KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gujarat Vandana Museum: એકતાનગરને મળશે વધુ એક ભેટ, ₹900 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક મ્યુઝિયમ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક એકતાનગર ખાતે ₹900 કરોડના ખર્ચે અત્યાધુનિક 'ગુજરાત વંદના મ્યુઝિયમ' બનાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં સાત વિશેષ ગેલેરીઓ દ્વારા ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિકાસયાત્રા દર્શાવવામાં આવશે. મુલાકાતીઓને AR-VR અને હોલોગ્રાફિક ટેકનોલોજી દ્વારા અનોખો અનુભવ મળશે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
 Gujarat Vandana Museum
Gujarat Vandana MuseumAI Generated Image

Gujarat Vandana Museum: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. એકતાનગર ખાતે ₹900 કરોડના ખર્ચે અત્યાધુનિક 'ગુજરાત વંદના મ્યુઝિયમ' બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાનો છે.


મ્યુઝિયમમાં બનશે સાત વિશેષ ગેલેરીઓ

ગુજરાત વંદના મ્યુઝિયમમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બાઉન્ટીફુલ ગેલેરી, ઉત્સવ ગેલેરી, શિલ્પ ગેલેરી અને ગુજરાતનું ભવિષ્ય ગેલેરીનો સમાવેશ થશે. આ ગેલેરીઓમાં ગુજરાતની શૌર્યગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન, મહાગુજરા ચળવળ અને રાજ્યની આગવી ઓળખને દર્શાવવામાં આવશે.


 Gujarat Vandana Museum


અત્યાધુનિક ટેકનોલોજીથી મળશે અનોખો અનુભવ

મ્યુઝિયમમાં હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સ્માર્ટફોન સાથે સંકલિત ઇન્ટરએક્ટિવ પ્રોજેક્શનનો ઉપયોગ કરવામાં આવશે. ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટેકનોલોજી દ્વારા મુલાકાતીઓ ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જીવંત અનુભવ કરી શકશે.


ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

મ્યુઝિયમમાં પ્રવાસીઓ માટે એરકન્ડિશન્ડ કેફેટેરિયા, ખુલ્લી જગ્યા, બેઠક વ્યવસ્થા અને ક્લોકરૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એકતાનગરને વધુ આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવાની સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસથી પરિચિત કરાવશે.


આ પણ વાંચો : ATM Rules: ATMમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણો RBIના આ નવા નિયમો

આ પણ જુઓ:


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Onion Crops Gondal Marketing Yard

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક: 2 લાખથી વધુ કટ્ટા પહોંચતાં નવી આવક બંધ, જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

Gujarat Global Excellence Conclave

અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, રોકાણ અને સ્ટાર્ટઅપ્સ પર થશે ચર્ચા

Lothal Maritime Heritage Project

Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

Gujarat Saras Mela

ગુજરાતની ગ્રામીણ મહિલાઓ બની બિઝનેસવુમન, હસ્તકલાના જોરે કરોડો રૂપિયાનો વેપાર કર્યો

Shivrajpur beach

શિવરાજપુર બીચને ₹102 કરોડથી વધુની સુવિધાઓની ભેટ! પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ

 Indian Oil

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી

Ahmedabad to South india train

અમદાવાદથી દક્ષિણ ભારત માટે બે સ્પેશિયલ ટ્રેન! જાણો ટ્રેનનો રૂટ અને સમય

 Ahmedabad Parking

AMTS-BRTSના 12 ડેપોમાં ટૂંક સમયમાં શરૂ થશે પે એન્ડ પાર્ક, 5,530 વાહનો પાર્ક કરવાની મળશે સુવિધા