KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Groww એપ વિવાદમાં કોર્ટનો ચુકાદો, ₹10 લાખ ઉપાડવા ગઈ ને પોર્ટફોલિયો ₹84 હજારે પહોંચ્યો, જાણો શું છે મામલો

બેંગલુરુની એક મહિલાના Groww એપ પર ₹12.70 લાખનું મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અચાનક ₹84,508 દેખાવા લાગતાં મામલો ગ્રાહક કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે Growwને ₹11.85 લાખથી વધુ રકમ 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Groww Mutual Fund
Groww Mutual FundAI Image

Groww Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બેંગલુરુની એક મહિલાએ Groww એપમાં પોતાનું 12.70 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો જોયું હતું. પરંતુ જ્યારે તેણે 10 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ પર રોકાણની કિંમત માત્ર 84,508 રૂપિયા દેખાવા લાગી હતી. મહિલાએ ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો. જોકે આ મામલો શેરબજારમાં થયેલા નુકસાનનો નહીં, પરંતુ પોર્ટફોલિયોના ડેટા અને અગાઉ થયેલા રિડેમ્પશન અંગેના વિવાદનો છે.


₹8.12 લાખનું રોકાણ વધીને ₹12.70 લાખ દેખાયું

અહેવાલો અનુસાર, બેંગલુરુની રંજના પ્રિયાએ Groww એપ મારફતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા કુલ 8,12,160 રૂપિયાનું રોકાણ કર્યું હતું. 26મી નવેમ્બર, 2025ના રોજ એપના ડેશબોર્ડ પર તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની કિંમત 12,70,404 રૂપિયા દેખાતી હતી. વ્યક્તિગત નાણાકીય જરૂરિયાત માટે તેણે 10 લાખ રૂપિયા ઉપાડવાની અપીલ કરી હતી. ત્યારબાદ પોર્ટફોલિયોની કિંમત અચાનક ઘટીને 84,508 રૂપિયા દેખાવા લાગી હતી. મહિલાના દાવા પ્રમાણે તેની 11,85,895 રૂપિયા જેટલી રકમનો હિસાબ મળતો નહોતો.


ગ્રાહક સેવા અને SEBIમાં ફરિયાદ કરી

રંજના પ્રિયાએ Growwની ગ્રાહક સેવા સાથે ફોન અને ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો હતો. 27મી નવેમ્બર, 2025ના રોજ SEBIમાં પણ ફરિયાદ નોંધાવી હતી. 30મી નવેમ્બરે તેમના બેન્ક ખાતામાં ₹15,500 જમા થયા હતા. જોકે પોર્ટફોલિયોમાં દેખાતી રકમનો વિવાદ ઉકેલાયો નહોતો. ત્યારબાદ ડિસેમ્બર 2025માં તેમણે e-Jagriti પ્લેટફોર્મ મારફતે પણ ફરિયાદો કરી. સંતોષકારક ઉકેલ નહીં મળતાં 22મી એપ્રિલ, 2026ના રોજ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.


કોર્ટે 6 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ આપ્યો

બેંગલુરુની ગ્રાહક વિવાદ નિવારણ કમિશને 14મી ઓક્ટોબર, 2026ના રોજ ચુકાદો આપ્યો હતો. Groww સાથે સંકળાયેલી કંપનીઓએ નિર્ધારિત 45 દિવસમાં લેખિત જવાબ રજૂ કર્યો નહોતો. તેથી કમિશને ફરિયાદીના પુરાવાના આધારે નિર્ણય લીધો.


Growwએ શું સ્પષ્ટતા કરી?

Growwએ કોર્ટના ચુકાદા સામે કર્ણાટક રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, મહિલાએ 2024 અને 2025 દરમિયાન અનેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી રોકાણ ઉપાડ્યું હતું અને તેની રકમ તેમના બેન્ક ખાતામાં જમા થઈ હતી. પરંતુ એપમાં અગાઉ વેચાઈ ચૂકેલા યુનિટ્સ દેખાતા રહેતાં પોર્ટફોલિયોની કિંમત ખોટી રીતે 12.70 લાખ રૂપિયા દર્શાવાતી હતી. Growwનો દાવો છે કે 84,508 રૂપિયાની સુધારેલી રકમ જ મહિલાના વાસ્તવિક બાકી રોકાણનું મૂલ્ય હતું. કંપનીએ આ અંગેની સ્કીમવાર વિગતો પણ ગ્રાહકને આપી હોવાનું જણાવ્યું છે. આથી કોર્ટના આદેશને તમામ રોકાણ ખરેખર ગુમાવ્યાનો પુરાવો માનવો યોગ્ય નથી.


મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ શું ધ્યાન રાખવું?

આ કિસ્સામાંથી રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ બાબત સામે આવે છે. માત્ર ઇન્વેસ્ટમેન્ટ એપમાં દેખાતી પોર્ટફોલિયોની કિંમત પર આધાર રાખવાને બદલે વાસ્તવિક યુનિટ્સ અને ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ પણ તપાસવો જરૂરી છે. રોકાણકારો CAMS, KFintech, NSDL અથવા CDSL મારફતે Consolidated Account Statement (CAS) મેળવી પોતાના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સ ચકાસી શકે છે. એપમાં કોઈ ગેરરીતિ જણાય તો તેના સ્ક્રીનશોટ, બેન્ક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો સાચવી રાખવી જોઈએ. વિવાદ થાય ત્યારે આ દસ્તાવેજો ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Air Ticket Price India

વિમાનમાં મુસાફરી કરવી પડી મોંઘી: ટિકિટ પર ₹1,200 સુધી ફ્યુઅલ સરચાર્જ, પ્રવાસીઓની સંખ્યા ઘટી!

Inflation India

લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત

Data Center

ભારતમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 14.3%નો વધારો, Q3 2026માં 80 સુવિધાઓનું આયોજન

WhatsApp Security Alert

WhatsApp યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ, હેકર્સ ચોરી શકે છે તમારી ખાનગી માહિતી

 Bank Holidays December 2026

Bank Holidays: ડિસેમ્બરમાં ક્યારે અને ક્યાં બંધ રહેશે બેન્કો? જાણો સંપૂર્ણ લિસ્ટ

Ramayana Film

Box Office પર ‘રામાયણ’નો મહાપડાવ! 23 દિવસમાં ભારતમાં ₹1,000 કરોડ નેટ કમાણી પાર

FSSAI

હવે બંગાળમાં Bisleriના પાણીના નમૂનામાં બેક્ટેરિયા મળ્યા

Instagram for TV

હવે TV પર ચાલશે Instagram! ભારતમાં મોટા પડદે માણી શકાશે Reels અને Stories, એક એપમાં 5 એકાઉન્ટ