KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકામાં વધુ એક મોટી બેન્ક ડૂબી!, અબજો ડોલરની ડિપોઝિટનું શું થશે?

અમેરિકામાં બે વર્ષથી વધુ સમયગાળાની સૌથી મોટી બેન્ક નિષ્ફળતાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન બેન્કિંગ નિયામકોએ United Fidelity Bank બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક પાસે લગભગ 5.4 અબજ ડોલરની ડિપોઝિટ અને 5.9 અબજ ડોલરની સંપત્તિ હતી.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
US Banking Crisis
US Banking CrisisAI Image

US Banking Crisis: અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં ફરી ઝટકો લાગ્યો છે. ઇન્ડિયાના રાજ્યની United Fidelity Bankને અમેરિકન નિયામકોએ 27મી નવેમ્બરે બંધ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયગાળામાં અમેરિકામાં આ સૌથી મોટી બેન્ક નિષ્ફળતા છે. બેન્કની નાણાકીય સ્થિતિ નબળી પડતાં ગ્રાહકોની જમા રકમ અંગે ચિંતા ઊભી થઈ હતી. જોકે અમેરિકાની ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ ગ્રાહકોના નાણાં સુરક્ષિત રાખવા માટે વ્યવસ્થા કરી છે.


આખરે બેન્ક કેમ બંધ કરવી પડી?

અમેરિકાની બેન્કિંગ નિયામક સંસ્થા Office of the Comptroller of the Currency (OCC)એ United Fidelity Bankની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. સંસ્થાના જણાવ્યાનુસાર, બેન્કની સ્થિતિ સુરક્ષિત રીતે કારોબાર ચાલુ રાખવા યોગ્ય નહોતી. બેન્ક પોતાની નાણાકીય જવાબદારીઓ પૂરી કરવામાં અને ગ્રાહકોની નાણાં ઉપાડવાની માંગ સંતોષવામાં નિષ્ફળ જઈ શકે તેવી સ્થિતિ હતી. આથી OCCએ બેન્ક બંધ કરીને FDICને તેની સંપત્તિ અને જવાબદારીઓનું સંચાલન સોંપ્યું છે.


બેન્કમાં કેટલા અબજ ડોલર જમા હતા?

FDICના જણાવ્યાનુસાર, 30મી સપ્ટેમ્બર, 2026 સુધી બેન્ક પાસે લગભગ 5.9 અબજ ડોલરની કુલ સંપત્તિ હતી. જ્યારે ગ્રાહકોની કુલ ડિપોઝિટ લગભગ 5.4 અબજ ડોલર હતી. આ બેન્ક નિષ્ફળ જવાથી અમેરિકાના ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ફંડને અંદાજે 1.83 અબજ ડોલરની ખોટ થઈ શકે છે. આ બેન્કની કુલ ડિપોઝિટના નુકસાનનો આંકડો નથી.


ગ્રાહકોના જમા નાણાંનું શું થશે?

ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે FDICએ ઉત્તર કેરોલિનાની First Citizens Bank & Trust Company સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ First Citizens લગભગ 4.5 અબજ ડોલરની ડિપોઝિટ અને 3.1 અબજ ડોલરની લોન સંભાળશે. કેટલીક બ્રોકર મારફતે આવેલી ડિપોઝિટ આ વ્યવસ્થામાં સામેલ નથી. બેન્કની સંપત્તિ લગભગ 2.6 અબજ ડોલરના ડિસ્કાઉન્ટ પર ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


22 બ્રાન્ચ હવે First Citizensના નામે ખૂલશે

United Fidelity Bankની ઇન્ડિયાના, ઇલિનોઇસ, ફ્લોરિડા, કોલોરાડો અને યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં આવેલી 22 બ્રાન્ચ First Citizens હેઠળ કાર્યરત થશે. ગ્રાહકોને નવી બેન્કમાં ખાતું ખોલાવવાની જરૂર નથી. તેઓ અગાઉની જેમ ચેક, ડેબિટ કાર્ડ અને ATMનો ઉપયોગ કરી શકશે. તેમની જમા રકમ અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર યથાવત્ રહેશે. લોન લેનારા ગ્રાહકોએ પણ નિયમિત હપ્તા ચૂકવવાના રહેશે.


2026માં અમેરિકાની સાતમી બેન્ક બંધ

ઉલ્લેખનીય છે કે, United Fidelity Bank વર્ષ 2026માં નિષ્ફળ ગયેલી અમેરિકાની સાતમી બેન્ક છે. એપ્રિલ 2024માં Republic First Bank બંધ થયા બાદ આ સૌથી મોટી બેન્ક નિષ્ફળતાનો કિસ્સો છે. First Citizens અગાઉ પણ આવી જવાબદારી સંભાળી ચૂકી છે. માર્ચ 2023માં તેણે Silicon Valley Bankની મોટાભાગની ડિપોઝિટ અને લોન ખરીદી હતી. હાલના કિસ્સામાં નિયામકોનો મુખ્ય હેતુ ગ્રાહકોની બચતનું રક્ષણ અને બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ જાળવવાનો છે.

આ પણ વાંચો: લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Bangladesh Garment Industry

બાંગ્લાદેશને મોટો ઝટકો: Zara-H&Mના ₹2,300 કરોડથી વધુના ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ, ભારતને સૌથી વધુ ફાયદો

 Electric Vehicle Market

વિશ્વની 10માંથી 6 ઇલેક્ટ્રિક કાર ચીનમાં વેચાઈ, અમેરિકામાં EV માર્કેટ ઠંડું પડ્યું

IBM Ends US H-1B Visa and Green Card Sponsorships

નોકરી છોડી દો - ભારત જાઓ, IBM એ યુએસ વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી, 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન

 AIથી નોકરીઓ પર મોટું સંકટ?

અમેરિકામાં 1.6 કરોડ નોકરીઓ AI ખાઈ જશે !

Elon Musk SpaceX Shares

અમેરિકાના દરેક બાળકને ઈલોન મસ્ક આપશે ખાસ ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો

US Proposes 25% Tariff on India, 40% on China Goods

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% અને ચીન પર 40% સુધી ટેક્સ લાદવાનો પ્રસ્તાવ

US Stock Market Falls as Nvidia and Anthropic Shares Drop

US શેરબજારમાં કડાકો: AI શેરોમાં વેચવાલીથી Nasdaq 1.43% તૂટ્યો, Nvidia અને Anthropic ના શેર ગગડ્યા

Trump Tariff Threat, US May Impose Duty on 16 Nations

Trump Tariff: ભારત અને ચીન સહિત 16 દેશો પર ઝીંકાઈ શકે છે ભારે ટેરિફ, જાણો કોને થશે અસર