KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach લૉન્ચ કરી

ભારતની સૌથી વધુ મનપસંદ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ આજે નવી Mercedes-Maybach S 580e લૉન્ચ કરી હતી, જે ભારતમાં Mercedes-Maybachની સૌપ્રથમ ઇલેક્ટ્રિક કાર છે, જે Maybachની સદાબહાર ભવ્યતા અને આગામી પેઢીની ઇલેક્ટ્રિક મોબિલિટીની આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય છે.

desk@kuberanowPublished On : 6 Oct 2026
Mercedes-Maybach S 580e
Mercedes-Maybach S 580eAI Image

ભારતની સૌથી વધુ મનપસંદ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ આજે નવી Mercedes-Maybach S 580e લૉંચ કરી હતી, જે ભારતમાં Mercedes-Maybachની સૌપ્રથમ ઇલેક્ટ્રિક કાર છે, જે Maybachની સદાબહાર ભવ્યતા અને આગામી પેઢીની ઇલેક્ટ્રિક મોબિલિટીની આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય છે. Mercedes-Maybach S 580e ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગની શાંતિ અને ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિનની શાનદાર રેન્જ અને સુવિધાનો વિશિષ્ટ સમન્વય ધરાવે છે, જે કોઈ પણ પ્રકારની સમજૂતી વિના અજોડ લક્ઝરી અનુભવ આપે છે. Mercedes-Maybach S-Classનું શ્રેષ્ઠ વર્ઝન હોવાના નાતે S 580e એક્સક્લૂઝિવિટી, આરામ, શ્રેષ્ઠ કારીગરી અને ટેકનોલૉજી બાબતે નવો માપદંડ સ્થાપિત કરે છે. મર્સિડીઝ-બેન્ઝની ઓપરેટિંગ સિસ્ટમ (MB.OS)થી ચાલતી આ કાર સહજ, સરળ અને સંપૂર્ણપણે પર્સનલ ડિજિટલ ઇકોસિસ્ટમ આપે છે, જે ઓટોમોટિવ લક્ઝરીમાં Mercedes-Maybachની સર્વોચ્ચ સ્થિતિને વધારે મજબૂત કરે છે.


લક્ઝરી અને આધુનિકતા


ફર્સ્ટ ક્લાસ રિઅર કમ્પાર્ટમેન્ટ


ભારત માટે ખાસ બનેલી Mercedes-Maybach S 580e વિશિષ્ટ રીતે શાનદાર ચાર-સીટ ધરાવતી ફર્સ્ટ ક્લાસ રિઅર કન્ફિગરેશનમાં આવે છે, જે કેબિનને એક આલિશાન પ્રાઇવેટ લાઉન્જમાં બદલે છે. વિવિધ એક્ઝિક્યુવિટવ રિયર સીટો, સંપૂર્ણ લંબાઈ ધરાવતું બિઝનેસ સેન્ટર કન્સોલ, વાયરલેસ ચાર્જિંગ અને ટેમ્પરેચર-કન્ટ્રોલ્ડ કપ હોલ્ડર શ્રેષ્ઠ આરામ અને સુવિધા આપે છે.


રિઅર કમ્ફર્ટ પેકેજ પ્લસ એડેપ્ટિવ એમ્બિઅન્ટ લાઇટિંગ, ક્લાઇમેટાઇઝ સીટ, રિઅર વાયરલેસ ચાર્જિંગ, રિઅર MBUX કન્ટ્રોલ અને સલામતીની વિસ્તૃત ખાસિયતોના સંપર્ણ સેટ સાથે વધારે શ્રેષ્ઠ અનુભવ આપે છે, જેથી સફરનો અજોડ ફર્સ્ટ-ક્લાસ અનુભવ મળે છે.


Burmester હાઈ-એન્ડ 4D સરાઉન્ડ સાઉન્ડ


Burmester® હાઈ-એન્ડ 4D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ 31 સ્પીકર, આઠ એક્સાઇટર અને 1,610 વોટ આઉટપુટની સાથે કારની અંદર શ્રેષ્ઠ અનુભવ આપે છે, જેથી સાંભળવાનો એક શાનદાર અને મલ્ટિ-ડાયમેન્શનલ અનુભવ મળે છે. Dolby Atmos®, સાઉન્ડ પર્સનલાઇઝેશન અને પાછલી સીટ પર મનોરંજન પર વાયરલેસ હેડફોનની સાથે તેમાં બેસનારને શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી અને આરામ મળે છે.


