KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 14.3%નો વધારો, Q3 2026માં 80 સુવિધાઓનું આયોજન

ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. Knight Frank Indiaના અભ્યાસ અનુસાર, દેશના 7 મુખ્ય બજારોમાં ડેટા સેન્ટર વિકાસ હેઠળના પ્રોજેક્ટ્સની સંખ્યા 2025ની 70થી વધીને 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (Q3 2026) 80 થઈ છે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Data Center
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં હવે મોટી ક્ષમતાવાળા ડેટા સેન્ટર બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે.AI Image

ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. Knight Frank Indiaના અભ્યાસ અનુસાર, દેશના 7 મુખ્ય બજારોમાં ડેટા સેન્ટર વિકાસ હેઠળના પ્રોજેક્ટ્સની સંખ્યા 2025ની 70થી વધીને 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (Q3 2026) 80 થઈ છે. આ 14.3%નો વધારો દર્શાવે છે. કુલ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં મુંબઈનો હિસ્સો સૌથી વધુ 42.5% છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં હવે મોટી ક્ષમતાવાળા ડેટા સેન્ટર બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. Q3 2026માં કુલ પ્રસ્તાવિત ડેટા સેન્ટરમાં 50 MWથી વધુ ક્ષમતા ધરાવતી સુવિધાઓનો હિસ્સો 55% થયો છે, જે 2025માં 44.3% હતો.

આ શ્રેણીમાં 100 MWથી વધુ ક્ષમતાવાળા પ્રસ્તાવિત ડેટા સેન્ટરની સંખ્યામાં સૌથી વધુ 80%નો વધારો નોંધાયો છે. તેમની સંખ્યા 15થી વધીને 27 થઈ છે. આ સાથે કુલ પ્રોજેક્ટ્સમાં તેમનો હિસ્સો 21.4%થી વધીને 33.8% થયો છે. બીજી તરફ, 50-100 MWની ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટરની સંખ્યા 6.3% વધીને 16થી 17 થઈ છે.

Knight Frank Indiaના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓક્યુપાયર સ્ટ્રેટેજી એન્ડ સોલ્યુશન્સ તથા ડેટા સેન્ટર બિઝનેસ (ઇન્ડિયા)ના વડા જોસેફ થિલકે જણાવ્યું હતું કે, ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રનો વિકાસ માત્ર નવી સુવિધાઓની સંખ્યા પૂરતો મર્યાદિત નથી. હવે આયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

 

નાની ક્ષમતાવાળા ડેટા સેન્ટરની સંખ્યામાં ઘટાડો

મોટા ડેટા સેન્ટરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે 50 MWથી ઓછી ક્ષમતાવાળા ડેટા સેન્ટરની સંખ્યા ઘટી રહી છે. અભ્યાસ અનુસાર, 50 MWથી ઓછી ક્ષમતા ધરાવતી પ્રસ્તાવિત સુવિધાઓની સંખ્યા 39થી ઘટીને 36 થઈ છે. 10-50 MWની ક્ષમતાવાળા ડેટા સેન્ટરની સંખ્યા 3.8% ઘટીને 26થી 25 થઈ છે. જ્યારે 10 MWથી ઓછી ક્ષમતાવાળા ડેટા સેન્ટરની સંખ્યામાં 15.4%નો ઘટાડો નોંધાયો છે અને તેમની સંખ્યા 13થી ઘટીને 11 થઈ છે. આ આંકડા દર્શાવે છે કે ડેટા સેન્ટર ક્ષેત્રમાં હવે નાની સુવિધાઓની સરખામણીએ વધુ ક્ષમતા ધરાવતા મોટા પ્રોજેક્ટ્સ તરફ વલણ વધી રહ્યું છે.

 

મુંબઈ પ્રથમ સ્થાને, હૈદરાબાદ બીજા ક્રમે

ભારતમાં ડેટા સેન્ટર વિકાસ માટે મુંબઈ સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. મુંબઈમાં પ્રસ્તાવિત ડેટા સેન્ટરની સંખ્યા 2025માં 31 હતી, જે Q3 2026માં 9.7% વધીને 34 થઈ છે. મુંબઈના કુલ 34 પ્રોજેક્ટ્સમાંથી 18 પ્રોજેક્ટ્સ 50 MWથી વધુ ક્ષમતા ધરાવે છે. તેમાં 15 પ્રોજેક્ટ્સ 100 MWથી વધુ ક્ષમતાવાળા છે. હૈદરાબાદ દેશનું બીજું સૌથી મોટું ડેટા સેન્ટર વિકાસ કેન્દ્ર બન્યું છે. અહીં પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સની સંખ્યા 11થી વધીને 15 થઈ છે, જે 36.4%નો વધારો દર્શાવે છે. હૈદરાબાદમાં 100 MWથી વધુ ક્ષમતાવાળા ડેટા સેન્ટરની સંખ્યા બમણી થઈ છે.

