KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રિલીઝ પહેલાં જ Avengers Doomsdayનો બોક્સ ઓફિસ પર ધમાલ, એડવાન્સ બુકિંગ ₹57 કરોડને પાર

માર્વલ સ્ટુડિયોની આગામી ફિલ્મ 'Avengers: Doomsday'એ રિલીઝ પહેલાં જ ભારતીય બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચર્ચા જગાવી છે. અહેવાલ અનુસાર, ફિલ્મની એડવાન્સ બુકિંગ ₹57.57 કરોડ સુધી પહોંચી છે, જેમાં બ્લોક કરેલી સીટો પણ સામેલ છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Avengers Doomsday Advance Booking
Avengers Doomsday AI Image

Avengers Doomsday Advance Booking: હોલિવૂડની સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક 'Avengers: Doomsday'એ ભારતીય દર્શકોમાં રિલીઝ પહેલાં જ ભારે ઉત્સુકતા ઊભી કરી છે. માર્વલ સિનેમેટિક યુનિવર્સની આ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું કુલ એડવાન્સ બુકિંગ 57.57 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિલીઝને હજુ ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાકી હોવા છતાં ફિલ્મ માટે મળતો પ્રતિસાદ તેના મોટા ઓપનિંગની શક્યતા દર્શાવે છે.


એડવાન્સ બુકિંગમાં કેટલા કરોડની કમાણી?

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કનો રિપોર્ટ અનુસાર,"એવેન્જર્સ: ડૂમ્સડે"ના શરૂઆતના દિવસે દેશભરમાં લાખો ટિકિટો વેચાઈ છે.બ્લોક કરેલી બેઠકો વિના, ફિલ્મે અત્યાર સુધીમાં 49.38 કરોડ રૂપિયાની કમાણી કરી છે, આ સમયગાળા દરમિયાન કુલ 7.84 લાખ ટિકિટો વેચાઈ છે. જો બ્લોક કરેલી બેઠકોનો સમાવેશ કરવામાં આવે તો, ફિલ્મની કુલ એડવાન્સ બુકિંગ 57.57 કરોડ રૂપિયા થાય છે, જે કુલ 9.10 લાખ રૂપિયા ટિકિટો પર પહોંચે છે.


મેટ્રો શહેરોમાં ટિકિટ માટે ભારે માગ

ફિલ્મને સૌથી વધુ પ્રતિસાદ દેશના મોટા શહેરોમાંથી મળી રહ્યો છે. દિલ્હી-NCR, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં એડવાન્સ બુકિંગ મજબૂત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ખાસ કરીને IMAX, 3D અને 4DX જેવા પ્રીમિયમ ફોર્મેટ માટે દર્શકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. કેટલાક વહેલી સવારે અને મોડી રાત્રિના શો માટે પણ ટિકિટોની માગ ઊંચી છે. આ પ્રતિસાદ દર્શાવે છે કે ભારતીય દર્શકો ફિલ્મને મોટા પડદા પર વિશેષ સિનેમા અનુભવ સાથે જોવાનું પસંદ કરી રહ્યા છે.


શું Avengers: Endgameનો રેકોર્ડ તૂટશે?

વર્ષ 2019માં રિલીઝ થયેલી Avengers: Endgameએ ભારતીય બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. હવે Avengers: Doomsdayની એડવાન્સ બુકિંગની ઝડપને જોતા તે ભારતમાં હોલિવૂડ ફિલ્મોના ઓપનિંગના નવા રેકોર્ડ બનાવી શકે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. જોકે, 57.57 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ ફિલ્મના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન નથી. આ આંકડામાં રિલીઝ પછીના અન્ય દિવસોની બુકિંગ અને બ્લોક સીટો પણ સામેલ છે.


ફિલ્મના પહેલા દિવસની વાસ્તવિક કમાણી 17 ડિસેમ્બરે થનારા શો અને ટિકિટ વેચાણ બાદ જ જાણી શકાશે. આમ, રિલીઝ પહેલાં મળેલો પ્રતિસાદ ફિલ્મ માટે મજબૂત શરૂઆતનો સંકેત આપે છે. હવે ભારતીય બોક્સ ઓફિસ પર Avengers: Doomsday કેટલી મોટી સફળતા મેળવે છે તેના પર ફિલ્મ ઉદ્યોગની નજર રહેશે.

આ પણ વાંચો: Hyundaiની કાર ખરીદવા હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે!, ક્યારથી લાગુ થશે નવા ભાવ?


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

જૂના વાહન

જૂનાં વાહનોના સ્ક્રેપિંગ અંગે ઓટો કંપનીઓને મોટી રાહત, સરકારે EPRના નિયમોમાં કર્યો ફેરફાર

PM Kisan Rules: Can Father and Son Both Get ₹6,000?

PM Kisan Yojana: શું પિતા અને પુત્ર બંનેને એકસાથે ₹6,000 નો લાભ મળી શકે? જાણો નિયમો

Steel Industry

Steel Industry: ભારતમાં સ્ટીલની વધતી માંગ ખોલશે રોકાણના નવા દ્વાર

Hyundai Car Price Hike

Hyundaiની કાર ખરીદવા હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે!, ક્યારથી લાગુ થશે નવા ભાવ?

Top 5 Public Sector Banks in India by Account Holders

દેશની કઈ સરકારી બેંક પર છે કરોડો લોકોનો સૌથી વધુ ભરોસો? જાણો સૌથી વધુ ખાતાધારકો ધરાવતી ટોપ-5 બેંકોનું લિસ્ટ

British Premium Car

બ્રિટિશ પ્રીમિયમ કારના માલિક બનવું છે, તો થઈ જાવ તૈયાર

દક્ષિણ કોરિયા

રેલવે સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી, ભારતમાં બનશે આધુનિક ટ્રેન સિસ્ટમ

Indian Workers

લઘુત્તમ પગાર 42,000 અને ગ્રેજ્યુઇટી મર્યાદા 40 લાખ કરવા સીતારમણ સમક્ષ માંગ