ઇલેક્ટ્રિફાઇડ લક્ઝરીના નવા ધારાધોરણો


Mercedes-Maybach S 580eનું હાર્દ 4MATICની સાથે અત્યાધુનિક છ-સિલિન્ડર પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન છે, જે શાનદાર 585 hp અને 750 Nm પાવર અને ટોર્ક આપે છે. સરળ પર્ફોર્મન્સ સાથે શાંત ઇલેક્ટ્રિફાઇડનો સમન્વય ધરાવતા આ ફ્લેગશિપ લિમોસિન ખાસ સ્મધનેસ, રિફાઇનમેન્ટ અને આત્મવિશ્વાસ આપે છે, જે Mercedes-Maybachના અનુભવની ઓળખ છે તથા એને 9G-TRONIC ટ્રાન્સમિશનથી વધારે શ્રેષ્ઠ બનાવવામાં આવી છે.


98 કિલોમીટરની WLTP ઇલેક્ટ્રિક રેન્જ


Mercedes-Maybach S 580eમાં લગભગ શાંત ઇલેક્ટ્રિક મોબિલિટી અને લાંબા અંતર સુધી સરળતાપૂર્વક ચલાવવાની સુવિધાનો સમન્વય થયો છે. આ WLTP-સર્ટિફાઇડ 98 કિલોમીટર સુધીની ઇલેક્ટ્રિક રેન્જ આપે છે, જે અત્યાધુનિક રિક્યૂપરેશન સાથે વાસ્તવિક દુનિયામાં 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જમાં બદલી શકે છે. આ કારને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોડમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી ચલાવી શકાય છે. તેમાં ખાસ Maybach, ઇલેક્ટ્રિક અને બેટરી હોલ્ડ ડ્રાઇવ મોડ છે. સાથે સાથે, એડજસ્ટેબલ એનર્જી રિક્યૂપરેશનની સુવિધા શામેલ છે, જેમાં વન-પેડલ ડ્રાઇવિંગ પણ શામેલ છે, જે એક શાનદાર અને બહુ આરામદાયક લક્ઝરી ડ્રાઇવિંગનો અનુભવ આપે છે


11 kW AC અને 60 kW DC સુધી ચાર્જિંગ


Mercedes-Maybach S 580eમાં સરળતાપૂર્વક ચાર્જિંગની સુવિધા મળે છે, જેમાં 11 kW AC ઓનબોર્ડ ચાર્જર અને 60 kW DC ફાસ્ટ-ચાર્જિંગ ક્ષમતા છે. ઘરે આખી રાત રિચાર્જિંગ કે લાંબી સફરમાં ટોપિંગ અપ કરાવો, પ્લન-ઇન હાઇબ્રિડ લક્ઝરી લિમોસિન સાતત્ય ઇલેક્ટ્રિફાઇડ મોબિલિટી સુનિશ્ચિત કરે છે. ગ્રાહકને વધારે સુવિધા આપવા મર્સિડીઝ-બેન્ઝ દરેક Mercedes-Maybach S 580e સાથે પૂરક હોમ ચાર્જિંગ સોલ્યુશન આપે છે.


MB.CHARGE અને અકાઉસ્ટિક પ્રેઝન્સ ઇન્ડિકેટર


Mercedes-Maybach S 580e MB.CHARGE પબ્લિક સ્ટેશન સાથે રોજિંદા સુવિધાને શ્રેષ્ઠ બનાવે છે, જેથી સક્ષમ પબ્લિક ચાર્જિંગ માળખા સુધી પહોંચ સરળ થઈ શકે છે. અકાઉસ્ટિક પ્રેઝન્સ ઇન્ડિકેટર સલામતીને વધુ વધારે છે. આ ઇલેક્ટ્રિક મોડમાં ઓછી સ્પીડ પર કાર ચલાવતા સમયે બહારની તરફ એક હળવો અવાજ પેદા કરે છે, જે આ લિમોસિનના લગભગ શાંત અને શાનદાર પર્ફોર્મન્સ સાથે સુમેળ ધરાવે છે.