આ શ્રેણીના પ્રોજેક્ટ્સની સંખ્યા 4થી વધીને 8 થઈ છે. હૈદરાબાદના કુલ ડેટા સેન્ટર વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 93.3% પ્રોજેક્ટ્સ 50 MWથી વધુ ક્ષમતા ધરાવે છે. મુંબઈ અને હૈદરાબાદનો સંયુક્ત હિસ્સો દેશના કુલ પ્રસ્તાવિત ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં 61.3% છે. જોસેફ થિલકના જણાવ્યા અનુસાર, મોટા ડેટા સેન્ટરની વધતી સંખ્યા આ ક્ષેત્રમાં બદલાઈ રહેલા વિકાસના વલણનો સંકેત આપે છે. મુંબઈ હજુ પણ આ ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે, જ્યારે હૈદરાબાદ મોટી ક્ષમતાવાળા ડેટા સેન્ટરના વિકાસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

 

ચેન્નાઈ અને પુણેમાં 9-9 ડેટા સેન્ટરનું આયોજન

દેશના અન્ય મુખ્ય શહેરોમાં પણ ડેટા સેન્ટર વિકાસની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. ચેન્નાઈ અને પુણેમાં પ્રસ્તાવિત ડેટા સેન્ટરની સંખ્યા 9-9 છે. ચેન્નાઈમાં 50-100 MWની ક્ષમતાવાળા 5 ડેટા સેન્ટરનું આયોજન છે, જ્યારે 100 MWથી વધુ ક્ષમતાવાળા 2 પ્રોજેક્ટ્સ છે. પુણેમાં 10 MWથી ઓછી ક્ષમતાવાળા 7 પ્રોજેક્ટ્સ છે, જ્યારે 50-100 MWની ક્ષમતાવાળા 2 ડેટા સેન્ટરનું આયોજન છે. બેંગલુરુ અને નવી દિલ્હીમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 25%નો વધારો નોંધાયો છે. બંને શહેરોમાં પ્રોજેક્ટ્સની સંખ્યા 4થી વધીને 5 થઈ છે. આ બંને શહેરોમાં 100 MWથી વધુ ક્ષમતાવાળો 1-1 ડેટા સેન્ટર પ્રોજેક્ટ પણ સામેલ છે. કોલકાતામાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 50%નો વધારો નોંધાયો છે. અહીં પ્રસ્તાવિત ડેટા સેન્ટરની સંખ્યા 2થી વધીને 3 થઈ છે.

 

વીજળી, કનેક્ટિવિટી અને જમીનની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ બનશે

જોસેફ થિલકના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રનો વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પર આધાર રાખશે. ખાસ કરીને વીજળીની ઉપલબ્ધતા, ઝડપી અને વિશ્વસનીય નેટવર્ક કનેક્ટિવિટી તથા જરૂરી જમીનની વ્યવસ્થા મોટા ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બનશે. તેમણે જણાવ્યું કે, ડેટા સેન્ટર ક્ષેત્ર જેમ જેમ આગળ વધી રહ્યું છે, તેમ તેમ નવા પ્રોજેક્ટ્સનું આયોજન ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસંગત રાખવું જરૂરી બનશે. આ બાબતો પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે તો ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રના આગામી તબક્કાના વિકાસને વધુ વેગ મળી શકશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Groww Mutual Fund

Groww એપ વિવાદમાં કોર્ટનો ચુકાદો, ₹10 લાખ ઉપાડવા ગઈ ને પોર્ટફોલિયો ₹84 હજારે પહોંચ્યો, જાણો શું છે મામલો

Air Ticket Price India

વિમાનમાં મુસાફરી કરવી પડી મોંઘી: ટિકિટ પર ₹1,200 સુધી ફ્યુઅલ સરચાર્જ, પ્રવાસીઓની સંખ્યા ઘટી!

Inflation India

લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત

WhatsApp Security Alert

WhatsApp યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ, હેકર્સ ચોરી શકે છે તમારી ખાનગી માહિતી

 Bank Holidays December 2026

Bank Holidays: ડિસેમ્બરમાં ક્યારે અને ક્યાં બંધ રહેશે બેન્કો? જાણો સંપૂર્ણ લિસ્ટ

Ramayana Film

Box Office પર ‘રામાયણ’નો મહાપડાવ! 23 દિવસમાં ભારતમાં ₹1,000 કરોડ નેટ કમાણી પાર

FSSAI

હવે બંગાળમાં Bisleriના પાણીના નમૂનામાં બેક્ટેરિયા મળ્યા

Instagram for TV

હવે TV પર ચાલશે Instagram! ભારતમાં મોટા પડદે માણી શકાશે Reels અને Stories, એક એપમાં 5 એકાઉન્ટ