KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Bank Holidays: ડિસેમ્બરમાં ક્યારે અને ક્યાં બંધ રહેશે બેન્કો? જાણો સંપૂર્ણ લિસ્ટ

ડિસેમ્બર 2026માં ક્રિસમસ અને વિવિધ પ્રાદેશિક તહેવારોને કારણે દેશના અલગ-અલગ શહેરોમાં બેન્કો બંધ રહેશે. આ ઉપરાંત ચાર રવિવાર અને બીજા તથા ચોથા શનિવારની રજા રહેશે. દેશભરમાં સાત દિવસ બેન્કો બંધ રહેશે, જ્યારે સ્થાનિક રજાઓને કારણે કેટલાક શહેરોમાં વધુ દિવસ બેન્કિંગ કામકાજ બંધ રહેશે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
 Bank Holidays December 2026
Bank Holidays December 2026AI Generated Image

Bank Holidays December 2026: વર્ષ 2026નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે ડિસેમ્બરમાં બેન્કમાં ચેક જમા કરાવવા, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવવા, રોકડ ઉપાડવા કે અન્ય કોઈ જરૂરી કામ કરવાનું વિચારી રહ્યા છો, તો બેન્કોની રજાઓનું લિસ્ટ અગાઉથી ચકાસી લેજો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર અંગેના અહેવાલ અનુસાર, ડિસેમ્બરમાં ક્રિસમસ ઉપરાંત વિવિધ સ્થાનિક તહેવારોને કારણે બેન્કોની શાખાઓ બંધ રહેશે.


ડિસેમ્બર 2026માં બેન્કોની રજાઓનું શહેરવાર લિસ્ટ


1 ડિસેમ્બર, મંગળવાર – ઇન્ડિજિનસ ફેઇથ ડે – ઇટાનગર, કોહિમા

3 ડિસેમ્બર, ગુરુવાર – સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવાર – પણજી (ગોવા)

6 ડિસેમ્બર, રવિવાર – સાપ્તાહિક રજા – સમગ્ર દેશ

9 ડિસેમ્બર, બુધવાર – લોસૂંગ/નામસૂંગ – ગંગટોક

10 ડિસેમ્બર, ગુરુવાર – લોસૂંગ/નામસૂંગ – ગંગટોક

11 ડિસેમ્બર, શુક્રવાર – લોસૂંગ/નામસૂંગ – ગંગટોક

12 ડિસેમ્બર, શનિવાર – બીજો શનિવાર – સમગ્ર દેશ

13 ડિસેમ્બર, રવિવાર – સાપ્તાહિક રજા – સમગ્ર દેશ

18 ડિસેમ્બર, શુક્રવાર – યુ સોસો થામની પુણ્યતિથિ – શિલોંગ

19 ડિસેમ્બર, શનિવાર – ગોવા મુક્તિ દિવસ – પણજી (ગોવા)

20 ડિસેમ્બર, રવિવાર – સાપ્તાહિક રજા – સમગ્ર દેશ

24 ડિસેમ્બર, ગુરુવાર – ક્રિસમસ ઈવ – આઇઝોલ, કોહિમા, શિલોંગ

25 ડિસેમ્બર, શુક્રવાર – ક્રિસમસ – સમગ્ર દેશ

26 ડિસેમ્બર, શનિવાર – ચોથો શનિવાર – સમગ્ર દેશ

27 ડિસેમ્બર, રવિવાર – સાપ્તાહિક રજા – સમગ્ર દેશ

30 ડિસેમ્બર, બુધવાર – યુ કિયાંગ નાંગબાહની પુણ્યતિથિ – શિલોંગ

31 ડિસેમ્બર, ગુરુવાર – ન્યૂ યર ઈવ – આઇઝોલ


ગુજરાતમાં ક્યારે બંધ રહેશે બેન્કો?

ગુજરાતમાં 6, 12, 13, 20, 25, 26 અને 27 ડિસેમ્બરે બેન્કો બંધ રહેશે. તેમાં ચાર રવિવાર, બીજા અને ચોથા શનિવાર તથા ક્રિસમસની રજાનો સમાવેશ થાય છે.


ક્રિસમસ પર સતત ત્રણ દિવસ બેન્કો રહેશે બંધ

25 ડિસેમ્બરે ક્રિસમસ, 26 ડિસેમ્બરે ચોથો શનિવાર અને 27 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરમાં સતત ત્રણ દિવસ બેન્કોની શાખાઓ બંધ રહેશે. જ્યારે આઇઝોલ, કોહિમા અને શિલોંગમાં 24 ડિસેમ્બરે પણ ક્રિસમસ ઈવની રજા હોવાથી સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે.


બેન્કોની રજા દરમિયાન ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઈ શકશે?

બેન્કોની શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો સામાન્ય રીતે UPI, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM સેવાઓનો ઉપયોગ કરી શકશે. જોકે, ટેક્નિકલ ખામી અથવા બેન્કના મેન્ટેનન્સને કારણે આ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. ગ્રાહકોએ બેન્કની શાખામાં જતાં પહેલાં [RBIની સત્તાવાર વેબસાઇટ] પર પોતાના શહેરની રજાઓનું લિસ્ટ ચકાસી લેવું જોઈએ.


આ પણ વાંચો : ભારતમાં લોન્ચ થઈ રોયલ એનફિલ્ડની સૌથી પાવરફુલ બાઇક 'Himalayan 750'

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Groww Mutual Fund

Groww એપ વિવાદમાં કોર્ટનો ચુકાદો, ₹10 લાખ ઉપાડવા ગઈ ને પોર્ટફોલિયો ₹84 હજારે પહોંચ્યો, જાણો શું છે મામલો

Air Ticket Price India

વિમાનમાં મુસાફરી કરવી પડી મોંઘી: ટિકિટ પર ₹1,200 સુધી ફ્યુઅલ સરચાર્જ, પ્રવાસીઓની સંખ્યા ઘટી!

Inflation India

લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત

Data Center

ભારતમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 14.3%નો વધારો, Q3 2026માં 80 સુવિધાઓનું આયોજન

WhatsApp Security Alert

WhatsApp યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ, હેકર્સ ચોરી શકે છે તમારી ખાનગી માહિતી

Ramayana Film

Box Office પર ‘રામાયણ’નો મહાપડાવ! 23 દિવસમાં ભારતમાં ₹1,000 કરોડ નેટ કમાણી પાર

FSSAI

હવે બંગાળમાં Bisleriના પાણીના નમૂનામાં બેક્ટેરિયા મળ્યા

Instagram for TV

હવે TV પર ચાલશે Instagram! ભારતમાં મોટા પડદે માણી શકાશે Reels અને Stories, એક એપમાં 5 એકાઉન્ટ