MB.DRIVE આસિસ્ટ


MB.DRIVE આસિસ્ટ એ MB.DRIVE સ્ટાન્ડર્ડની સાથે ડિજિટલ એક્સ્ટ્રા તરીકે પ્રદાન કરવામાં આવે છે. ડિસ્ટન્સ આસિસ્ટ ડિસ્ટ્રોનિક આગળ ચાલતી કારથી એક નિશ્ચિત અંતર જાળવે છે અને સ્ટીયરિંગ આસિસ્ટન લેન ગાઇડન્સમાં મદદ કરે છે. આ બંને સ્ટાન્ડર્ડ ડિજિટલ એક્સ્ટ્રા તરીકે શામેલ છે.


15 એરબેગ સાથે PRE-SAFE


Mercedes-Maybach S 580e પોતાના સેગમેન્ટમાં સલામતી અને પ્રવાસીઓની સલામતી સાથે સંબંધિત સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીઓમાંથી એક આપે છે. PRE-SAFE® ઇમ્પલ્સ અને PRE-SAFE® ઇમ્પલ્સ સાઇડ જેવી અત્યાધુનિક સિસ્ટમ સંભવિત સંઘર્ષ અગાઉ પ્રવાસીઓને તૈયાર કરી દે છે, તો સેન્ટર એરબેગ, રિઅર સાઇડ એરબેગ, રિઅર ટ્યૂબલર ફ્રન્ટ પ્રોટેક્શન એરબેગ અને બેલ્ગ બેગ એક સંપૂર્ણ સલામતી વ્યવસ્થા તમામ પ્રવાસીઓની સુરક્ષાને વધારે શ્રેષ્ઠ બનાવે છે. એની સાથે ગાર્ડ 360° વ્હિકલ પ્રોટેક્શન પ્લસ ચોરી રોકવા, ઘુસણખોરીની જાણકારી મેળવવા અને કારની સલામતીની શ્રેષ્ઠ ખાસિયતોને એક સાથે પ્રદાન કરે છે, જેથી લક્ઝરી ડ્રાઇવિંગના સર્વોચ્ચ સ્તર મુજબ સંપૂર્ણપણે નિશ્ચિંત રહી શકાય.


ડિજિટલ લાઇટ અને એડેપ્ટિવ હાઈ બીમ આસિસ્ટ પ્લસ


આ સ્ટાન્ડર્ડ તરીકે ઓફર થતી ઇન્ટેલિજન્ટ લાઇટિંગ સિસ્ટમ છે, જે ડ્રાઇવિંગની સ્થિતિસંજોગો અને આસપાસના ટ્રાફિકના હિસાબે બીમનો પ્રસાર સતત એડજસ્ટ કરે છે માર્ગ પર અન્ય લોકોની આંખો અંજાય ન જાય એ રીતે અને અન્ય જગ્યાઓ પર વધારે લાઇટ જાળવીને આ સિસ્ટમ શ્રેષ્ઠ વિઝિબિલિટી, વધારે સલામતી અને રાત્રે આરામદાયક ડ્રાઇવિંગનો અનુભવ આપે છે. એનાથી Mercedes-Maybach S 580eના ડ્રાઇવિંગનો અનુભવ વધારે શાનદાર થઈ જાય છે.


ઇલ્યુમિનેટેડ ગ્રિલ, લોકો પ્રોજેક્શન અને ડોર સિલ્સ


વિશિષ્ટ ડિઝાઇન પાસાં Mercedes-Maybach S 580eની ખાસિયતોમાં વધારો કરે છે. સિગ્નેચર ઇલ્યુમિનેટેડ Maybach રેડિયેટર ગ્રિલ એક પ્રભાવશાળી લૂક આપે છે, તો શાનદાર Maybach લોગો પ્રોજેક્શન પાસ આવવાથી જમીન પર આઇકોનિક Maybach પેટર્નથી પ્રકાશ ફેંકીને લોકોને આવકારે છે. "Maybach" લેટર ઇલ્યુમિનેટેડ ફ્રન્ટ અને રિઅર ડોર સિલ્સ આ ખાસ અનુભવને વધારે છે, જે આ શાનદાર લક્ઝરી લિમોસિનની બારીક અને શ્રેષ્ઠ કારીગરીને દર્શાવે છે.


