે કરોડો રૂપિયાનો વેપાર કર્યો

શિવરાજપુર બીચને ₹102 કરોડથી વધુની સુવિધાઓની ભેટ! પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી

અમદાવાદથી દક્ષિણ ભારત માટે બે સ્પેશિયલ ટ્રેન! જાણો ટ્રેનનો રૂટ અને સમય