ક્લાઉડ આધારિત AIRMATIC અને 10-ડિગ્રી સુધી રિઅર-એક્સલ સ્ટીયરિંગ


MB.OS હવે સ્ટાન્ડર્ડ ફીચર તરીકે ઇન્ટેલિજન્ટ ક્લાઉડ-આધારિત એરમેટિક સસ્પેન્શન આપે છે. આ સિસ્ટમ રોડની બદલાતી સ્થિતિનો અનાન લગાવવા રિયલ-ટાઇમ નેવિગેશન ડેટાનો ઉપયોગ કરી શકે છે અને આરામદાયક સવારી માટે ડેમ્પિંગને એડજસ્ટ કરી શકે છે. તેમાં સ્ટાન્ડર્ડ રિઅર-એક્સલ સ્ટીયરિંગ છે, જે 10-ડિગ્રી સુધી વધારી શકાય છે, જેથી ટર્નિંગ સર્કલ ઓછું થાય છે અને ઝડપ પર કાર સ્થિર રહે છે. તેમાં 9G-TRONIC ટ્રાન્સમિશન અને ટાયર પ્રેશ મોનિટરિંગ સિસ્ટમ લગાવેલી છે.


MANUFAKTURની શ્રેષ્ઠ કારીગરી


Mercedes-Maybach S 580eની કેબિન ખાસ રીતે તૈયાર કરેલી લક્ઝરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે MANUFAKTURની શાનદાર કારીગરીને દર્શાવે છે. તેમાં શાનદાર Maybach એક્સક્લૂઝિવ નપ્પા લેધરનો ઉપયોગ થયો છે, જેમાં ક્રિસ્ટલ વ્હાઇટ અને સિલ્વર-ગ્રે પર્લનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે એનું ઇન્ટેરિઅર સદાબહાર સુંદરતા અને અજોડ આકર્ષણનો અહેસાસ કરાવે છે. MANUFAKTUR પિયાનો લેકર ટ્રિમ, હાથથી તાર કરેલ ક્રિસ્ટલ વ્હાઇટ નપ્પા લેધર રુફ લાઇનર અને બારીક રીતે તૈયાર કરેલી MANUFAKTUR સીટ બેકરેસ્ટ સાથે એક પ્રાઇવેટ લક્ઝરી લાઉન્જ જેવું વાતાવરણ ઊભું કરે છે. એક્સક્લૂઝિવ પેકેજની સાથે દરેક નાની-મોટી ચીજને આરામ, કારીગરી અને વિશિષ્ટતા વધારવા પસંદ કરવામાં આવી છે, જે Mercedes-Maybach S 580eને આધુનિક લક્ઝરી ડ્રાઇવિંગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બનાવે છે.


વિશિષ્ટ Maybach ઇન્ટેરિઅર પાસાં


Mercedes-Maybach S 580eમાં દરેક ચીજને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે શ્રેષ્ઠ કારીગરી અને વિશિષ્ટતા પ્રત્યે બ્રાન્ડની અતૂટ કટિબદ્ધતાને દર્શાવે છે. તેની કેબિનમાં લાકડી અને લેધરથી બનેલા શાનદાર મલ્ટિ-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ છે તથા આગળ અને પાછળ બેસનારા માટે બહુ બારીક રીતે બનાવેલા ડિઝાઇનર બેલ્ટ બકલ આપ્યા છે. શાનદાર ડીપ-પાઇલ ફ્લોર મેટ એના લાઉન્જ જેવા વાતાવરણને શ્રેષ્ઠ બનાવે છે તથા કારની ચાવી પણ લક્ઝરીનો નમૂનો છે – આ હાઈ-ગ્લોસ વ્હાઇટ કલરની છે અને એ પર સુંદર રોઝ-ગોલ્ડ ડિટેલિંગ છે. આ ખાસ ચીજો બારીક રીતે શ્રેષ્ઠ ધ્યાન, ખાસ કારીગરી અને સાદગીભર્યા શાનદાર અંદાજને દર્શાવે છે, જે દરેક Mercedes-Maybachની ઓળખ છે.


આ પણ વાંચો: India GDP Growth: ભારતના વિકાસને વેગ, વર્લ્ડ બેન્કે GDP અંદાજ વધાર્યો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
GDB India

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના